________________
શ્લોક-૧૧૮
હવે ૧૧૮ કળશ.
શ્લોક ૧૧૮ ઉ૫૨ પ્રવચન
૩૫૭
विजहति न हि सत्तां प्रत्ययाः पूर्वबद्धा: समयमनुसरन्तो यद्यपि द्रव्यरूपाः । तदपि सकलरागद्वेषमोहव्युदासादवतरति न जातु ज्ञानिनः कर्मबन्धः । ।११८ । ।
આ..હા...! આસવમાં મુખ્ય વધારે આ વાત લીધી. બાકી તો કીધું જ્યાં સુધી યથાખ્યાત ચારિત્ર ન થાય ત્યાં સુધી હજી અસ્થિરતા છે અને એટલો દોષ પણ છે અને એટલું બંધન પણ છે પણ મુખ્યપણે આમ જ્યારે જ્ઞાનીની વાત કરવા જાય એટલે કે આત્માનો જ્યાં અનુભવ થયો, પરમાત્માનો અનુભવ થયો એ પૂર્ણ અનંત ગુણના રસનો કંદ પ્રભુ છે, એની સન્મુખ થઈને જે અનુભવ થયો ત્યારથી તેને જ્ઞાની અને અબંધક કહેવામાં આવે છે. અને તે જ્ઞાનમાં અભ્યાસ કરતાં કરતાં કેવળજ્ઞાન થાય ત્યારે સાક્ષાત્ સંપૂર્ણ જ્ઞાની કહેવામાં આવે છે. ઓલામાં જ્ઞાની કહેવું એટલું હતું. આ સંપૂર્ણ જ્ઞાની થાય છે). આ..હા...! પણ એ થાય કઈ રીતે ? સંપૂર્ણ જ્ઞાની કે અપૂર્ણ જ્ઞાની થાય શી રીતે ?
એ અંતર આત્મા પ્રભુ પરમાત્મા સર્વજ્ઞદેવે જે આત્મા કહ્યો એ અનંત અનંત ગુણનો રસકંદ પ્રભુ છે. વીતરાગમૂર્તિ છે, અનાકુળ આનંદનો ઢગલો છે, અનાકુળ શાંતિનો પૂર્ણ વીતરાગ સ્વભાવનો ૨સ છે. આહા..હા...! એના (તરફના) ઝુકાવથી, એવા સ્વભાવની તરફના ઝુકાવથી જે જ્ઞાન અને દર્શન થાય તેને અહીંયાં જ્ઞાની કહેવાય અને તેને અબંધક કહેવાય. બાહ્યથી ગમે તેટલા પંચ મહાવ્રત પાળતો હોય પણ જેને હજી રાગ છે એની એકતાબુદ્ધિ (છે) ત્યાં જ નજર છે, ભગવાન આખો ૫રમાત્મા પડ્યો એની નજરું નથી. આહા..હા...! ભલે પંચ મહાવ્રત પાળે, નગ્ન થાય, દિગંબર થાય, હજારો રાણી છોડે પણ અંતરમાં જ્યાં સુધી પૂર્ણાનંદનો સ્પર્શ ન કરે અને રાગની ક્રિયાથી ભિન્ન ન પડે ત્યાં સુધી તે મિથ્યાદૃષ્ટિ અને અજ્ઞાની છે. આ..હા..હા...! આવું છે.
ન
ન
-
હવે શ્લોક. જોકે...’ [સમયમ્ અનુસરન્તઃ] શું કહે છે ? જ્ઞાનીને પૂર્વના જે કર્મ સત્તામાં પડ્યા છે એ પોતપોતાના સમયને અનુસરતા (અર્થાત્ પોતપોતાના સમયે ઉદયમાં આવતા)’ તે તે સમયે તે કર્મ ઉદયમાં આવે એવા પૂર્વબદ્ધ પૂર્વે અજ્ઞાનઅવસ્થામાં બંધાયેલા)...’ જ્ઞાનીને પૂર્વમાં અજ્ઞાન અવસ્થામાં બંધાયેલા કર્મો તે સમય સમયમાં ઉદયમાં આવે. આ..હા...!