________________
૩૪૮
સમયસાર સિદ્ધિ-૬
કે તે તે કાળે અમુક અમુક અવિરતિ અને યોગનો પણ નાશ થઈ જાય છે. એકલા મિથ્યાત્વ અને અનંતાનુબંધી ગયા એટલો નાશ થયો એટલો એમ નહિ. આહા...હા....! મુમુક્ષુ :- મિથ્યાત્વની ભૂમિકાનો બધો વિકા૨ ગયો.
ઉત્તર ઃઈ ગયું એટલે એને જેટલા ગુણો છે, શક્તિ, સત્ત્વ ત્રિકાળી પ્રભુ ! જ્ઞાન, દર્શન, આનંદિ અનંત... અનંત... અનંત... એની શક્તિ છે. શક્તિ એટલે ગુણ. દરેક ગુણનો અંશે, વસ્તુનું જ્ઞાન ને અનુભવ થતાં, એ દયા, દાનના વિકલ્પથી રાગથી પણ પ્રભુ ભિન્ન છે. આહા..હા...! એવી ધર્મની પહેલી દશા, ધર્મની પહેલી સીઢી... આ... હા..હા..! એ હજી ધર્મની પહેલી સીઢી (છે). આહા..હા....! તે દશામાં પણ જેટલા ગુણો સંખ્યાએ અનંત છે એ બધાનો વ્યક્ત અંશ પ્રગટ થાય છે, તો અજોગગુણ જે છે એનો અંશ પણ પ્રગટ થતા તે કાળે જોગના કંપનનો એટલો તો નાશ થઈ જાય છે. આહા..હા...! આવી વાતું છે. આ કઈ જાતની વાતું ?
આ તો ૫૨માત્મા સર્વજ્ઞદેવ ત્રિલોકનાથ પરમેશ્વ૨૫દ જેને પ્રગટ થયું એને ત્રણકાળ ત્રણલોક જણાણા એની વાણી ઇચ્છા વિના નીકળે. ૐ ધ્વનિ ! એમાં આવેલી આ વાત છે. જગતને બહુ કઠણ પડે, બાપુ ! આખે બીજે પંથે – રસ્તે ચડી ગયું જગત. ધર્મગુરુઓને નામે પણ બીજે રસ્તે ચડાવી દીધા છે. આહા..હા...! દયા પાળો ને વ્રત કરો ને અપવાસ કરો ને ભક્તિ કરો ને પૂજા કરો ને દાન કરો ને મંદિર બનાવો ને દાનમાં પૈસા ખર્ચો... એમાં શું છે ? બાપુ ! એ ક્રિયા તો પરની, જડની છે. એમાં કદાચિત્ રાગ મંદ કર્યો હોય તો પુણ્ય, શુભભાવ છે, એ બંધનું કારણ છે.
મુમુક્ષુ – એને ધર્મ માને તો ?
ઉત્તર ઃધર્મ માને તો મિથ્યાત્વ છે. એ તો મિથ્યાસૃષ્ટિ – જૂઠી દૃષ્ટિ છે, સત્યથી વિરૂદ્ધ દૃષ્ટિ છે. આહા...હા...!
(અહીંયાં કહે છે) તેથી તેને તે પ્રકારનો બંધ થતો નથી;...’ શું કહે છે ? તે પ્રકારનો અવિરતિનો અંશ નથી, યોગનો તે પ્રકા૨નો ક્ષય થયો માટે તે પ્રકા૨નો બંધ પણ તેને થતો નથી. આ ઘણું ગોઠવ્યું માળાએ ! ઔપશમિક સમ્યગ્દષ્ટિને...' કહે છે કે, ક્ષાયિક થયું ન હોય પણ જેમ પાણીમાં મેલ હોય અને મેલ બેસી જાય અને પાણી જેમ નીતરી જાય પણ મેલ અંદર હોય, એમ આત્મામાં અંતર અનુભવમાં મિથ્યા ભ્રાંતિ છે એ ઠરી ગઈ હોય એને અહીંયાં ઉપશમ સમિકત કહે છે. પહેલામાં ક્ષય થઈ ગઈ ગયું હોય એને ક્ષાયિક કહે છે. ક્ષય એટલે ? ઈ પાણીમાં જેમ મેલ છે એ એકદમ પૂર્ણ કાઢી નાખીને એકલું નિર્મળ થઈ જાય એમ આત્મા પૂર્ણાનંદના નાથને ક્ષાયિક સમકિત દ્વારા પ્રતીત કરે એને તે સંબંધીના પ્રકારના બંધના કારણો ત્યાં ન હોય. એમ ઉપશમ સમિકતીને પણ... આ..હા..હા...! છે ? મિથ્યાત્વ તેમ જ અનંતાનુબંધી કષાયો માત્ર ઉપશમમાં – સત્તામાં જ હોવાથી.
—
—