________________
સમયસાર સિદ્ધિ-૬
આ...હા..હા...! ટીકા :- જેમ પ્રથમ તો તત્કાળની પરણેલી બાળ સ્ત્રી અનુપભોગ્ય છે...’ પરણ્યો હોય પણ છોડી દસ વર્ષની કે અગિયાર વર્ષની કે આઠ વર્ષની હોય તે અણભોગ્ય છે. પરંતુ યૌવનને પામેલી એવી...' એ જ્યારે યુવાન થાય તે પહેલાંની પરણેલી સ્ત્રી યૌવન-અવસ્થામાં ઉપભોગ્ય થાય છે...' દૃષ્ટાંત (કહે છે). અને જે રીતે ઉપભોગ્ય થાય...' જે રીતે વર્તમાનમાં ઉપભોગ્ય થાય તે અનુસારે, પુરુષના રાગભાવને લીધે જ, પુરુષને બંધન કરે છે–’ આ..હા..હા...! વશ કરે છે.” આ દૃષ્ટાંત.
તેવી રીતે જેઓ પ્રથમ તો સંસાર-અવસ્થામાં અનુપભોગ્ય છે...’ ધર્મીને સત્તામાં પડેલા કર્મો એ કંઈ ભોગ્ય નથી, પડ્યા છે. આ..હા...! સત્તા-અવસ્થામાં અનુપભોગ્ય છે પરંતુ વિપાક-અવસ્થામાં ઉપભોગયોગ્ય થાય છે..’ એ કર્મનો ઉદય જ્યારે વિપાક આવે ત્યારે તે ઉપભોગ થાય છે. આ..હા...! એવા પુદ્ગલકર્મરૂપ દ્રવ્યપ્રત્યયો...’ જડકર્મનો ઉદય હોવા છતાં... આહા...હા...! તેઓ ઉપયોગના પ્રયોગ અનુસારે..’ એ જે પ્રમાણે વર્તમાન પુરુષાર્થથી જોડાય તે અનુસારે. આ..હા...! ‘ઉપયોગના પ્રયોગ અનુસારે...’ વર્તમાન ઉપયોગ અનુસાર. કર્મ સત્તા(માં) પડ્યું છે એ કાંઈ નહિ. એનો ઉદય આવે ત્યારે પણ વર્તમાન પુરુષાર્થથી જેટલો જોડાય તેટલું તેને બંધન છે. સમજાણું કાંઈ ? આહા..હા...!
‘કર્મોદયના કાર્યરૂપ જીવભાવના સદ્દભાવને લીધે જ... કર્મના ઉદયના કાર્યમાં જો જીવભાવનો સદ્ભાવ હોય, ભેગું જોડાણ હોય તો બંધન કરે છે.’ શું કહ્યું ઈ ? જ્ઞાનીને સત્તામાં કર્મ પડ્યા હતા એ તો કંઈ ભોગ નથી. ઉદયમાં આવે ત્યારે વર્તમાનમાં જેટલો જે જાતનો પોતાને ઉપયોગ જોડાય તે પ્રમાણે બંધન થાય. હવે, જ્ઞાનીનો ઉપયોગ સમ્યગ્દર્શન સહિતનો છે. આ..હા...! આહા..હા...! છે ?
૩૪૦
‘કર્મોદયના કાર્યરૂપ જીવભાવ...' (એટલે કે) વિકારી ભાવ. એના સદ્ભાવને લીધે જ બંધન કરે. માટે જ્ઞાનીને જો પૂર્વબદ્ધ દ્રવ્યપ્રત્યયો વિદ્યમાન છે,...' ધર્મીને પૂર્વે બંધાયેલા મિથ્યાત્વથી બાંધ્યા હતા તે કર્મો પડ્યા છે તો ભલે હો; તથાપિ તે (જ્ઞાની) તો નિરાસ્રવ જ છે,...' પૂર્વના કર્મની અપેક્ષાએ પણ, તે પડેલા છે એ અપેક્ષાએ નિરાસ્રવ છે. ‘કારણ કે કર્મોદયનું કાર્ય જે રાગદ્વેષમોહરૂપ આસવભાવ તેના અભાવમાં દ્રવ્યપ્રત્યયો બંધનાં કારણ નથી.’ એ કર્મના ઉદયનું કાર્ય વર્તમાન રાગ-દ્વેષ-મોહ થાય તો આસ્રવ (થાય) પણ એ આસવભાવ તેના અભાવમાં દ્રવ્યપ્રત્યયો બંધનાં કારણ નથી.’ ધર્મીને એ (કર્મનો) ઉદય આવે પણ એને રાગ-દ્વેષ થતો જ નથી, કહે છે. એમાં એનું જોડાણ જ નથી. આ..હા..હા...! આ તો સમિકતી છે એના જ્ઞાનનું જોડાણ તો આત્મા સાથે છે. આહા..હા...! સમજાણું કાંઈ ? દ્રવ્યપ્રત્યયો બંધનાં કારણ નથી.' જડ પડેલા કર્મો કોઈ બંધના કારણ નથી. વર્તમાનમાં ઉદય આવે ત્યારે જેટલો પોતે એ બાજુમાં જોડાય તો એને ભાવ થાય.
‘(જેમ પુરુષને રાગભાવ હોય તો જ જુવાની પામેલી સ્ત્રી તેને વશ કરી શકે છે તેમ