________________
૩૪૪
સમયસાર સિદ્ધિ-૬
થઈને પ્રતીતિ થઈ કે જે પ્રતીતિને કાળે મિથ્યાત્વ સંબંધીનો તો ક્ષય થયો, અનંતાનુબંધી કષાયનો પણ નાશ થયો (તથા) (તે સંબંધી અવિરતિ...)” આહા..હા...! એ સંબંધી જે અવિરતિ એટલે એ મિથ્યાત્વ ને અનંતાનુબંધીને લગતી જે અવિરિત. આહા..હા...! બધી ભાષા ઝીણી કરી.
‘(અવિરતિ અને યોગભાવનો...)' શું કહે છે ? આત્મામાં એક અજોગ એવો સ્વભાવ છે. (આત્મ) પ્રદેશમાં આ કંપન થાય છે એ તો વિકાર છે. અંતર સ્વરૂપમાં એક અજોગ નામનો (સ્વભાવ છે). જેમ આત્મામાં જ્ઞાન, આનંદાદિ, શાંતિ આદિ સ્વભાવ છે તેમ એક અજોગ નામનો એનો ગુણ – સ્વભાવ છે. એ અજોગ નામના ગુણનું પણ પરિણમન થાય છે). આહા..હા...! ‘(યોગભાવનો પણ ક્ષય થઈ...” એક અંશે પણ એ અજોગભાવનો અંશ પ્રગટ થાય છે. એટલે કંપનભાવનો એટલો એને નાશ થાય છે. બધી ભાષા જુદી જાત છે. ચોથે ગુણસ્થાને, હોં !
આત્મા હજી તો પાંચમુ, છઠ્ઠું ને કેવળજ્ઞાન, પરમાત્મા થાય એ તો તેરમું (ગુણસ્થાન) જુદું. મેડીએ ચડવામાં જેમ દાદરાનાં પગથિયાં હોય છે એમ ગુણધારાના ચૌદ પગથિયા હોય છે. એ માહ્યલું ચોથા ગુણસ્થાનની ધારાની વાત અત્યારે ચાલે છે. આ..હા...! એ ચોથા ગુણસ્થાનની ધારામાં ક્ષાયિક દશા જ્યાં થઈ, ભલે ગૃહસ્થાશ્રમમાં હો, પણ અંતરમાં એ સ્વામીપણું એને રાગનું અને રાજનું ઊડી ગયું છે. રાજ હોય મોટું ચક્રવર્તીનું તોપણ સ્વામીપણું જેને અંત૨માંથી ઊડી ગયું છે. આહા..હા...!
અંતરમાં ભગવાન અંતર આનંદનું દળ છે, આનંદનું દળ ! આ..હા..હા...! અતીન્દ્રિય આનંદનું દળ પિંડ પ્રભુ આત્મા છે. આહા..હા....! એવું જ્યાં અંતરની દૃષ્ટિ ને સન્મુખ થઈને ભાન થયું તો કહે છે કે, મિથ્યાત્વ ને અનંતાનુબંધી તો ગયા પણ એને લગતી અવિરતિનો અંશ પણ ગયો અને એને લગતા યોગના કંપનના અંશનો પણ એટલો અભાવ થયો. કેમ ? કે, સમ્યગ્દર્શન એટલે ‘સર્વ ગુણાંશ તે સમિકત’. જે આત્મા પ્રભુ છે,... આ તો હાડકાં, દેહ જડ માટી છે, આ કાંઈ આત્મા નથી, આ તો માટી, ધૂળ છે. આ વાણી ધૂળ જડ છે. અંદર એક કર્મ છે, પૂર્વે પુણ્ય-પાપ, શુભ-અશુભ ભાવ કરેલા હોય (એવા) પુણ્ય, પાપ. આ પુણ્યના ઉદયને લઈને બે-પાંચ લાખ પૈસા (–રૂપિયા) મળે ને ? બુદ્ધિ વિનાના હોય પણ છતાં કરોડો પૈસા પેદા કરે. ઈ પૂર્વના પુણ્યને કારણે છે. ઈં એક જડકર્મ છે. એ જડથી પણ પ્રભુ તો અંદર જુદો છે. આહા..હા....! એમાં દયા, દાન ને વ્રતના પરિણામ ને કામ, ક્રોધના પરિણામથી પણ એ જુદો છે. એવું જુદાનું ભાન થયું તો એમાં જેટલા ગુણો છે એની એક અંશે શક્તિઓની વ્યક્તતા થઈ. એ એમ કહે છે કે, તે કાળે યોગનો અંશ પણ ગયો અને અજોગનો અંશ પણ વ્યક્ત પ્રગટ થયો. આહા..હા...! સમજાય છે કાંઈ ?