________________
ગાથા૧૭૩ થી ૧૭૬
૩૫૧
પરંતુ આ બંધ અલ્પ હોવાથી તેને સામાન્ય સંસારની અપેક્ષાએ બંધમાં ગણવામાં આવતો નથી. આહાહા..! “સમ્યગ્દષ્ટિ ચારિત્રમોહના ઉદયમાં...” ધર્મી છે કે જેને) આત્માનું જ્ઞાન થાય છે ત્યારે તેને જરી રાગ આવે છે, છતાં તે, તે રાગમાં) “સ્વામિત્વભાવે તો જોડાતો જ નથી....” એ રાગ – વિકલ્પ છે ઈ મારો છે એ રીતે રાગમાં જોડાતો નથી. અસ્થિરતાથી જોડાય છે પણ મારો છે એવા સ્વામિપણે જોડાતો નથી. આહાહા...! આ કઈ જાતનો ઉપદેશ? કઈ જાતની આ વાત? બાપા ! આ તો જુદી છે, દુનિયાથી જુદી છે, બાપા ! આખી દુનિયાને જાણીએ છીએ ને ! આહા..હા...! ધર્મની રીત અને ધર્મથી વિરૂદ્ધ શું છે એ વાતું જ કોઈ અલૌકિક છે, બાપુ ! લોકને બિચારાને પડી છે ક્યાં? વેપારમાં ચડે ને બે-પાંચ-પચાસ હજાર, લાખ-બે લાખ મળે એટલે જાણે કે આહાહા...! નોકરીમાં પાંચ હજારનો પગાર (હોય) ને એમાં દસ હજારનો થઈ જાય તો કહે), લાપસી માંડો ! શું ધૂળમાં છે હવે ? આહા..હા....! એકલા પાપ છે, બાપા !
પ્રભુ અંદર સચ્ચિદાનંદ નિર્મળ આત્મા સ્વભાવે સ્ફટિક જેવો પડ્યો છે. જેમ નિર્મળ સ્ફટિક તેમ પ્રભુ નિર્મળ અંદર છે. પણ જેમ એ સ્ફટિકને લાલ ને પીળા ફૂલ હોય છે તેથી અંદર લાલ, પીળી ઝાંય દેખાય, એમ પ્રભુ આત્મામાં પૂર્વના કર્મના નિમિત્તમાં જોડાતા અંદર રાગ ને દ્વેષની ઝાંય દેખાય, પણ એ રાગ-દ્વેષના સ્વામિપણે ધર્મી ન થાય. આહાહા...! અજ્ઞાની તો જ્યાં હોય ત્યાં મેં કર્યું, મેં કર્યું, મેં કર્યું, મેં કર્યું માને છે).
મુમુક્ષુ :- કોણે કર્યું ?
ઉત્તર – કરે કોણ ? ઈ વસ્તુ નથી એની ? એની દશા એના જડથી, એનાથી થાય છે. બીજો આત્મા અને બીજા પરમાણુ છે એની પર્યાય – અવસ્થા એનાથી થાય. આહા...હા...! કીધું ને ? બાપુ ! આકરું પડે. આ હાથ જુઓને આમ ચાલે છે આ, ઈ પરમાણુ છે કે નહિ ? જડ છે કે નહિ આ ? અજીવતત્ત્વ છે કે નહિ ? એમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ ભર્યા છે કે નહિ ? એની અવસ્થા આમ થવાની અવસ્થા એને લઈને થાય છે, આત્માને લઈને નહિ. આકરી વાતું છે. દુનિયાથી જુદી જાત છે. પ્રત્યક્ષમાં તો જ્યારે પક્ષઘાત થાય ત્યારે ખબર નથી પડતી ? ઘણી પ્રેરણા કરે પણ એની જડની અવસ્થા થવાની ન હોય ઈ પરથી થાય એ ત્રણકાળમાં ન થાય. આહા...હા!
લાભુભાઈ બિચારા પડ્યા છે અત્યારે, ‘વડોદરામાં ! ૬૮ વર્ષની ઉંમર. ૩૫ વર્ષથી તો બ્રહ્મચર્ય છે. ૩૩ વર્ષની ઉંમરે બ્રહ્મચર્ય લીધું. કોણ જાણે શું થયું, ચાલતા ચકરી આવી ગઈ. બેશુદ્ધ છે. અંદર સ્થિતિ બેશુદ્ધ છે. વડોદરા ! અહીં રહેતા ને અહીં બેસતા. આહા...હા...! ૩૩ વર્ષની ઉંમરે જાવજીવનું બ્રહ્મચર્ય લીધું. એક દીકરો અને એક દીકરી થઈ. અમારી પાસે (સંવત) ૨૦૦૦ની સાલમાં “રાજકોટમાં પ્રતિજ્ઞા લીધી). એનો બાપ વિરોધમાં, છતાં પોતે ૩૩ વર્ષની ઉંમરે જાવજીવ બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લીધી). ૩૫ વર્ષ એને થયા અને ૩૩