________________
૩૫૪
સમયસાર સિદ્ધિ-૬, મુમુક્ષુ :- પરનું કામ કરવું કે ન કરવું ?
ઉત્તર :- કોણ કરી શકે છે ? ઘણાને જીતાવ્યા હતા. ઈ વખતે મોટા વકીલ કહેવાતા. પાંત્રીસ વર્ષ પહેલા મોટા વકીલ (કહેવાતા) બસે રૂપિયા લેતા !
મુમુક્ષુ :- મોટા પાપી.
ઉત્તર :- બધું પાપ. ઈ મંગળભાઈ કહેતા કે, ઈ વખતે વકીલ ઈ હતા. “રામજીભાઈના વખતમાં, પાંત્રીસ વર્ષ પહેલા ! અત્યારે ૯૬ (વર્ષ) થયા. આહા...હા....!
અહીં તો કહે છે, પ્રભુ ! તું તારા સિવાય પરના કામ તો અડી શકતો નથી ને પરને અડતો નથી તો કરી શકે ક્યાંથી ? પણ તારામાં જે રાગાદિ થાય એ જો તને ધર્મ ને આત્માનું ભાન હોય તો તે રાગનો સ્વામી થઈને કર્તા ન થાય, જ્ઞાતા-દષ્ટા રહે. આહા..હા... આટલી બધી શરતું હવે. ધર્મીની શરતું આવી. ભાઈ ! ધર્મ તો જેનાથી જન્મ-મરણના અંત આવે, ચોરાશીના અવતાર – આંટા મટી જાય, પ્રભુ ! (એને ધર્મ કહેવાય). એ તો આત્મા અંદર પૂર્ણાનંદ (સ્વરૂપે બિરાજે છે). આહા..હા..!
નરસિંહ મહેતાએ કહ્યું નથી ? “જ્યાં લગી આત્મા તત્ત્વ ચીન્યો નહિ, ત્યાં લગી સાધના સર્વ જૂઠી એ.ઈ...! તમારા શેઠને કહ્યું હતું નહિ ? “મુંબઈ ! પચાસ કરોડ ! પચાસ કરોડ ને ? એમના શેઠ પાસે પચાસ કરોડ (હતા). હમણા “મુંબઈ (હતા ત્યારે) અમારી પાસે આવ્યો હતો. બૈરાં જૈન અને આદમીઓ બધા વૈષ્ણવ. દર્શન કરવા આવ્યા હતા બિચારા, નાળિયેર ને એક હજાર મૂક્યા હતા. પચાસ કરોડ રૂપિયા છે. એમાં આત્માને શું દાળિયા થયા ?
મુમુક્ષુ :- શેઠ કહેવાય.
ઉત્તર – શેઠ કહેવાય, હેઠ જાશે. શેઠ બધા હેઠે જાશે, હેઠે ! શેઠ તો એને કહીએ, શ્રેષ્ઠ ! જેણે ચૈતન્ય ભગવાન આનંદનો નાથ અનુભવ્યો, જાણ્યો અને જે રાગનો સ્વામી ન થાય તેને શેઠ અને શ્રેષ્ઠ કહીએ. આહા..હા...! જગતથી જુદી વાત છે, બાપુ ! જગતને જાણીએ છીએ ને ! આ તો નેવું વર્ષ થયા. ૬૭ વર્ષથી તો દુકાન છોડી છે. બધી દુનિયાને (જોઈ છે). દસ હજાર માઈલ તો હિન્દુસ્તાનમાં ત્રણ વાર ફર્યા છીએ. અને આ ચીજ બાપુ ! જુદી કોઈ ચીજ છે, ભાઈ !
એ અહીં સિદ્ધ કરે છે. (જ્ઞાની) અસ્થિરતા(રૂપે) પરિણમે પણ કર્તા નથી તેથી તેને અબંધક કહેવામાં આવ્યો છે. વિશેષ કહેશે. (શ્રોતા – પ્રમાણ વચન ગુરુદેવ !)