________________
૩૪૬
સમયસાર સિદ્ધિ-૬
ચીજ છે એવડી ચીજનું જેને અંત૨માં જ્ઞાન થઈને પ્રતીતિ, શ્રદ્ધા થઈ તેને અનંતા ગુણ જેટલી સંખ્યામાં છે એ બધા ગુણોનો એક અંશ શક્તિમાંથી વ્યક્તતા આવે છે. આ..હા...હા...! ભાષા ફેર, ભાવ ફેર. કહો ! સમજાણું કાંઈ ?
ચોથે ગુણસ્થાને યોગના અંશનો ક્ષય થાય છે (એમ) કહે છે. પૂરો યોગ ભલે ચૌદમે (ગુણસ્થાને) થાય. ગુણસ્થાન ચૌદ છે તે. આ..હા...! પણ અહીં પણ તેને સંબંધી અવિરતિ અને યોગભાવનો પણ ક્ષય થઈ ગયો હોય છે...' આ..હા..હા...! ભગવાન પૂર્ણાનંદ પ્રભુ ! જ્ઞાનાનંદ સચ્ચિદાનંદ સ્વરૂપ ! એનું શુદ્ધ ચૈતન્યઘન અનાદિથી છે પણ એના ભાન વિના શરીર મારું, શરીરની ક્રિયા હું કરું ને કો'કનું ભલું કરી દઉં ને કો'કનું ભૂંડું કરી દઉં ને એવો જે મિથ્યાત્વ ભાવ... આ..હા..હા...! એવો જે સ્વભાવથી વિપરીત ભાવ એવા મિથ્યાત્વની સાથે રહેલા રાગ-દ્વેષ, એને લઈને ઈ ચા૨ ગતિમાં ચોરાશીના અવતારમાં રખડે છે. આ..હા...! એને રખડવાનું ક્યારે ટળે ? કે, જેમાં તે ભાવ, વિકાર ને વિકારનું ફળ જે અંદર સ્વરૂપમાં નથી, એવો જે સચ્ચિદાનંદ પ્રભુ આત્મા ! એનું અવલંબન લેતા જે કંઈ અંદર અજ્ઞાન ને રાગ-દ્વેષ ને તે પ્રકારનો કષાય ટળે છે એ ટાણે તેને લગતા અવિરતિ ને યોગભાવનો અંશ પણ ટળે છે. આહા..હા...! અજાણ્યા નવી ભાષા(વાળાને) તો તદ્દન નવું લાગે. અહીં તો ચુમ્માલીસ વર્ષથી (આ) ચાલે છે. આ..હા...! આ તો અંતરની વાતું છે, બાપુ ! બહારની વાતું અત્યારે અહીં ક્યાંય છે જ નહિ. બહારની વાતું બધે છે.
આ અંતર પ્રભુ કોણ છે ? આ (શરી૨ દેખાય એ) તો માટી છે. એની આ બધી દશાઓ થાય છે એ પણ એ માટીને લઈને (થાય છે), આત્માને લઈને નહિ. આહા...હા...! આ હાલવું-ચાલવું, બોલવું બધી જડની પર્યાય અવસ્થા છે, આત્માથી નહિ. કેમ બેસે ? આખો દિ' હું કરું, હું કરું... આ મેં કર્યું, મેં આને કરી દીધું ને મેં આનું કર્યું.. નરસિંહ મહેતા' પણ કહે છે ને ! વૈષ્ણવમાં થયા ઈ ! હું કરું, હું કરું એ જ અજ્ઞાન છે, શકટનો ભાર જેમ શ્વાન તાણે’ ગાડા હેઠે કૂતરું (હોય) એને ઠુંઠું અડે (તો ઈ એમ માને કે), ગાડું મારાથી ચાલે છે ! એમ અજ્ઞાની દુકાનને થડે કે ઘરે જઈને બેઠો હોય ત્યાં (એમ માને કે), આ બધા ઘરના, દુકાનના કામ મારાથી થાય છે, એ બાયડી મારી ને છોકરા મારા, મેં એને પરણાવ્યા ને મેં એને ઠેકાણે નાખ્યા ને મેં એને ૨ળવાને રસ્તે દોરી દીધા.. આવું જે અજ્ઞાન ને મિથ્યાત્વ ભાવ... આહા..હા...! એ ચા૨ (ગતિમાં રખડાવનારો ભાવ છે). મુમુક્ષુ :– બધુંય અજ્ઞાન ?
ઉત્તર :– બધું મિથ્યા છે. ‘સુમનભાઈ’ને એણે ભણાવ્યો હતો. પાંત્રીસ હજાર રૂપિયા ખર્ચીને ભણાવ્યો ! અને અત્યારે આઠ હજારનો એમના દીકરાને પગાર છે. મુંબઈ' !
–
મુમુક્ષુ :– એનાથી શું વળ્યું ?
ઉત્તર :- ધૂળ ! ડાળિયા શા ? છોકરા કોના ? પૈસા કોના ? વાતું કોની ? શું છે