________________
ગાથા૧૭૩ થી ૧૭૬
૩૩૯
ત્યારે કર્તા નથી, જ્ઞાતા જ છે. આ અપેક્ષાએ, સમ્યગ્દષ્ટિ થયા પછી ચારિત્રમોહના ઉદયરૂપ પરિણમવા છતાં તેને જ્ઞાની અને અબંધક કહેવામાં આવ્યો છે. જ્યાં સુધી મિથ્યાત્વનો ઉદય છે અને તેમાં જોડાઈને જીવ રાગદ્વેષમોહભાવે પરિણમે છે ત્યાં સુધી જ તેને અજ્ઞાની અને બંધક કહેવામાં આવે છે. જ્ઞાની-અજ્ઞાનીનો અને બંધ-અબંધનો આ વિશેષ જાણવો. વળી શુદ્ધ સ્વરૂપમાં લીન રહેવાના અભ્યાસ દ્વારા કેવળજ્ઞાન પ્રગટવાથી જ્યારે જીવ સાક્ષાતુ સંપૂર્ણજ્ઞાની થાય છે ત્યારે તો તે સર્વથા નિરાસ થઈ જાય છે એમ પહેલાં કહેવાઈ ગયું છે.
ગાથા ૧૭૩ થી ૧૭૬ ઉપર પ્રવચન
ગાથા. ચાર છે ને ગાથા ?
सव्वे पुव्वणिबद्धा दु पच्चया अस्थि सम्मदिहिस्स। उवओगप्पाओगं बंधते कम्मभावेण ।।१७३।। होदूण णिरुवभोज्जा तह बंधदि जह हवंति उवभोज्जा। सत्तट्टविहा भूदा णाणावरणादिभावे हिं ।।१७४।। संता दु णिरुवभोज्जा बाला इत्थी जहेह पुरिसस्स। बंधदि ते उवभोज्जे तरुणी इत्थी जह णरस्स ।।१७५।। एदेण कारणेण दु सम्मादिट्ठी अबंधगो भणिद्री। आसवभावाभावे ण पच्चया बंधगा भणिदा।।१७६।। જે સર્વ પૂર્વનિબદ્ધ પ્રત્યય વર્તતા સુદૃષ્ટિને, ઉપયોગને પ્રાયોગ્ય બંધન કર્મભાવ વડે કરે. ૧૭૩. અણભોગ્ય બની ઉપભોગ્ય જે રીતે થાય તે રીતે બાંધતા, જ્ઞાનાવરણ ઈત્યાદિ કમાં સપ્ત-અષ્ટ પ્રકારનાં. ૧૭૪. સત્તા વિષે તે નિરુપભોગ્ય જ, બાળ સ્ત્રી જ્યમ પુરુષને; ઉપભોગ્ય બનતાં તેહ બાંધે, યુવતી જેમ પુરુષને. ૧૭૫. આ કારણે સમ્યક્ત્વસંયુત જીવ અણબંધક કહ્યા, આસરવભાવઅભાવમાં નહિ પ્રત્યયો બંધક કહ્યા. ૧૭૬.