________________
૩પ૮
સમયસાર સિદ્ધિ-૬
દિવ્યરુપા: પ્રત્યયા:] દ્રવ્યરૂપ પ્રત્યયો....' ઈ પરમાણુ વસ્તુ છે. આઠ કર્મરૂપ પરમાણુ (વસ્તુ છે) એ પોતાની સત્તા છોડતા નથી...” સિત્તાં ન હિ વિનતિ (સત્તામાં છે–હયાત છે), તોપણ...” સિનેરાધેપમોદવુવાસ] આ.હા..હા.! અહીં તો રાગ-દ્વેષ-મોહ, મિથ્યાત્વનો મોહ અને અનંતાનુબંધીનો રાગ-દ્વેષને અહીં ગણવામાં આવ્યો છે. ઈ સકળ “સર્વ રાગદ્વેષમોહનો અભાવ હોવાથી જ્ઞાનીને કર્મબંધ કદાપિ અવતાર ધરતો નથી.” આહા..હા...અલ્પ રાગ થાય છે અને એને લઈને કર્મમાં જરી સ્થિતિ, રસ પડે છે પણ એ અલ્પ છે તેની ગણતરી અહીંયાં ન ગણતા, આત્મજ્ઞાનસ્વરૂપ આત્માનો અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવ્યો ત્યારે આત્મા આનંદસ્વરૂપ પૂર્ણ છે એમ જાણવામાં, પ્રતીતમાં આવ્યું અને અહીંયાં જ્ઞાની કહેવામાં આવે છે. એ જ્ઞાનીને અજ્ઞાનપણે બંધાયેલા કર્મો સમયે સમયે ઉદયમાં આવે પણ અહીંયાં જોડાણમાં રાગ-દ્વેષ-મોહનું જોડાણ નથી. મિથ્યાત્વ સંબંધીનું રાગનું જોડાણ નથી. એને લઈને એનો અભાવ હોવાથી “જ્ઞાનીને કર્મબંધ કદાપિ....” [અવતરતિ ના એટલે “થતો નથી”. અવતરતો નથી એટલે થતો નથી. આહાહા..! આમાં પાછું એકાંત લઈ જાય (તો ન ચાલે).
મુમુક્ષુ – અનંતાનુબંધી અને મિથ્યાત્વનો અવતાર થતો નથી.
ઉત્તર :- અહીં તો મિથ્યાત્વ અને અનંતાનુબંધીની અપેક્ષાએ વાત છે. એકાંત લઈ જાય (કે) સમકિતી થયો એટલે, જ્ઞાની થયો એટલે એને હવે કાંઈ દુઃખ પણ નથી ને આસ્રવ નથી, બંધન નથી એમ નથી. આહા...! ક્યાં ક્યાં કયુ કહેવાનો આશય છે ? એનો) હાર્દ સમજે. નહોતું આવ્યું ? ધર્મી જીવ જે ઠેકાણે શું કહેવું છે તેનો હાર્દ સમજે અને કહેનારની અપેક્ષા શું છે તેનો હાર્દ સમજે છે. આવ્યું હતું ને ? આહા..હા...!
આ શરીર માટી જડથી ભિન્ન, કર્મના રજકણોથી ભિન્ન અને અંદર પુણ્ય-પાપ, દયા, દાન, વ્રત, ભક્તિ, કામ, ક્રોધના ભાવથી પણ ભગવાન તો અંદર ભિન્ન છે. એવો જે આત્મા અંદર સત્ દળ પડ્યું છે, અતીન્દ્રિય આનંદનું દળ. દળ પિંડ (છે). આહા..! એની જેને દૃષ્ટિ થઈને અનુભવ થયો અને હવે મિથ્યાત્વ અને અનંતાનુબંધીના રાગ-દ્વેષ-મોહ, પૂર્વના બંધાયેલા ઉદયને અનુસારે જે થતા એ હવે થતા નથી. આહા..હા...! ભારે કામ આકરું ! આખું સંકેલીને અંદરમાં જાવું. બહારના સંયોગો ભલે કરોડો મંદિરો બનાવ્યા હોય. કરોડો ગજરથ કાઢ્યા હોય એ કોઈ ચીજ નથી. એ તો પરમાણુની તે વખતે તે અવસ્થા થવાની તે પરમાણુથી થાય, આત્મા એને ન કરી શકે. આહાહા! એમાં કરે તો શુભરાગ કરે. એ શુભરાગ પણ જો મારા છે એમ માને તો એ પણ મિથ્યાદૃષ્ટિ અનંતાનુબંધીના રાગદ્વેષને કરે છે. આહાહા...!
જેણે ભગવાનઆત્માને પૂર્ણ બધાથી ભિન્ન વિકલ્પથી માંડીને બધી ચીજોથી ભિન્ન (જાણ્યો), આખો એક કોર આત્મરામ અને એક કોર બધું ગામ, પ્રભુ પૂર્ણાનંદનો નાથ, અતીન્દ્રિય આનંદનો સાગર આત્મા પ્રભુ, એના ઉપર જેની દૃષ્ટિ પડી, એના ઉપર ઝુકાવ