________________
શ્લોક-૧૧૮
૩૬ ૧ (છે). [વર્નર/ષમોદભુદાસ] આહા..હા...! ‘સર્વ રાગદ્વેષમોહનો અભાવ હોવાથી જ્ઞાનીને કર્મબંધ કદાપિ થતો નથી.” ભાવાર્થ.
અહીં તો મહિમા પ્રભુની છે. એ મહિમા કરીને અંતરમાં જવાની વાતું છે, બાપુ ! બાકી બધી લાખ, કરોડ (વાતો કરે), કરોડો મંદિર બનાવે ને કરોડો પુસ્તક બનાવે.. (એ કોઈ ચીજ નથી).
મુમુક્ષુ :- હજી આપણે કરોડો નથી બનાવ્યા.
ઉત્તર :- આ તો બનાવે કો’ક (એની વાત છે). આ તો બાવીસ લાખ થયા છે. બાવીસ લાખ અહીં છપાણા છે. ઈ તો એ પરમાણુની પર્યાય તે કાળે થવાની એ થાય. કોણ કરે? બાપુ ! ભાઈ ! એ પરમાણુ પુદ્ગલમાં તે સમયની તે અવસરે તે પર્યાય થવાની હોય તે થાય. આહાહા....! એને બીજો કોણ કરે ? આ..હા...હા...! થતી હોય તેને કોણ કરે ? તે તે પરમાણુમાં તે સમયે તે પર્યાય (તે) અવસરે થવાની હોય તે થાય. થાય છે તેને કરે કોણ ? આહાહા.! અભિમાન કરે કે અમે આમ કર્યા ને અમે આમ કર્યા ને અમે પુસ્તકો બનાવ્યા, શાસ્ત્રો બનાવ્યા, મંદિરો બનાવ્યા. કોણ બનાવે ? પ્રભુ ! અહીંયાં તો અંતરમાં શુભરાગ થાય એને પણ બનાવું છું અને મારો છે એ પણ દૃષ્ટિ મિથ્યા છે. આહા..હા...! આકરું કામ બહુ, ભાઈ ! વીતરાગમાર્ગ દિગંબર જૈનદર્શન અલૌકિક છે. ક્યાંય છે નહિ. આવો માર્ગ ક્યાંય છે નહિ. આહા...હા...! શ્વેતાંબરમાં તો બધા ગોટા વાળ્યા છે. આ...હા....! આ નિર્મળાનંદ પ્રભુ તો જુઓ ! આ.હા..હા...!
એવો જે ભગવાન આત્મા ! એનું જેને જ્ઞાન અને અનુભવ થયો એને પૂર્વે બાંધેલા) સત્તામાં પડેલા કર્મ હોય અને ઉદય આવે પણ તેમાં મિથ્યાત્વ અને અનંતાનુબંધીનું જોડાણ નથી માટે સકળ રાગ-દ્વેષ-મોહનો અભાવ છે એમ) મૂળમાં આ અપેક્ષાએ કહ્યો છે. આહા...હા...!
ભાવાર્થ:- “જ્ઞાનીને પણ..” એટલે કે અજ્ઞાનીને તો ઠીક પણ “જ્ઞાનીને પણ પૂર્વે અજ્ઞાનઅવસ્થામાં બંધાયેલા દ્રવ્યાસવો....” એટલે પરમાણુ આઠ જડ કમ સત્તામાં અજીવ તરીકે પડ્યા છે. દ્રવ્યાસવો સત્તા-અવસ્થામાં હયાત છે.” જોયું ? એ પડેલા (છે) એને દ્રવ્યાસ કહ્યો. પરમાણુ નવા આવે એને દ્રવ્યાસવ (કહે) એ તો વળી જુદી વસ્તુ. આ તો સત્તામાં પડ્યા (છે એને દ્રવ્યાસ્ત્રવ કહ્યું. પેલામાં આવે છે. સિદ્ધાંત પ્રવેશિકામાં આ આવે છે. પૂર્વના પડેલા કર્મની સત્તા પડી છે એને પણ દ્રવ્યાસવ કહેવાય છે. આહા...! નવા આવે છે જુદી વસ્તુ. જૈન સિદ્ધાંત પ્રવેશિકા !
મુમુક્ષુ :- આમાં આગળ આવી ગયું છે.
ઉત્તર :- આવી ગયું છે ને ! આ તો સિદ્ધાંત પ્રવેશિકા માં નાખ્યું છે. એને દ્રવ્યાસવ કહેવા. આવ્યા હતા ને, આવ્યા હતા ને એટલે. પડ્યા છે ને ! આહા...હા...! એ દ્રવ્યાસવો