________________
શ્લોક–૧૧૯
૩૬૩ પારિણામિક પરમભાવ લક્ષણ નિજ પરમાત્મદ્રવ્ય તે હું છું. આહાહા..! આ.હા.હા...એમ ધર્મી પોતાના આત્માને આમ ભાવે છે. આહા..હા...! હું રાગી છું ને બાયડીવાળો ને છોકરાવાળો ને પૈસાવાળો ઈ તો કંઈ છે જ નહિ. આહા..હા....! પણ એક સમયની પર્યાય જેટલી ખંડ ખંડ છે એની પણ ભાવના જ્ઞાનીને નથી. જ્ઞાનીને પોતાની – અખંડની ભાવના છે. આહા..હા....! ઈ અખંડની ભાવનામાં જ્યારે સમ્યગ્દર્શન, જ્ઞાન થયું એથી તે ધર્મીને પૂર્વના બાંધેલા કર્મોદય આવે પણ મિથ્યાત્વ ને અનંતાનુબંધીનું જોડાણ નથી. આહા...હા..! સમ્યક્ અને સ્વરૂપ સ્થિરતાનું જોડાણ અહીં થઈ ગયું. એથી મિથ્યાત્વ અને અનંતાનુબંધીનું આમ જોડાણ હતું એ ગયું. આહા...હા...! માર્ગ અંતરનો બાપુ બહુ એવો ઝીણો છે. આહા..હા...! વાદવિવાદે તો કાંઈ પાર આવે એવું નથી).
જેને અંતર (લગની) લાગી હોય (એનું કામ છે). આ ભવ. ભવ ચોરાશી લાખના અવતાર અનંત ભવ, એ ભવનો જેને ડર લાગે. ચાહે તો સ્વર્ગનો ભવ હોય) પણ એ દુર્ગતિ છે. તારી ગતિ નહિ, નાથ ! આહા..હા...! તારી ગતિ તો અંદર શુદ્ધરૂપે પરિણમવું એ ગતિ તારી છે. આહા...હા...! સ્વર્ગની ગતિ પણ દુર્ગતિ છે. ત્યાં દુઃખ છે, આકુળતા છે, કષાય છે. ઈ સુખી નથી.
સુખ તો આત્મામાં છે. આહાહા....! એવા સુખસાગરને જ્યાં ઢંઢોળીને જોયો, જાણ્યો... આહા..હા..! કહે છે કે એને હવે પૂર્વની સત્તાના કર્મો ઉદયમાં સમયે સમયે આવતા છતાં તેમાં તેનું જોડાણ નથી. આમ (અંતરમાં) જોડાણ થયું છે તો આમ (બહારમાં) જોડાણ નથી, એવી બે વાત કરી. અસ્થિરતાની વાતને ગૌણ કરી નાખી. આહા...! પ્રભુમાં જોડાય ગયો છે એ રાંકમાં, ઉદયમાં જોડાતો નથી. આહા...હા...! આવી વાત છે.
“અહીં સકળ રાગદ્વેષમોહનો અભાવ બુદ્ધિપૂર્વક રાગદ્વેષમોહની અપેક્ષાએ સમજવો.” જોયું? બુદ્ધિ એટલે રુચિપૂર્વક. પ્રેમપૂર્વક જે રાગ-દ્વેષ-મોહ (થાય) એ એને નથી. બુદ્ધિપૂર્વક (એટલે) કરવાલાયક છે એવી બુદ્ધિપૂર્વક. એને રાગ-દ્વેષ ને મોહનો અપેક્ષાએ અભાવ કહ્યો. આહા..હા...!
વલોક-૧૧૯
હવે આ જ અર્થ દઢ કરનારી બે ગાથાઓ આવે છે તેની સૂચનિકારૂપ શ્લોક કહે
છે :