________________
ગાથા–૧૭૩ થી ૧૭૬
૩૪૯ સત્તામાં રહેલું દ્રવ્ય ઉદયમાં આવ્યા વિના” કહે છે કે, ભલે નિર્મળતા એકલી બહાર આવી નહિ પણ નિર્મળતા થઈ છે તેમાં મલિનતાનો અંશ, સત્તામાં કર્મનો અંશ પડ્યો છે પણ એ સત્તામાં પડ્યો છે ઈ બહાર આવ્યા વિના આત્માને મલિનતા થાય નહિ. આહા....! *ઉપશમમાં–સત્તામાં–જ હોવાથી સત્તામાં રહેલું દ્રવ્ય.' (અર્થાત) જડ કર્મ ‘ઉદયમાં આવ્યા વિના તે પ્રકારના બંધનું કારણ થતું નથી; અને ક્ષાયોપથમિક સમ્યગ્દષ્ટિને પણ...” ત્રણે લીધા. “સમ્યત્વમોહનીય સિવાયની....સમકિત મોહનીય છે. જરીક અંદર સૂક્ષ્મપણે છે). છ પ્રકૃતિઓ વિપાક-ઉદયમાં આવતી નથી તેથી તે પ્રકારનો બંધ થતો નથી). આહાહા.... આટલામાં કેટલું નાખ્યું છે, લ્યો ! પંડિતજી અર્થ કરે છે, હોં ! હેમરાજજી પંડિત” એણે મૂક્યું. મૂળ પાઠ છે કુંદકુંદાચાર્યદેવનો શ્લોક છે અને “અમૃતચંદ્રાચાર્યદેવની ટીકા છે અને આ અર્થ પંડિતજીનો છે. આહા..!
આત્મા એટલે શું કંઈ ખબર નથી. આત્મા એટલે આ બીજાનું કાંઈક કરે ને કરી ત્યે, હાલે ને ચાલે ને આ ને તે... અરે...! પ્રભુ આત્મા શું ? બાપુ ! તને ખબર નથી. અનંત કાળ થયો. ચોરાશીના અવતારમાં) સાધુ પણ અનંત વાર થયો, હજારો રાણી છોડીને મુનિ થયો પણ રાગથી ભિન્ન આત્મજ્ઞાન કર્યા વિના એના પરિભ્રમણ મટ્યા નહિ. આહાહા.... એ આવે છે ને ? છ ઢાળામાં આવે છે. “મુનિવ્રત ધાર અનંત ઐર રૈવેયક ઊપજાયો” છ ઢાળામાં આવે છે, “છ ઢાળા’ ! “મુનિવ્રત ધાર અનંત ઐર રૈવેયક ઊપજાયો પણ આતમજ્ઞાન બિન લેશ સુખ ન પાયો આ...હા...! પણ ભગવાન આત્મા! આ...હા...હા....! એ દયા, દાન, વ્રતના વિકલ્પથી પણ ભિન્ન અંદર છે એવા અતીન્દ્રિય આનંદનો સ્વાદ ન આવ્યો અને પંચ મહાવ્રતાદિ અનંતવાર પાળ્યા પણ એમાં કાંઈ ભવ ઘટયો નહિ. આહા...હા...! આવી ચીજ છે.
અવિરતસમ્યગ્દષ્ટિ વગેરેને જે.” ત્યારે કહે કે, સમ્યગ્દર્શન, આત્માનું ભાન થયું છતાં એને હજી “ચારિત્રમોહનો ઉદય વર્તે છે. અસ્થિરતાનો ઉદય વર્તે છે. સમ્યગ્દર્શન થયા છતાં હજી પૂર્ણ અંદર સ્વરૂપમાં ઠરતો નથી. ચરવું – ચારિત્ર એટલે ચરવું, ચરવું એટલે રમવું. આનંદસ્વરૂપ ભગવાનનું ભાન થઈ અને ઓળખાણ થઈને પછી એમાં રમવું એનું નામ ચારિત્ર. ચારિત્ર કોઈ ક્રિયાકાંડ ને પંચ મહાવ્રત ને નગ્નપણું એ કોઈ ચારિત્ર નથી. આહાહા...! આત્મા અતીન્દ્રિય આનંદની મૂર્તિનું જ્ઞાન થઈ ‘આ વસ્તુ છે એમ ભાન થયું પછી એમાં ઠરે એનું નામ ચારિત્ર કહેવાય છે. એ વખતે જે ચારિત્રમોહનો) જ્યાં સુધી ઉદય વર્તે છે (એટલે કે) સ્થિરતા નથી તેમાં જે પ્રકારે જીવ જોડાય....' સમ્યગ્દર્શન છે, આત્મજ્ઞાન છે પણ પૂર્વનું) ચારિત્રમોહનીયનું કર્મ પડ્યું છે એ ઉદયમાં આવે છે, પ્રગટ થાય છે ત્યારે જે પ્રકારે જોડાય તેને નવો બંધ થાય. જોડાય છે તે પ્રકારે તેને નવો બંધ થાય છે. પૂર્વનો ઉદય) આવ્યો માટે એનાથી જ એને વિકાર થાય એમ નહિ. જેટલો