________________
ગાથા૧૭૩ થી ૧૭૬
૩૪૫
આ.હા...હા...! “યોગભાવનો પણ ક્ષય થઈ ગયો હોય છે)' ક્ષાયિક સમકિત લીધું છે ને ? ક્ષયોપશમ (સમકિતમાં) પણ અંશે હોય છે પણ આ તો ક્ષાયિક (સમકિત) લીધું. આહાહા...! જેનું મૂળ તોડી નાખ્યું આખું ! ફરીને ઊગે નહિ. એવી આત્માના આનંદના સ્વરૂપની, જ્ઞાનમાં વસ્તુને શેય બનાવીને વર્તમાન જ્ઞાનની દશામાં આખા તત્ત્વને શેય બનાવીને જે અંતરમાં એ જ્ઞાન થઈને પ્રતીતિ થઈ એ પ્રતીતિ અહીંયાં ક્ષાયિક કરવામાં આવી છે. એ ક્ષાયિક પ્રતીતિમાં વિપરીત માન્યતા અને એની સાથે રહેલા રાગ-દ્વેષ, એનો તો એને અભાવ છે, પણ તેને લગતો અવિરતિ ભાવ જે છે એ પણ નાશ થાય છે અને તેમાં યોગના કંપનનો ભાવ જે છે એક અંશે એનો પણ નાશ થાય છે અને અજોગનો એક અંશ પ્રગટ થાય છે. આહા..હા..!
હજી ગૃહસ્થાશ્રમમાં હો, સાધુ ચીજ તો અલૌકિક, બીજી ચીજ છે ! શ્રાવક પણ કોઈ અલૌકિક છે ! શ્રાવક એટલે આ વાડાના શ્રાવક છે એ કંઈ (શ્રાવક નથી). અંદરમાં આત્મઅનુભવ થઈ અને સ્વરૂપમાં લીનતાનો, આનંદનો અંશ વધે ત્યારે તેને શ્રાવક કહેવામાં આવે અને એમાંથી વિશેષ અતીન્દ્રિય આનંદનું (વેદન આવે), પ્રચુર અતીન્દ્રિય આનંદનો અંદરથી ઊભરો આવે, આનંદનું પ્રચુર સ્વસંવેદન (આ), એને સાધુ કહેવામાં આવે છે. અર.૨.૨...! “સાધતે ઇતિ સાધુ ! જે અનંત સ્વભાવ છે તેને સાધે છે, ગુણ અનંત છે તેને સાધે માટે સાધુ. આહાહા...એ સાધુને પણ તેટલા પ્રકારનું ક્ષાયિક સમકિત સહિત સાધુપણું હોય છે, તો એને મિથ્યાત્વ અને બીજા બે કષાય પણ નથી અને અહીં તો ચોથે ગુણસ્થાનથી પણ તેને લાયક અવિરતિ અને તેને લાયક યોગનો અંશ નાશ થઈ ગયો છે. આહાહા...! એમ કહીને એમ કહેવા માગે છે કે, પ્રભુ ! અનંત અનંત ગુણનું ગોદામ આત્મા છે. બાપુ ! આત્મા અનંત ગુણનું ગોદામ, બાપુ ! એણે કે દિ સાંભળ્યો છે ? આ..હા..હા...!
અનંત જેની સંખ્યાનો પાર ન મળે. અનંત... અનંત... અનંત... અનંત. અનંત.. અનંત.. અનંત.... એને અનંતા ગુણાકાર કર્યા જ કરો તોપણ એ છેલ્લે અનંતનો છેલ્લો અનંત આવે નહિ એટલા બધા એક એક આત્મામાં ગુણ ભર્યા છે. આહા..હા..! એ બધાય ગુણો ક્ષાયિક સમકિત થતાં બધા ગુણોનો એક અંશ પ્રગટરૂપે અનુભવમાં વ્યક્તરૂપે આવે છે. આહા...હા...! સમજાય છે કાંઈ ?
અહીં તો હવે આપણે આ ઓગણીસમી વાર ચાલે છે. આ “સમયસાર તો પહેલેથી અક્ષરેઅક્ષર અઢાર વાર તો પૂરું થઈ ગયું છે. આ તો ઓગણીસમી વાર ચાલે છે. આ..હા...! ઝીણી વાતું બહુ, બાપુ ! દેહથી તો ભિન્ન પ્રભુ (છે) પણ અંદર દયા, દાન, વ્રત ને તપનો વિકલ્પ, રાગ ઊઠે છે એનાથી પ્રભુ અંદર ભિન્ન છે. આ.હાહા...! એવો પ્રભુ ચૈતન્ય ભગવાન ! સત્ ચિદાનંદ સત્ છે અને ચિત્ જ્ઞાનાનંદ છે એવું અંતરમાં જેવી ચીજ, જેવડી