________________
શ્લોક-૧૧૬
૩૩૧ એ રીતે રાગ હોવામાં મનથી નહિ પણ મોહના ઉદયથી થાય એમ અહીં અબુદ્ધિપૂર્વક કહેવામાં આવ્યું છે. આરે.....! આવું હવે આ બધું ક્યાં યાદ રહે ? કેટલું યાદ રાખવું) ? દરરોજ ફેરફારો. સવારે કાંઈક, બપોરે કાંઈક. માર્ગ તો બાપા એવો ઝીણો (છે). આહા..હા...! જે અપેક્ષાથી કહ્યું છે તે અપેક્ષાથી એણે જાણવું જોઈએ. ભગવાનનો માર્ગ સ્યાદ્વાદ છે. કઈ અપેક્ષાએ કહ્યું તે અપેક્ષાએ જાણવું જોઈએ. સ્યાદ્વાદ કરીને એમ નથી (કહેવું) કે, નિમિત્તથી પણ થાય અને આત્માથી પણ થાય, વ્યવહારથી પણ થાય અને નિશ્ચયથી પણ થાય. એમ સ્યાદ્વાદ નથી. પણ નિમિત્ત પણ છે, ઉપાદાન પણ છે, વ્યવહાર પણ છે, નિશ્ચય પણ છે. આહા..હા...!
ઇંદ્રિયમનના વ્યાપાર સિવાય કેવળ મોહના ઉદયના નિમિત્તે થાય છે અને જીવને જણાતા નથી.” જોયું ? સૂક્ષ્મ છે ને ઈ અપેક્ષા લીધી. ઓલામાં જણાતા છે અને અહીં જણાતા નથી એટલી અપેક્ષા લીધી. તે અબુદ્ધિપૂર્વક છે.’ કહ્યું છે બરાબર ઈ. મન દ્વારા એટલે આમ કરું, આમ કરું એમ એટલું જોડાણ, એટલો સ્થૂળ ઉપયોગ નથી. સૂક્ષ્મપણે છે તેને મન દ્વારા નથી એમ કીધું. અને મોહના ઉદયથી થાય છે અને પોતાને જણાતા નથી તેથી તેને અબુદ્ધિપૂર્વક કહેવામાં આવે છે.
એકમાં બુદ્ધિપૂર્વક એટલે રુચિપૂર્વક (અર્થ કર્યો, અબુદ્ધિપૂર્વક એટલે રુચિ વિના એમ અર્થ કર્યો. અહીંયાં બીજી ચીજ સિદ્ધ કરે છે). અહીંયાં બુદ્ધિપૂર્વક મન દ્વારા ખ્યાલમાં આવે, બીજા જાણે એનું નામ બુદ્ધિપૂર્વક અને પોતાને ખ્યાલમાં ન આવે, ભલે છે મન દ્વારા પણ મન દ્વારા થાય એમ ખ્યાલમાં ન આવે અને મોહના ઉદયથી થાય એને અબુદ્ધિપૂર્વક કહેવામાં આવે છે. આવું છે. ઈ તો જે દિ પહેલાં વાંચ્યું ત્યારથી આ ખ્યાલ છે કે, આ મન દ્વારા ના પાડે છે. ઈ આ અપેક્ષાએ, કીધું ને ? કે, જીવને જણાતા નથી એ અપેક્ષાએ. આહાહા...! આવો ધર્મ સમજવા માટે.. આવું બધું રોકાવું પડતું હશે ?
ધર્મ ચીજ ઝીણી બહુ, બાપુ ! વીતરાગ સર્વજ્ઞ પરમાત્મા ત્રિલોકનાથ ! એનું જે જ્ઞાન ત્રણકાળ ત્રણલોકનું, એનો જે સ્વભાવ અને એ સ્વભાવને પોતે પોતામાં પામવું અને સ્વભાવને પામ્યા છતાં રાગ-દ્વેષનું રહેવું. આહાહા..! સ્વભાવમાં રાગ-દ્વેષ છે નહિ. સ્વભાવની દૃષ્ટિ થતાં, અનુભવ થતાં પણ સ્વભાવમાં રાગ-દ્વેષ નથી, દૃષ્ટિમાં રાગ-દ્વેષ નથી, દૃષ્ટિનો વિષય તો સ્વભાવ ત્રિકાળી છે. છતાં એને પણ સૂક્ષ્મપણે મન દ્વારા જણાય નહિ ઈ અપેક્ષાએ મન દ્વારા નથી અને મોહના ઉદયથી રાગ થયો અને પોતાને જાણવામાં આવતો નથી. એને અબુદ્ધિપૂર્વક કહેવામાં આવે છે. કહો, ‘ચીમનભાઈ ! આમાં કેટલું આમાં યાદ રાખવું)?
મુમુક્ષુ :- દુકાનમાં ધંધો કરે તો બધું યાદ રાખે છે.
ઉત્તર :- ત્યાં બધી જાત યાદ રાખે). દુકાનમાં અમારે ‘આણંદજી' હતો. તે કેટલી ચીજો અને કેટલું ધ્યાન રાખતો હતો ! આપણને બહુ એવું કાંઈ નહિ. દુકાનમાં બેસતા..