________________
૩પ૬
સમયસાર સિદ્ધિ-૬ સ્વરૂપનો અંતરમાં અભ્યાસ – એકાગ્રતાનો અભ્યાસ કરતા કરતા અને જ્યારે કેવળજ્ઞાન થાય (ત્યારે) તે સાક્ષાત્ સંપૂર્ણજ્ઞાની થાય છે. સાક્ષાત્ અને સ્પર્ણજ્ઞાની. પહેલા નીચલા દરજ્જામાં જ્ઞાની અને અબંધક (કહ્યો) પણ એ આત્માના આનંદસ્વરૂપમાં જે અનુભવમાં આત્મા આવ્યો હતો તે આત્મામાં અંતર સ્થિરતા.... સ્થિરતા. સ્થિરતા.. અંતરમાં લીનતાનો અભ્યાસ કરતા કેવળજ્ઞાન થાય એ સાક્ષાત્ જ્ઞાની અને પૂર્ણ જ્ઞાની (થયો). સાક્ષાત્ પૂર્ણ જ્ઞાની (થાય છે) ‘ત્યારે તો તે સર્વથા નિરાસવ થઈ જાય છે. એને પછી કાંઈ આસવ રહેતો નથી. એમ પહેલાં કહેવાઈ ગયું છે.”
( શ્લોક-૧૧૮
(માલિની) विजहति न हि सत्तां प्रत्ययाः पूर्वबद्धाः समयमनुसरन्तो यद्यपि द्रव्यरूपाः । तदपि सकलरागद्वेषमोहव्युदासा
दवतरति न जातु ज्ञानिनः कर्मबन्धः ।।११८ ।। હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે :
શ્લોકાર્ધ - યિદ્યપિ, જોકે [સમયમ્ અનુસરન્ત: પોતપોતાના સમયને અનુસરતા (અર્થાત્ પોતપોતાના સમયે ઉદયમાં આવતા) એવા પૂર્વવદ્વા:] પૂર્વબદ્ધ પૂર્વે અજ્ઞાન અવસ્થામાં બંધાયેલા) કિવ્યા પ્રત્યયા:] દ્રવ્યરૂપ પ્રત્યયો સત્તi] પોતાની સત્તા રિ વિનંતિ. છોડતા નથી (અર્થાત્ સત્તામાં છે–હયાત છે), તિ]િ તોપણ શિવનેરાધેપમોદવ્યાસ) સર્વ રાગદ્વેષમોહનો અભાવ હોવાથી જ્ઞાનિનઃ] જ્ઞાનીને વિર્મવન્વ.] કર્મબંધ [Mાતા કદાપિ [ગવતતિ ના અવતાર ધરતો નથી–થતો નથી.
ભાવાર્થ – જ્ઞાનીને પણ પૂર્વે અજ્ઞાન-અવસ્થામાં બંધાયેલા દ્રવ્યાસવો સત્તા-અવસ્થામાં હયાત છે અને તેમના ઉદયકાળ ઉદયમાં આવતા જાય છે. પરંતુ તે દ્રવ્યાસવો જ્ઞાનીને કર્મબંધનું કારણ થતા નથી. કેમ કે જ્ઞાનીને સકળ રાગદ્વેષમોહભાવોનો અભાવ છે. અહીં સકળ રાગદ્વેષમોહનો અભાવ બુદ્ધિપૂર્વક રાગદ્વેષમોહની અપેક્ષાએ સમજવો. ૧૧૮.