________________
ગાથા-૧૭૩ થી ૧૭૬
૩૪૩ બહુ જુદી જાતનો (છે), બાપુ ! ધર્મ કોઈ એવી ચીજ છે (કે) અનંતકાળમાં એણે કરી નથી). ચોરાશીના અવતાર અનંતકાળથી કરે છે. કેમકે એ તો અનાદિ આત્મા છે, એ કંઈ નવો નથી, તેમ કૃત્રિમ નથી, કોઈએ કરેલો નથી, એ તો છે વસ્તુ. અનાદિની ચીજ છે એની ખબરુ વિના ચોરાશીના અવતારમાં રખડે છે એનું રખડવાનું બંધ કયારે થાય ? કે, આત્મા પરિપૂર્ણ પરમાત્મસ્વરૂપ છું અને એ પુણ્ય ને શુભ-અશુભ જે દયા, દાન, વ્રતના પરિણામ (થાય) એ પણ મારી ચીજ નહિ.. આ.હા..હા...! એવું જ્યાં અંતર ભાન થાય ત્યારે તેને તે પ્રકારના આસવો એટલે મિથ્યાશ્રદ્ધા અને તેની સાથમાં રહેલા રાગ-દ્વેષ, એવા પરિણામ અને હોતા નથી. અરે..! અજાણ્યાને એક એક ભાષા અજાણી લાગે.
અને મિથ્યાત્વ તેમ જ અનંતાનુબંધી કષાય સંબંધી બંધ પણ થતો નથી. કેમકે એ ભાવ નથી તો પછી નવો બંધ પણ એને લઈને થતો નથી. આહા....! જરીક ઝીણી વાત છે, ભાઈ ! ગમે તેટલી વાત એને સહેલી કરીને મૂકે પણ એની મર્યાદામાં સહેલી થાય ને ? આ..હા...! હવે આ જરી ઝીણું આવ્યું છે આ.
‘(ક્ષાયિક સમ્યગ્દષ્ટિને) સમ્યગ્દર્શન તો થયું છે પણ ક્ષાયિક એટલે કે જે હવે નાશ ન થાય અને કેવળજ્ઞાન, પરમાત્મપદને પ્રાપ્ત કરે ત્યાં સુધી ક્ષાયિક ભેગું રહે એવું એ ક્ષાયિક સમ્યગ્દર્શન. પૂર્ણાનંદનો નાથ પ્રભુ ! એનો અનુભવ થઈને એના જ્ઞાનમાં, વર્તમાન જ્ઞાનમાં એ પૂર્ણ સ્વરૂપનું જ્ઞાન થઈને, આ પૂર્ણ સ્વરૂપ આવું છે એવી જે પ્રતીતિ જ્ઞાનમાં શેય થઈને આત્માને પ્રતીતિ થાય અને તે પ્રતીતિ ક્ષાયિક થાય કે જે થઈ તે જાય નહિ. આહાહા..!
એવા “ક્ષાયિક સમ્યગ્દષ્ટિને સત્તામાંથી મિથ્યાત્વનો ક્ષય થતી વખતે...” આહા...હા...! અધિકાર એ જાતનો આવ્યો છે, બાપુ ! શું થાય ? આ..હા...! અંતર સ્વરૂપ ભગવાન સચ્ચિદાનંદ નિર્મળાનંદ પ્રભુ ! અતીન્દ્રિય આનંદ ને અતીન્દ્રિય જ્ઞાન ને અતીન્દ્રિય શાંતિનો સાગર છે ઈ ! વસ્તુ છે, આત્મા પદાર્થ છે. એમાં અનંત અનંત શાંતિ ને અનંત આનંદ, અતીન્દ્રિય આનંદ અનંત અનંત (ભર્યો છે). એવી અનંત અનંત શક્તિઓનો એ સાગર છે ! એવું જેને અંતરમાં સન્મુખ થઈને, પરથી વિમુખ થઈને એવી દૃષ્ટિ પ્રગટ થઈ કે જે ક્ષાયિક એટલે તેને વિઘ્ન કરનાર રાગ, મિથ્યાત્વાદિનો અંશ રહ્યો નહિ. એવું ‘(ક્ષાયિક સમ્યગ્દષ્ટિને સત્તામાંથી)” આહા...હા...! (મિથ્યાત્વનો...) વિપરીત શ્રદ્ધાનો ‘(ક્ષય થતી વખતે જ અનંતાનુબંધી કષાયનો) આહાહા..! એ અનંત સંસારનું કારણ એવા રાગ-દ્વેષનો પણ એને અભાવ છે. તે સંબંધી અવિરતિ)” આ...હા...હા...! હજી શબ્દોય ન આવડતા હોય ત્યાં (આ સમજાય કેવી રીતે ?)
આ તો અધ્યાત્મશાસ્ત્ર છે, આ કાંઈ લૌકિક વાત નથી. ભાષા જ અધ્યાત્મ છે. આત્મા અંદર આનંદનો નાથ પ્રભુ ! અતીન્દ્રિય આનંદનો સાગર છે. એનું એવું અંતરમાં ભાન