________________
શ્લોક-૧૧૮
૩પ૯ થયો એણે પરમાત્માને સ્વીકાર્યો, એણે પરમાત્મસ્વરૂપનો સત્કાર કર્યો એ જીવને હવે કહે છે મિથ્યાત્વ અને અનંતાનુબંધીના રાગ-દ્વેષ થતા નથી. આહા..હા...!
આમ હજારો રાણી છોડી નગ્ન દિગંબર થાય, પંચ મહાવ્રત પાળે, અઠ્યાવીસ મૂળગુણ પાળે છતાં એ તો એને ધર્મ માને છે એટલે મિથ્યાષ્ટિ છે. આહાહા...! નિજ) ભગવાનને ભૂલી જાય છે. ભગવાન એટલે ભગ નામ લક્ષ્મી. અનંત અનંત અંતર આનંદ ને જ્ઞાનની લક્ષ્મી પડી છે. એનો વાન. ભગવાન - એ ભગનું વાન (એટલે) સ્વરૂપ છે. અંતરની લક્ષ્મી એ એનું – આત્માનું સ્વરૂપ છે. આહાહા...! એ પુણ્ય ને પાપ, દયા ને દાન, વ્રત ને ભક્તિ એ કંઈ આત્માનું સ્વરૂપ નથી. એ તો વિકૃત વ્યભિચાર દશા છે. આહા..હા...!
જેણે અંતર્મુખના પરિણામ શરૂ કર્યા છે... આ..હા...હા..! જેણે સુખના પંથને આદર્યા છે.... આહાહા...! અંતરમાં એકાગ્ર થઈને અનુભવ (કર્યો છે) એ સુખને પંથે સમકિતી સમ્યક્દૃષ્ટિ પડ્યો. આહા..! દુઃખના પંથ જેણે પૂર્ણ રોક્યા. એ રીતે અહીં પૂર્ણ લેવું છે. થોડો રાગ-દ્વેષ છે, આસવ છે પણ એ અલ્પતા ગણીને તેને નથી (કહ્યું). પણ બિલકુલ નથી એમ એકાંત કોઈ લઈ જતું હોય તો એમ નથી. સમ્યગ્દર્શન થાય પછી પણ એને ચારિત્રદોષ છે. એ એને ટાળીને જ્યારે સ્વરૂપમાં સ્થિર થશે ત્યારે આનંદ અને શાંતિ પ્રગટશે. ત્યારે એને આસ્રવ અને બંધ કરીયે નહિ થાય. આહા..હા...! આવો માર્ગ ! વાણીથી પાર, વચનથી, વિકલ્પથી પાર, રાગથી પાર એવી ભગવાન અંદર ચીજ છે. આહા...હા...!
મુમુક્ષુ :– જ્ઞાનમાં રાગને જુદો પાડ્યો છે ને ?
ઉત્તર – ઈ (જુદો) પાડ્યો નહિ પણ) પડી ગયો છે. અંતરમાં આમ અંતર્મુખ) થયો એટલે રાગ જુદો પડી ગયો. આમ (રાગ) આવ્યો નહિ. કારણ કે એની ચીજ નથી. આહાહા...
પ્રભુ ! વાત તો મુશ્કેલીવાળી છે). અનંતકાળનો અભ્યાસ નહિ, લોકોની આખી પ્રવૃત્તિ ક્રિયાકાંડમાં (ચડી ગઈ). રાગ ને આ દયા પાળો ને વ્રત કરો ને પૂજા કરવી, ભક્તિ કરવી, અપવાસ કરવા, ગજરથ કરવા, રથ ચલાવવા.... જ્યાં ત્યાં ધર્મ છે ? લાખ જાત્રાયું સમેદશીખરની કરવી...
મુમુક્ષ :- આગમમંદિરની તો જાત્રા કરવી કે નહિ ?
ઉત્તર :- આગમમંદિરની લાખ વાર જાત્રા કર તો શુભભાવ છે. આ મંદિરની ગણતરી શી? આ તો છવીસ લાખનું છે. પણ ‘ભરત ચક્રવર્તીએ ત્રણ ચોવીસીના મંદિર બનાવ્યા. ભરત ચક્રવર્તીએ અષ્ટાપદ પર્વતમાં ત્રણ ચોવીસીના મંદિર બનાવ્યા. અબજો અબજો રૂપિયાનું એક એક મંદિર !
મુમુક્ષુ :- રત્નના બનાવ્યા.
ઉત્તર :- અબજોના રત્નના એકલા ! એક એક રત્ન લાખોની કિમતનું ! એવા એકલા રત્નથી (બનાવ્યા). એથી શું? એના તરફનું લક્ષ છે એ શુભરાગ છે, ધર્મ નહિ અને ધર્મનું