________________
ઉપર
સમયસાર સિદ્ધિ-૬ પોતાની ઉંમર એટલે અત્યારે) ૬૮ થયા. અત્યારે બિચારા... આહાહા...! ચકરી આવી ગઈ છે આમ. હેમરેજ થયું છે, બેશુદ્ધ પડ્યા છે. આ.હા...હા...! આ જડની દશા, ભાઈ ! તારી રાખી નહિ રહે, ભાઈ ! બાપા ! અમે ધ્યાન રાખીએ તો જડમાં આમ થાય. નહિ તારું ધ્યાન ત્યાં ન કામ આવે, બાપા ! આહાહા.! જડની જે અવસ્થા જે સમયે – કાળે જે જડની દશા થવાની તે થવાની જ છે. આત્મા કરી શકે નહિ, આત્મા રોકી શકે નહિ. આહા...હા...! ત્યારે પછી આ દુનિયાના ડાહ્યા શી રીતે કહેવા? દુનિયાના ડાહ્યા કોને કહેવાય? વેપાર કરે, ધંધા કરે, આ વકીલાત કરે. લ્યો, ‘રામજીભાઈ વકીલાત કરતા, ઈ વખતે વકીલોમાં હોશિયાર કહેવાતા. આ.હા...! ધૂળમાંય નહિ, બધા અભિમાન હતા. આહાહા...!
અરે..! પ્રભુ ! તું કોણ છો ? આત્મા ! આત્મા એટલે શું ? એ અતીન્દ્રિય જ્ઞાન ને અતીન્દ્રિય આનંદનો સાગર તે આત્મા ! આ.હા..! અરે. પ્રભુ ! તને ખબર નથી. એ પુણ્ય દયા, દાન, વ્રત પરિણામના વિકલ્પ ઊઠે એ પણ તું નહિ, એ તને નુકસાનકારી. આહા...હા.! કેમ બેસે ? આખી દુનિયા જ્યાં ત્યાં અભિમાને ચાલી છે. આનું કર્યું, આનું કર્યું ને આવું કર્યું... આહાહા...!
પ્રભુ ! તું તારી સત્તામાંથી બહાર તો નીકળતો નથી. તારું જે હોવાપણું છે એમાંથી બહાર નીકળતો નથી તો બહારનું કોનું કરીશ તું ? આહાહા....! અને જગતની ચીજો છે તે તેની અવસ્થાના કાર્ય વિના, એ ચીજ અવસ્થા વિના હોતી નથી. કોઈપણ અવસ્થા તે તે જડ, ચૈતન્યની એનાથી હોય છે. એનાથી હોય એમાં ત્યાં તું શું કરી શ્વે ? આહા...હા...! બાયડી, છોકરાને સાચવીએ છીએ, છોડીયું મોટી છે એને ઠેકાણે પાડી, છોકરાઓ સારે ઠેકાણે વરાવ્યા. મૂઢ છો ! આ.હા...! મિથ્યાદૃષ્ટિ મિથ્યાત્વના અસત્ય ભાવને સેવનારા સંસારના મૂળિયા સેવે છે. આહાહા...આકરી વાત છે, ભાઈ !
અહીં એ કહે છે, સમકિતીને જરી રાગ-દ્વેષ થાય. તે નિશ્ચયદષ્ટિમાં જોડાણ જ નથી.” આ...હા...! છે ? “સ્વામિત્વભાવે તો જોડાતો જ નથી, માત્ર અસ્થિરતારૂપે જોડાય છે...” એ અસ્થિરતારૂપ જોડાય છતાં નિશ્ચયદૃષ્ટિમાં જોડાણ નથી. આહા...હા...! માટે સમ્યગ્દષ્ટિને રાગદ્વેષમોહનો અભાવ કહેવામાં આવ્યો છે. આ અપેક્ષાએ. જ્યાં સુધી કર્મનું સ્વામીપણું..” છે.. આહાહા...! “નિષ્કામ કામ કરવા” એમ અજ્ઞાનીઓ કહે છે. નિષ્કામ (કામ) કરવા, એ વાત જ મૂઢ છે. પરનું કરી શકું એ જ વાત નિષ્કામ નથી, એ જ મિથ્યા અભિમાન છે. આહા..હા...! અનાસક્તિએ કામ લેવું, એમ બધા બોલે છે. ઘણું એ બધું આવે છે. અભિમાનીઓ બધા ! નિષ્કામ કરવું, કામ કરવું (એ) નિષ્કામ કરવું. એના ફળની આશા ન રાખવી. અહીં તો કહે છે કે, પરનું કાંઈ કરી શકું છું એ માન્યતા જ મિથ્યાત્વ ને ભ્રમ ને સંસાર મોટો છે. આહાહા...!
જે જુદી ચીજ છે તેનું જુદાપણું ત્યારે રહે છે તેના કાર્ય બીજો ન કરી શકે અને