________________
શ્લોક-૧૧૭
૩૩૫
એટલી વાત ત્યાં લીધી. અને ટીકાકાર વાત નાખતા (કહે છે), બુદ્ધિપૂર્વક નામ એના ખ્યાલમાં આવે, મનનું જોડાણ હોય, બીજા પણ જાણી શકે એને બુદ્ધિપૂર્વક કહે. અને અહીંયાં મનમાં જોડાણ નથી, ખ્યાલમાં આવ્યું (કે) જોડાણ નથી તેથી મોહના ઉદયથી થયું, પોતાને પણ જણાય નહિ, પ્રત્યક્ષ કેવળી જાણી શકે (એમ કહ્યું).
શ્લોક-૧૧૭
(अनुष्टुभ्) सर्वस्यामेव जीवन्त्यां द्रव्यप्रत्ययसन्ततौ ।
कुतो निरास्रवो ज्ञानी नित्यमेवेति चेन्मतिः । ।११७ ।।
હવે શિષ્યની આશંકાનો શ્લોક કહે છે :
શ્લોકાર્થ :– ‘સર્વસ્થામ્ વ દ્રવ્યપ્રત્યયસંતતો નીવન્ત્યાં] જ્ઞાનીને સમસ્ત દ્રવ્યાસવની સંતતિ વિદ્યમાન હોવા છતાં [જ્ઞાન] જ્ઞાની નિત્યમ્ વ્] સદાય નિરાસ્રવઃ] નિરાસ્રવ છે [તાઃ] એમ શા કા૨ણે કહ્યું ” [તિ શ્વેત્ મતિ:] એમ જો તારી બુદ્ધિ છે (અર્થાત્ જો તને એવી આશંકા થાય છે) તો હવે તેનો ઉત્તર કહેવામાં આવે છે. ૧૧૭.
શ્લોક ૧૧૭ ઉ૫૨ પ્રવચન
હવે શિષ્યની આશંકાનો શ્લોક કહે છે :–' ૧૧૭.
सर्वस्यामेव जीवन्त्यां द्रव्यप्रत्ययसन्ततौ ।
कुतो निरास्त्रवो ज्ञानी नित्यमेवेति चेन्मतिः । ।११७ ।।
આ..હા...! શું કહે છે ? સર્વસ્થામ્ વ દ્રવ્યપ્રત્યયસંતતો નીવન્ત્યાં જ્ઞાનીને સમસ્ત દ્રવ્યાસવની સંતતિ વિદ્યમાન હોવા છતાં...' આહા..હા...! શંકાકાર પૂછે છે. આશંકા, હોં ! આંશકા છે, હોં ! શંકા નહિ. તમે કહો છો એ ખોટું છે એમ નહિ પણ મને સમજાતું નથી. શું કહો છો તમે આ ? ધર્મીને સમસ્ત દ્રવ્યાસવની સંતતિ જીવતી છે. છે ને ? “નીવન્ત્યાં” વિદ્યમાન છે. નાીવન્ત્યાં’ એટલે વિદ્યમાન છે. સમકિતી – જ્ઞાનીને પણ હજી આઠ કર્મ છે, આયુષ્ય સહિત (છે), એ જીવતા આઠે કર્મ (છે). જીવતા એટલે વિદ્યમાન છે અને