________________
શ્લોક–૧૧૬
૩૩૩ ટાણા ક્યારે આવે ? ભાઈ ! અનંત અનંત કાળનો બાપુ ! ઈ એણે વિચાર કર્યો નથી. આહા..હા...!
અનંતા નરકના, નિગોદના ભવ કરી બાપુ ! અહીંયાં આવ્યો છો તું. આહા..હા...! હવે તો આ નરક ને નિગોદના ભવ, બાપુ ! કેમ સહ્યા છે એ વાત આકરી (છે). આ.હા..! એ ભવ ન થાય એ કરવાનું છે, ભાઈ ! આ.હા...હા...! બાકી તો બધી ચીજ ઠીક, દુનિયા, પૈસા બધા થયા ને આબરૂ થઈ ને છોકરાઓ પાંચ-સાત-દસ થયા ને બધા રળાઉ થયા ને ઢીકણા થયા... એમાં ધૂળમાં કાંઈ નથી). આહાહા..! મરીને દુર્ગતિએ જાઈશ, બાપા ! આહા....!
અહીં એ કહે છે, “(અબુદ્ધિપૂર્વક પરિણામને પ્રત્યક્ષ જ્ઞાની જાણે છે અને તેમના અવિનાભાવી ચિલ વડે તેઓ અનુમાનથી પણ જણાય છે).” ઓલાની સાથે – પૂર્વની સાથે મેળવ્યું. બીજા જાણે છે એમ આવ્યું હતું ને ! ભાઈ ! મન દ્વારા થાય એ પોતાને જણાય અને પરના અવલંબને થાય, બીજા પણ અનુમાનથી એને જાણે એમ આવ્યું હતું. હવે આમાં બીજી રીતે (કહે છે). જે “અબુદ્ધિપૂર્વક પરિણામને પ્રત્યક્ષ જ્ઞાની જાણે છે.” પોતે જાણતો નથી પણ જ્ઞાની જાણે. તેમના અવિનાભાવી ચિહ્ન વડે તેઓ અનુમાનથી.” બીજા પણ જાણે. અનુમાનથી (જાણે). હજી કેવળજ્ઞાન થયું નથી, પૂર્ણ થયો) નથી અને રાગ છે. આહા..હા...
“શ્રીમમાં એક આવે છે. “સોભાગભાઈ’, ‘સોભાગભાઈ ને ? “સોભાગભાઈ ! સોભાગભાઈ મરતા નહિ, છેલ્લે ? જોડે કો'ક હતું, જોડે હતું કો'ક એને ખાટલામાં સૂતા સૂતા કહે, મને કેવળજ્ઞાન થશે તો હું તને કહીશ. મૂળ સ્થૂળ વાતો. એલા પણ હજી ખાટલામાં સૂતો છો)... “સોભાગભાઈ” ને? અને ઓલો જોડે હતો એ? ‘ડુંગરશી’, ‘ડુંગરશી” ! આવી સ્થિતિ ! કેવળજ્ઞાન કોને કહેવું, બાપુ ! આ..હા..! અરે..! એ ખાટલે હોય નહિ, લૂગડાં હોય નહિ. અને કેવળજ્ઞાન થશે તો હું તને કહીશ. આવી વાત આવી છે બહાર. આહા..હા....! આવી વાત બહાર આવી છે, હવે સાચી-ખોટી કેટલી છે (કોણ જાણે) ? અહીં કાને આવી છે. આહા..હા..! કયાંક લખાણમાંય છે, ક્યાંક લખાણ છે. આહા..હા..! અરે. બાપા ! હજી મુનિપણું કોને કહેવું ? ભાઈ !
આ...હા...હા...! જેને ત્રણ કષાયનો નાશ થયો છે), સ્વસંવેદન પ્રચુર આનંદનું વેદન પ્રગટ થયું છે, અને જેની દશા નગ્ન, વસ્ત્રનો ટૂકડોય ન હોય, ભાઈ ! આહાહા...! એને બાયડી, છોકરા, મકાન તો ક્યાં હતા ? એ મુનિદશા બાપુ ! એ કોઈ અલૌકિક છે ! જૈનદર્શનની મુનિદશા ! આ.હા.હા.! જેને અંતર સ્વસંવેદન, આનંદનું પ્રચુર વેદન (હોય), અતીન્દ્રિય આનંદના ઉભરા... ઉભરા આવે ! અતીન્દ્રિય આનંદના અંદર ઉત્સાહ, ઉભરા આવે અંદરથી !! આ.હાહા...! એને જ્યાં નગ્નદશા હોય એને આવું થાય. વસ્ત્રવાળો હોય એને આવી દશા હોય નહિ. આહાહા...! તો વળી ખાટલે સૂતા કેવળજ્ઞાન થાય ?