________________
ગાથા-૧૭૩ થી ૧૭૬
૩૪૭
આ ? પાંત્રીસ હજા૨ તે દિ' ખર્ચ્યા (ઈ) વકીલાતમાં પાપ કરીને ભેગા કર્યાં હતા. કોર્ટમાં પાંચ કલાક જાતા (ત્યારે) બસો રૂપિયા લેતા. પાંત્રીસ વર્ષ પહેલાંની વાત છે, હોં ! અત્યારે તો બધી (ચીજ) મોંઘી થઈ ગઈ ને ! અત્યારે તો દાણા મોંઘા થયા એટલે પૈસા સોંઘા થઈ ગયા. પહેલાના એક લાખ અને અત્યારના પચીસ લાખ, બેય સરખા. આહા..હા...! અરે...! કોના દીકરા ? કોના બાપ ? ભાઈ ! અરે......! અરે...! એમાં દયાનો ભાવ આવે એ રાગ છે, ઈ જીવનો નહિ, ભાઈ ! પ્રભુ ! તને તારી પ્રભુતાની ખબર નથી. આહા..હા...! ૫૨ને નહિ મારવાનો ને બચાવવાનો ભાવ આવે પણ ઈ કાંઈ બચાવી શકે નહિ. પરનું તો એને કા૨ણે થાય પણ આ જાણે કે, બચાવી દઉં એવો ભાવ આવે, રાગ (આવે), એ રાગનો સ્વામી થાય તે મિથ્યાષ્ટિ છે. આ..હા...! એ આત્માના સ્વભાવની શાંતિને હણે છે. આહા..હા...!
=
અહીં કહે છે કે, જેને આવો પ્રભુ છે એવું જ્યાં અંતરમાં ભાન થયું, જ્ઞાતા-દૃષ્ટા થયો, સ્વરૂપ જ્ઞાન ને આનંદાદ છે, તેને જ્ઞાનની પર્યાયમાં – વર્તમાન દશામાં, તેનું જેટલું, જેવડું સ્વરૂપ છે તેવું તેને જણાયું અને જાણીને પ્રતીત થઈ એ પ્રતીતમાં વિપરીત મિથ્યાત્વ ને અનંતાનુબંધી કષાય તો એને આવતો નથી પણ તેને તે સંબંધી અવિરતિ અને યોગભાવ પણ ટળી ગયો છે. આ..હા..હા...! વાડામાં તો વાતું આ કરે, દયા પાળો, વ્રત કરો, અપવાસ કરો, દયામંડળી કરો ને આ ધૂળ કો ને પાંચ-પચીસ હજાર ભેગા કરે, લાખ-બે લાખપાંચ લાખ ભેગા કરીને બીજાને સહાય કરો. શું કરે ? ધૂળ ! આ..હા...! ભાઈ ! ઝીણી વાત, બાપા !
આ આંગળી જડ છે, ધૂળ છે, આ તો માટી (છે). ઈં આ ચાલે છે ઈ જડ જડને કા૨ણે (ચાલે છે), આત્માને કા૨ણે નહિ. આહા..હા...! એ માને કે મારાથી થાય છે તે દૃષ્ટિ તેની સત્યનું ખૂન ક૨ના૨ અસત્ય છે. અસત્ય કહો કે મિથ્યા કહો, મિથ્યા કહો કે મિથ્યાદૃષ્ટિ કહો (બધું એકાર્થ છે). આહા..હા...! આવી વાતું છે. ચોરાશીના અવતાર અનંતકાળથી (કરી રહ્યો છે). ચોરાશી લાખ યોનિમાં એક એકમાં અનંત વા૨ અવતર્યો છે. અબજોપતિ અનંત વા૨ થયો, માણસ અનંત વાર થયો, સ્વર્ગમાં) અનંત વાર (ગયો), ઢોર અનંત વાર થયો, કીડી, કાગડો, કૂતરો અનંત વાર થયો. બાપા ! અનંત ભવ થયા. આમ ભૂતકાળમાં ભવ વિનાનો કોઈ દિ' રહ્યો નથી. આ ભવ પહેલા ભવ, પહેલા ભવ, પહેલા ભવ... ભવ... ભવ... ભવ... અનાદિથી ભવમાં પરિભ્રમણ કરી રહ્યો છે. આહા..હા...! એને પરિભ્રમણને મટવાનો ઉપાય આ છે. આહા..હા...!
આત્મા પુણ્ય, શુભ દયા, દાન, વ્રતના પરિણામથી પણ જુદો (છે) અને પોતાના સ્વભાવથી પરિપૂર્ણ ભરેલો ! આ..હા..હા...! રાગ ને દયા, દાનથી ખાલી અને પોતાના અનંત ગુણના સ્વભાવથી ભરેલો એવું જ્યાં અંત૨માં જ્ઞાન ને આનંદની પ્રતીતિ થાય છે ત્યારે કહે છે