________________
૩૩૪
સમયસાર સિદ્ધિ-૬ મુમુક્ષુ – “મરુદેવી માતાને હાથીના હોદ્દે કેવળજ્ઞાન થયું એમ તો કહેવાય છે.
ઉત્તર :- હાથીના હોદ્દે કેવળજ્ઞાન બધી ખોટી વાત. એ વળી શ્વેતાંબર કહે છે. “મરુદેવી હાથીના હોદ્દે દર્શન કરવા જતા હતા, ત્યાં માથે કેવળ થઈ ગયું, માથે મોક્ષ થઈ ગયા. આહાહા...! આહાહા...! બાપુ ! એમ ન ચાલે, ભાઈ ! સ્ત્રીનો દેહ હોય એને તો પાંચમાં ગુણસ્થાન ઉપર ન આવે, મુનિપણું ન આવે, ભાઈ ! આ તો પદાર્થની વ્યવસ્થા એવી છે. ભગવાને કરી છે નહિ, જેમ છે તેમ કહી છે. આહા..હા...!
અહીં કહે છે, “અબુદ્ધિપૂર્વક પરિણામને પ્રત્યક્ષ જ્ઞાની જાણે છે.) પોતાને જાણવામાં ન આવે એમ કહે છે. તેમના અવિનાભાવી ચિલ વડે તેઓ અનુમાનથી પણ જણાય છે.” બીજાને પણ જણાય. સૂક્ષ્મ છે (એટલે) પોતાને ભલે જાણવામાં ન આવે. એને અહીંયાં મોહના ઉદયથી થતા અબુદ્ધિપૂર્વક કહેવામાં આવ્યા છે અને મન દ્વારા બુદ્ધિપૂર્વક રાગાદિ થાય તેને પોતે પણ જાણી શકે, એનું અવલંબન બાહ્ય વિષયનું હોય છે અને તેને જાણતા બીજાને પણ અનુમાનથી જાણી શકાય, બીજા પણ અનુમાનથી એને જાણે. એને બુદ્ધિપૂર્વક રાગ કહે છે અને આ અબુદ્ધિપૂર્વક રાગ પોતાને ન જણાય અને બીજાને પણ ન જણાય. પ્રત્યક્ષ કેવળી જાણે અને બીજા અનુમાનથી જાણે. એને અબુદ્ધિપૂર્વક કહે છે.
મુમુક્ષુ :- સાતમાં ગુણસ્થાનથી દસમાં ગુણસ્થાન સુધી અબુદ્ધિપૂર્વક છે.
ઉત્તર :- પછી અબુદ્ધિપૂર્વક છે. એ અહીં વાત નથી, એ વાત અહીં નથી. અહીં તો નીચલા દરજ્જામાં બુદ્ધિપૂર્વક અને અબુદ્ધિપૂર્વકની વાત છે, ઓલી વાત અહીં નથી. ઓલી તો સાતમા પછી અબુદ્ધિપૂર્વક છે ઈ અહીં વાત નથી. અહીં તો નીચલા દરજ્જામાં પણ રુચિપૂર્વક જે હોય, પોતાને જણાય. જ્ઞાનીને રુચિપૂર્વક ન હોય પણ પોતાને જણાય અને બીજા પણ અનુમાનથી જાણી શકે અને એનું અવલંબન પર તરફ જાય. (એવા) રાગને બુદ્ધિપૂર્વક કહેવાય. અને જે રાગને સૂક્ષ્મપણે મન દ્વારા નથી અને મન દ્વારા સ્થૂળપણું નથી દેખાતું. એથી તેને મોહના ઉદયથી થયેલું (કહેવામાં આવ્યું. પ્રત્યક્ષ કેવળી જાણે અને બીજા અનુમાનથી પણ જાણે. છે ને ? “અનુમાનથી (પણ) જણાય)' એને અહીંયાં અબુદ્ધિપૂર્વક કહે છે. પેલું સાતમાથી દસમા ગુણસ્થાનના) અબુદ્ધિપૂર્વકની વાત અત્યારે નથી. આ..હા...!
પહેલા આમાં આવ્યું હતું. બુદ્ધિપૂર્વક, નહિ ? પહેલા આવ્યું હતું, જુઓ ! “રાગાદિ પરિણામ ઇચ્છા સહિત થાય તે બુદ્ધિપૂર્વક છે.” એ (વાત) અહીં પહેલી આવી હતી. અને જે રાગાદિપરિણામ ઇચ્છા વિના પરનિમિત્તની બળજોરીથી થાય તે અબુદ્ધિપૂર્વક છે.” એમ આવ્યું હતું. એ જુદું, આ જુદું, પેલું જુદું. આહા...! ધીમે ધીમે સમજવાની વાત છે, બાપા ! આ.હા...! આ તો વીતરાગમાર્ગ છે, સૂક્ષ્મ માર્ગ છે. આ..હા...! ભગવાનઆત્મા જ સૂક્ષ્મ છે ને ! આ...હા...!
એટલે ગ્રંથકારની અપેક્ષાથી રાગાદિપરિણામ બુદ્ધિપૂર્વક થાય અને અબુદ્ધિપૂર્વક થાય