________________
૩૩૮
સમયસાર સિદ્ધિ-૬ ઉપભોગ્ય થાય તે અનુસાર, પુરુષના રાગભાવને લીધે જ, પુરુષને બંધન કરે છે – વશ કરે છે, તેવી રીતે જેઓ પ્રથમ તો સત્તા-અવસ્થામાં અનુપભોગ્ય છે પરંતુ વિપાક-અવસ્થામાં ઉપભોગયોગ્ય થાય છે એવા પુદ્ગલકર્મરૂપ દ્રવ્યપ્રત્યયો હોવા છતાં તેઓ જે રીતે ઉપભોગ્ય થાય તે અનુસાર અર્થાત્ ઉપયોગના પ્રયોગ અનુસારે કર્મોદયના કાર્યરૂપ જીવભાવના સદ્ભાવને લીધે જ, બંધન કરે છે. માટે જ્ઞાનીને જો પૂર્વબદ્ધ દ્રવ્યપ્રત્યયો વિદ્યમાન છે, તો ભલે હો; તથાપિ તે (જ્ઞાની) તો નિરાસવ જ છે, કારણ કે કર્મોદયનું કાર્ય જે રાગદ્વેષમોહરૂપ આસવભાવ તેના અભાવમાં દ્રવ્યપ્રત્યયો બંધનાં કારણ નથી. (જેમ પુરુષને રાગભાવ હોય તો જ જુવાની પામેલી સ્ત્રી તેને વશ કરી શકે છે તેમ જીવને આસવભાવ હોય તો જ ઉદયપ્રાપ્ત દ્રવ્યપ્રત્યયો નવો બંધ કરી શકે છે). | ભાવાર્થ :- દ્રવ્યાસવો ઉદયને અને જીવના રાગદ્વેષમોહભાવોને નિમિત્ત-નૈમિત્તિકભાવ છે. દ્રવ્યાસવોના ઉદય વિના જીવને આવભાવ થઈ શકે નહિ અને તેથી બંધ પણ થઈ શકે નહિ. દ્રવ્યાસવોનો ઉદય થતાં જીવ જે પ્રકારે તેમાં જોડાય અર્થાત્ જે પ્રકારે તેને ભાવાસવ થાય તે પ્રકારે દ્રવ્યાસવો નવીન બંધનાં કારણે થાય છે. જીવ ભાવાસવ ન કરે તો તેને નવો બંધ થતો નથી.
સમ્યગ્દષ્ટિને મિથ્યાત્વનો અને અનંતાનુબંધી કષાયનો ઉદય નહિ હોવાથી તેને તે પ્રકારના ભાવાસવો તો થતા જ નથી અને મિથ્યાત્વ તેમ જ અનંતાનુબંધી કષાય સંબંધી બંધ પણ થતો નથી. (ક્ષાયિક સમ્યગ્દષ્ટિને સત્તામાંથી મિથ્યાત્વનો ક્ષય થતી વખતે જ અનંતાનુબંધી કષાયનો તથા તે સંબંધી અવિરતિ અને યોગભાવનો પણ ક્ષય થઈ ગયો હોય છે તેથી તેને તે પ્રકારનો બંધ થતો નથી; ઔપથમિક સમ્યગ્દષ્ટિને મિથ્યાત્વ તેમ જ અનંતાનુબંધી કષાયો માત્ર ઉપશમમાં–સત્તામાં–જ હોવાથી સત્તામાં રહેલું દ્રવ્ય ઉદયમાં આવ્યા વિના તે પ્રકારના બંધનું કારણ થતું નથી; અને ક્ષાયોપથમિક સમ્યગ્દષ્ટિને પણ સમ્યક્ત્વમોહનીય સિવાયની છ પ્રકૃતિઓ વિપાક-ઉદયમાં આવતી નથી તેથી તે પ્રકારનો બંધ થતો નથી).
અવિરત સમ્યગ્દષ્ટિ વગેરેને જે ચારિત્રમોહનો ઉદય વર્તે છે તેમાં જે પ્રકારે જીવ જોડાય છે તે પ્રકારે તેને નવો બંધ થાય છે; તેથી ગુણસ્થાનના વર્ણનમાં અવિરતસમ્યગ્દષ્ટિ આદિ ગુણસ્થાનોએ અમુક અમુક પ્રકૃતિનો બંધ કહ્યો છે. પરંતુ આ બંધ અલ્પ હોવાથી તેને સામાન્ય સંસારની અપેક્ષાએ બંધમાં ગણવામાં આવતો નથી. સમ્યગ્દષ્ટિ ચારિત્રમોહના ઉદયમાં સ્વામિત્વભાવે તો જોડાતો જ નથી. માત્ર અસ્થિરતારૂપે જોડાય છે; અને અસ્થિરતારૂપ જોડાણ તે નિશ્ચયદૃષ્ટિમાં જોડાણ જ નથી. માટે સમ્યગ્દષ્ટિને રાગદ્વેષમોહનો અભાવ કહેવામાં આવ્યો છે. જ્યાં સુધી કર્મનું સ્વામીપણું રાખીને કર્મના ઉદયમાં જીવ પરિણમે છે ત્યાં સુધી જ જીવ કર્મનો કર્તા છે; ઉદયનો જ્ઞાતાદૃષ્ટા થઈને પરના નિમિત્તથી માત્ર અસ્થિરતારૂપે પરિણમે