________________
ગાથા–૧૭૩ થી ૧૭૬
૩પ૩ એનાથી તું જુદો, તારું કાર્ય તે ન કરી શકે. ત્યારે તો તે જુદા જુદાપણે રહી શકે. નહિતર તો એક થઈ જાય. આહાહા..! આવું સાંભળવા મળવું મુશ્કેલ પડે. છે દુનિયા જોઈ છે. ને, બાકી આખી દુનિયા જોઈ (છે). આ..હા...!
અહીં કહે છે, “જ્યાં સુધી કર્મનું સ્વામીપણું” રાખે. કંઈ પણ રાગ, દયા, દાનના પરિણામ થાય એનું ધણીપતું કરે (અર્થા) ઈ મેં કર્યું, મેં કર્યું, મારું સ્વરૂપ છે. (એમ) ‘કર્મના ઉદયમાં જીવ પરિણમે છે ત્યાં સુધી જ જીવ કર્મનો કર્તા છે. ત્યાં સુધી તો
જીવ રાગનો ને પરનો કર્તા માને છે. આહાહા..! આ મોટી દુકાને બેસતા હોય ત્યારે (ધંધો) નહિ કરતા હોય ? થડે આમ બરાબર બેસે, પાંચ પાંચ હજારની પેદાશ કરે, લ્યો ! કર્મી છોકરા જાગે. કર્મી. કર્મી ! ધર્મી નહિ. કર્મી છોકરા જાગે મોટા, પાંચ પાંચ હજાર પેદા કરે. ધૂળેય નથી સાંભળને ! એ તો જગતના પરમાણુ છે તે આવવાના હોય એ આવે, જવાના હોય એ જાય. ઈ તારી બુદ્ધિને લઈને આવ્યા છે એમ નથી). આહા..હા...! એનો તું કર્તા થા છો, મારી હોશિયારીથી એ પૈસા આવ્યા. મૂઢ છો ! ભલે બહાર(માં) મોટો પંડિત કહેવાતો હોય.
મુમુક્ષુ :- હોશિયારને તો નોકરીએ રાખે.
ઉત્તર :- નોકરીએ રાખે, ઈ એના પુણ્ય હોય તે પ્રમાણે આવ્યા વિના રહે નહિ. ઘણા બુદ્ધિના બારદાન જોયા છે ને અમે. બારદાન સમજાણું ? ખાલી ! પાંચ પાચ હજાર પેદા કરે, દસ દસ હજાર પેદા કરે. ઘણા જોયા છે ને ! (સંવત) ૧૯૬૪-૬૫ની વાત હશે, ૬૫-૬૬ ! અમારી પાલેજમાં દુકાન હતી ને ! માલ લેવા ગયેલા (ત્યાં) એક ખોજો જડ જેવો હતો. (સંવત) ૧૯૬૫-૬૬ની વાત છે. પચાસ હજાર તે દિ પેદા કરતો. પચાસ હજાર વર્ષના ! અત્યારને હિસાબે એના પચીસગુણા ગણો. એમાં બુદ્ધો (–બુદ્ધિ) શું કામ આવે ? બુદ્ધિના ખાં હોય (એન) બે હજાર પેદા કરવા પરસેવા ઉતરે અને બુદ્ધિના બારદાન હોય ઈ લાખો પેદા કરે. એની સાથે – પરની સાથે શું સંબંધ છે ? બાપુ ! તને ખબર નથી. આહા..હા...!
ઈ અહીં કહે છે. ઉદયનો જ્ઞાતાદૃષ્ટા થઈને જોયું ? ધર્મી થતાં, આત્માનું જ્ઞાન થતાં જે કાંઈ રાગ-દ્વેષાદિ આવે તેને જ્ઞાતા-દ્રષ્ટા એટલે જાણનાર-દેખનાર રહે. પરના નિમિત્તથી માત્ર અસ્થિરતારૂપે પરિણમે ત્યારે કર્તા નથી...... આ.હા..હા...! ઈ રાગની અસ્થિરતા ધર્મી જીવને – ધર્મનું, આત્માનું ભાન છે એને) આવે છતાં તેનો એ કર્તા નથી. આહાહા...! છે ? “કર્તા નથી, જ્ઞાતા જ છે. જાણનાર જ છે. ધર્મી તો જ્ઞાતા (છે). આંખ જેમ જાણવાનું કામ કરે. આંખ કોઈ ખાડો પૂરે અને ખાડો કરે, એવું આંખ કરે ? આમ. આમ કરે ? ધૂળ કાઢવી (એવું કરે) ? એમ ભગવાન આત્મા જ્ઞાનસ્વરૂપ છે ઈ કરે શું કો'કનું ? આ..હા....! એ તો જાણવા-દેખવાનું કામ પોતામાં પોતાથી કરે. આહા..હા...!