________________
૩૪૨
સમયસાર સિદ્ધિ-૬ છે એટલે બંધના કારણ છે. એ બંધના કારણનો (જેને અભાવ થયો છે એવો) સમ્યગ્દષ્ટિ (અર્થાત્ જેને સ્વરૂપની અંતરદૃષ્ટિ થઈ છે, શુદ્ધ ચૈતન્ય આનંદકંદ પ્રભુ, એની સત્ય દૃષ્ટિ થઈ છે અને તે ચૈતન્યસ્વરૂપ પવિત્ર છે. તેનો અહીંયાં અનુભવ (થયો છે), એને શુદ્ધ ચૈતન્યને અનુસરીને જે આનંદનું વેદન આવવું જોઈએ તે વેદન થઈને અનુભવ થયો હોય તેને સમ્યગ્દષ્ટિ કહેવામાં આવે છે. આ સમ્યગ્દષ્ટિની વ્યાખ્યા ! આહાહા..! બાકી આ પુણ્ય અને પાપના ભાવ (થાય) એ મારું કર્તવ્ય છે એમ જે માને છે એ તો મિથ્યાષ્ટિ, અજ્ઞાની મૂઢ છે. અનાદિનો ચાર ગતિમાં ચોરાશીના અવતારમાં રખડે છે. આહાહા.! ઈ પરવસ્તુનો કર્તા થાય છે અને પોતામાં થતાં વિકારના પરિણામનો રચનારો, કરનારો, બનનારો, સ્વામી થાય છે ત્યાં સુધી તે મિથ્યાષ્ટિ, અજ્ઞાની, મૂઠ છે. આહાહા..! આવું સ્વરૂપ આકરું !
જ્યારે આ ભગવાન આત્મા વસ્તુ છે ને ? પદાર્થ છે, તત્ત્વ છે, સચ્ચિદાનંદ પ્રભુ છે. એનો જેને પુણ્ય અને પાપના ભાવથી જુદું છે ઈ તત્ત્વ એમ અંદર ભાન થાય ત્યારે તે સમ્યગ્દષ્ટિ થાય અને ત્યારે તેને અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે ત્યારે તે સુખને પંથે પડ્યો છે એમ કહેવાય. અને એનું જ્યાં ભાન નથી અને પુણ્ય ને શુભ-અશુભ ભાવનો કર્તા થઈને મિથ્યાત્વભાવથી ત્યાં રોકાયેલો છે એ દુઃખને પંથે છે. આ..હા...! આવી વાતું છે, બાપુ ! જગતથી જુદી બહુ. આહા...!
એ “સમ્યગ્દષ્ટિને મિથ્યાત્વનો...” એટલે વિપરીત માન્યતાનો એટલે કે પરનું કરી શકું, પરનું ભલું-ભૂંડું કરી શકું, પુણ્ય-પાપના ભાવ એ મારા, વિકાર છે એ ત્રિકાળી સ્વભાવથી | ભિન્ન છે છતાં એ વિકાર પરિણામ મારા છે) એવી માન્યતાવાળાને અહીંયાં મિથ્યાત્વ કહે છે. મિથ્યાશ્રદ્ધા (કહે છે). આહાહા..! અને “અનંતાનુબંધી કષાય.” એ મિથ્યાત્વની સાથે અનંત સંસારના કારણ, રખડવાના એવા રાગ-દ્વેષ એને અહીંયાં અનંત અનંતાનુબંધી (કહે છે). અનંત એટલે મિથ્યાત્વની સાથે રહેલા કષાયો, રાગ ને દ્વેષ, તેને અહીંયાં અનંતાનુબંધી કષાય કહે છે. ઝીણી વાત છે, બાપુ ! ધર્મ કોઈ બીજી ચીજ છે. આ..હા...હા!
એ “સમ્યગ્દષ્ટિને મિથ્યાત્વનો અને અનંતાનુબંધી કષાયનો ઉદય નહિ હોવાથી..” એને મિથ્યાત્વ ભાવ પણ નથી અને મિથ્યાત્વ સાથે અનંત સંસારનું કારણ જે કષાય, એ પણ તેને નથી. આ ઝીણી વાત છે બહુ, બાપુ ! આ...હા...હા....! તેને તે પ્રકારના ભાવાસવો તો થતા જ નથી. સમ્યગ્દષ્ટિને મિથ્યાશ્રદ્ધા અને મિથ્યાત્વની સાથે રહેલા અનંત સંસારના કારણરૂપ રાગ-દ્વેષ એ ધર્મની દૃષ્ટિ અને આત્મા-દૃષ્ટિ થયો, આત્મજ્ઞાન થયું ત્યારે એ ભાવ તો એને હોતા નથી. આહા..હા..!
તેને તે પ્રકારના ભાવાસવો...” એટલે પુણ્ય ને પાપના ને મિથ્યાત્વ ભાવ, તેને તે પ્રકારના મિથ્યાશ્રદ્ધા અને અનંત સંસારના કારણના ભાવાસવ એટલે જે પરિણામથી નવા બંધન થાય તેવા “ભાવાસવો તો થતા જ નથી. આહા..હા..! સમજાય છે કાંઈ ? માર્ગ