________________
૩૬ ૨
સમયસાર સિદ્ધિ-૬
સત્તા-અવસ્થામાં હયાત છે અને તેમના ઉદયકાળે ઉદયમાં આવતા જાય છે. એનો સમય જ્યારે સત્તામાંથી ઉદય (આવવાનો) હોય તે સમયે તે ઉદયમાં આવતા જાય છે. પરંતુ તે દ્રવ્યાસવો જ્ઞાનીને કર્મબંધનું કારણ થતા નથી.” આહા..હા...! કારણ કે તેમાં તેને અનંતાનુબંધી અને મિથ્યાત્વના પરિણામ નથી માટે તે જોડાતો નથી. આ અપેક્ષાએ કહ્યું).
કેમ કે જ્ઞાનીને સકળ રાગદ્વેષમોહભાવોનો અભાવ છે.” અહીં ‘સકળ' શબ્દ પડ્યો છે ને ! મૂળ પાઠમાં છે. સકળ ગયા છે. આખા મૂળ જ એ છે. આહા..હા..! એ દયા, દાન, વ્રતના પરિણામ એ મારા અને મને લાભદાયક છે એવો ભાવ એ) મિથ્યાત્વ (છે) અને એની સાથે થયેલા રાગ-દ્વેષ એ અનંતાનુબંધી એ મૂળ ચીજ છે. સંસાર-મૂળ ઈ છે. મિથ્યાત્વ તે આસવ છે અને મિથ્યાત્વ તે સંસાર છે. આહા...હા...! બાયડી, છોકરા, કુટુંબ સંસાર નથી. એ તો પરચીજ છે. સંસાર તો આત્માની પર્યાયમાં હોય, મોક્ષ પણ આત્માની પર્યાયમાં હોય, મોક્ષમાર્ગ પણ આત્માની પર્યાયમાં હોય, સંસાર પણ આત્માની પર્યાયમાં હોય. આહા...હા...! આ...હા..હા..!
સંસાર એટલે કે મિથ્યાત્વ. આહાહા..! એ રાગના કણને પણ પોતાનો માનવો અને લાભદાયક માનવો એ મિથ્યાત્વ, એ સંસાર છે. આ કહે છે ને બાયડી, છોકરા છોડ્યા (એણે) સંસાર છોડ્યો. ખોટી વાત છે. કુટુંબ, બાયડી છોડ્યા, દુકાન છોડી માટે સંસાર છોડ્યો (એ) ખોટી વાત છે. મિથ્યાત્વ તે સંસાર (છે અને) એ મિથ્યાત્વ છોડે તો સંસાર છોડ્યો કહેવાય. આહા..હા..! ભાષા સમજ મેં આતી હૈ થોડી થોડી ?
આ.હા...! ત્રિલોકનાથ તીર્થંકરદેવ પરમાત્મા બિરાજે છે, મહાવિદેહમાં પ્રભુ તો બિરાજે છે. આહાહા.! પ્રભુનું કરોડ પૂર્વનું આયુષ્ય છે. એક પૂર્વમાં સીત્તેર લાખ કરોડ છપ્પન હજાર કરોડ વર્ષ જાય. એવું કરોડ પૂર્વનું પ્રભુનું આયુષ્ય છે. બે હજાર વર્ષ પહેલાં કુંદકુંદાચાર્યદેવ ત્યાં ગયા હતા. સાક્ષાત્ ભગવાનના સમવસરણમાં આઠ દિ રહ્યા. ભરતના માણસ એ મહાવિદેહની જાત્રાએ ગયા ! ત્રણલોકના નાથની હાજરી. તેની પાસે ગયા આઠ દિ સાંભળ્યું. થોડી-ઘણી શંકાનું સમાધાન શ્રુતકેવળીઓ પાસે કર્યું. ત્યાં તો શ્રુતકેવળીઓ બિરાજે છે, વર્તમાન બિરાજે છે. આહા..! ત્યાંથી આવીને આ બનાવ્યું છે. આહા..હા... અને એમાંથી ‘અમૃતચંદ્રાચાર્યદેવે ટીકા અને કળશ (કર્યા. આહાહા...! અમરના ધામમાં જાવું હોય એને કેમ જાવું એમ અહીં તો કહે છે. અમર-આત્મા અમરધામ છે ! આ...હા...! અને મોક્ષને પણ અમર કહે છે ને ! મોક્ષને અમૃત કહે છે, શાસ્ત્રમાં મોક્ષને અમૃત પણ કહે છે. અમર કહે છે, અમૃત કહે છે, મોક્ષ કહે છે. આ..હા...!
ઈ આત્મા અમૃત અને અમર સ્વરૂપ છે, પ્રભુ ! ખરેખર તો એને દયા, દાનના વિકલ્પ, વતના વિકલ્પનો પણ સંબંધ નથી. એ તો સકળ ત્રિકાળ નિરાવરણ પ્રભુ અંદર બિરાજે છે. આહા...હા...! સકળ નિરાવરણ અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસમય અવિનશ્વર શુદ્ધ