________________
૩૬૦
સમયસાર સિદ્ધિ-૬. કારણ પણ નહિ. એ ભાવ બંધનું કારણ છે. આહાહા..! આવે, ધર્મીને પણ અશુભથી વંચનાર્થ – અશુભને છોડવા (આ), એમ કહેવાય બાકી તો એ સમયે આવે. આ..હા....! પણ હેયબુદ્ધિએ આવે. ઉપાદેયબુદ્ધિએ આવે તો આત્મા હેય થઈ જાય. જો શુભભાવમાં ઉપાદેયબુદ્ધિ આવે, આદરણીય (મનાય) તો ભગવાન પૂર્ણાનંદનો નાથ અંદર હેય થઈ જાય અને જેણે ભગવાનઆત્માને ઉપાદેય કર્યો તે સમકિતીને રાગ – તીર્થકરગોત્ર બાંધે એ રાગ પણ હેય થઈ જાય છે. આહાહા...! આવે, હોય. પૂર્ણ વીતરાગ ન હોય ત્યારે રાગ આવે. આહાહા....! પણ એ બધું હેય તરીકે હોય છે. ઉપાદેય તો એક પ્રભુ ત્રણલોકનો નાથ... આહા..હા...!
કળશો જેમ અમૃતના રસથી ભર્યો હોય, કળશો. કળશો.. લોટો ! આ પણ આ લોટો છે ને! આ જુઓને ! અંદર ભગવાન અમૃતના રસથી પૂર્ણ ભરેલો છે. આહાહા.! અતીન્દ્રિય અમૃતના રસથી ભરેલો પ્રભુ આત્મા છે, ભાઈ ! આહા..હા...! જેને દ્રવ્યસ્વભાવ કહીએ. પર્યાય તો એક સમયની છે પણ દ્રવ્યસ્વભાવ કહીએ તો પૂર્ણ. પૂર્ણ... પૂર્ણ.. અમૃતના રસથી ભરેલો (છે). આ કળશાને આકારે આકાર એવો છે એનો, આને (કળશાને લઈને નહિ. પોતાને લઈને આકાર (છે). વ્યંજનપર્યાય છે ને ! આહા..હા...! એવો જે ભગવાન આત્મા...! અરે.રે..! આત્મા(ને) મૂકીને (બધી) વાતું કરે).
હવે અત્યારે પેલો એક જણ એમ કહે છે, પેલા “શ્રુતસાગર' ! “શ્રુતસાગર' ને ? કે, અત્યારે તો શુભભાવ જ હોય. એવી પ્રરૂપણા કરે છે. છાપામાં આવ્યું છે. “શ્રુતસાગર છે, “શાંતિસાગરને કેડે. ઈ કહે છે કે, અત્યારે તો શુભભાવ જ હોય. અર.૨.૨...! પ્રભુ.... પ્રભુ... પ્રભુ...! શુભભાવ તો અભવીને પણ હોય છે. નવમી રૈવેયક જાય એને શુભભાવ કેવો હોય ? એવો ભાવ તો અત્યારે હોતોય નથી. આ...હા...! એ શુભભાવ તો ઝેર અને બંધનનું કારણ છે). “શાંતિસાગર અહીં આવ્યા હતા. (સંવત) ૧૯૯૭ માં અહીં આવ્યા હતા. ચોવીસ કલાક રહ્યા હતા. પણ દષ્ટિ બીજી ચીજ, બાપુ બહુ. પ્રવૃત્તિની ક્રિયાઓ જુદી, દૃષ્ટિ જુદી ચીજ છે. આહા..હા..!
(અહીં) તો એમ કહે છે કે, ચોથે ગુણસ્થાનથી જ્ઞાનીને અબંધ કહ્યો. કઈ અપેક્ષાએ ? મિથ્યાત્વ અને અનંતાનુબંધીની અપેક્ષાએ. બાકી તો દસમા ગુણસ્થાન સુધી ધર્મી, સમકિતી, ક્ષાયિક સમકિતી હોય. અરે...! તીર્થકર હોય એને દસમા ગુણસ્થાન સુધી રાગનો અંશ છે અને છ કર્મ બંધાય છે. એકાંત તાણી જાય કે, બસ ! સમકિતી થયો એટલે કંઈ બંધ જ નહિ, આસવ નહિ. એમ નહિ. એને યોગ્ય જે છે તે આસવ અને બંધ નથી, એમ. આહા...હા...!
‘સર્વ રાગદ્વેષમોહનો અભાવ હોવાથી” જોયું ? પાઠ તો આવો છે, જોયું ? રિવરફ્લેષમોરવ્યવાન છે ને ? મૂળ પાઠ જ છે. આ ટીકા છે, ટીકા(માં) અંદર અર્થ