________________
શ્લોક-૧૧૬
૩૨૯ હવે બીજો અર્થ ‘રાજમલ્લજીએ આ ટીકા – “કળશટીકામાં કર્યો છે. (રાજમલ્લજીએ આ કળશની ટીકા કરતાં બુદ્ધિપૂર્વક” અને “અબુદ્ધિપૂર્વકનો આ પ્રમાણે અર્થ લીધો છે :જે રાગાદિ પરિણામ મન દ્વારા....” મન દ્વારા એટલે કે મનના સંબંધ દ્વારા રાગ-દ્વેષ વિકારાદિ થાય “અને બાહ્ય વિષયોને અવલંબીને, પ્રવર્તે...” મૂળ તો રાગાદિ બાહ્ય વિષયોને અવલંબીને પ્રવર્તે છે. જે રાગ-દ્વેષ થાય એ દશાની દિશા પર તરફ જ છે. શું કીધું સમજાણું ? જેટલા રાગ અને દ્વેષ, દયા, દાનાદિ પરિણામ (થાય), એ દશાની દિશા પર તરફ છે. વીતરાગ પરિણતિની દશા, એની દિશા આત્મા તરફ છે. આહા..હા...! આવી વાતું હવે. કેમકે વીતરાગતા – ધર્મદશા એ તો દ્રવ્યને આશ્રયે થાય છે. ઓલા છોકરાઓ તોફાન કરે છે. આ એને સમજાય નહિ તો શું કરવું ? બહાર બાથમબાથ ભીડતા હતા. આહા..હા...!
‘રાજમલ્લજી'એ એવી અપેક્ષાએ વાત કરી છે કે, જે રાગાદિ રાગ-દ્વેષ, વિષયવાસના આદિ મન દ્વારા થાય અને બાહ્ય વિષયોને અવલંબીને થાય. આમ તો રાગ થાય એ બાહ્ય વિષયોને જ અવલંબીને થાય. પણ અહીં એની જરીક બીજી ભાષા કરી. પ્રવર્તે છે.” “બાહ્ય વિષયોને અવલંબીને પ્રવર્તે છે.” રાગ-દ્વેષ થાય એ બાહ્ય વિષયોને (અવલંબીને) પ્રવર્તે છે. મન દ્વારા બાહ્ય વિષયોને અવલંબે (છે).
“અને જેઓ પ્રવર્તતા થકા જીવને પોતાને જણાય છે..” આ..હા...! જીવને જાણવામાં પણ આવે કે, આ રાગ થયો, અશુભરાગ (થયો) એમ જાણવામાં આવે. ‘તેમ જ બીજાને પણ અનુમાનથી જણાય...” કે, આને અત્યારે અશુભ રાગ છે કે શુભ (રાગ છે). બહારની ભગવાનની પૂજા, ભક્તિની) પ્રવૃત્તિમાં હોય ત્યારે શુભ છે અને બીજામાં હોય તો અશુભ છે. એમ અનુમાનથી જાણવામાં આવે. તે પરિણામો બુદ્ધિપૂર્વક છે.” એમ કહ્યું છે. તે પરિણામને બુદ્ધિપૂર્વક કહ્યું છે. શું કહ્યું ?
એક તો વિકાર થાય તે મન દ્વારા બાહ્ય વિષયોને અવલંબીને પ્રવર્તતા થકા પોતાને જણાય, બીજાને અનુમાનથી પણ જણાય. આ ચાર બોલ લીધા. સમજાણું કાંઈ ? આ તો ધીમાની વાત છે, બાપુ આ..હા...“રાજમલ્લજીએ આવો અર્થ લીધો (કે), રાગ થાય એ મન દ્વારા (થાય). જોકે રાગ થાય છે એ મન દ્વારા જ થાય. પણ અહીં એક વાત બીજી કાઢી નાખશે. મોહના ઉદયથી થાય તેને મન દ્વારા નહિ, એવી એ વાત કરશે. નહિતર તો જેટલો રાગ-દ્વેષ થાય એ મનના સંબંધથી થાય. કાં પરનો, વિષયોનો સંબંધ છે. મનના સંબંધ વિના સીધો રાગ થાય નહિ. મોહકર્મનો ઉદય આવે અને પોતે જોડાય તો એમાં મનનો સંબંધ છે. આહા..હા..!
અહીં ‘રાજમલજી એક બીજી અપેક્ષા લેશે. “કળશટીકા છે ને ! જે રાગ-દ્વેષ, પુણ્યપાપના ભાવ મન દ્વારા થાય, બાહ્ય વિષયોને અવલંબીને થાય, બે (વાત થઈ), (એ) પ્રવર્તતા પોતાને જણાય એ (ત્રીજી વાત), બીજાને અનુમાનથી પણ જણાય તે પરિણામો બુદ્ધિપૂર્વક