________________
૩૨૮
સમયસાર સિદ્ધિ-૬ વાતું હવે.
એકાંત તાણી જવું કે, બસ ! જ્ઞાનીને કંઈ છે જ નહિ. દુઃખેય નથી, આસ્રવેય નથી, બંધેય નથી (એમ ન હોય). એક ગાથામાં, કળશમાં જોર બહુ આપ્યું છે. જ્ઞાનીને કાંઈ છે જ નહિ. કઈ અપેક્ષાએ ? ભાઈ ! જ્ઞાનીને ભોગ નિર્જરાનો હેતુ કહ્યો છે. ભોગ નિર્જરાનો હેતુ થાય ? જ્ઞાની કે અજ્ઞાની ગમે તે હોય. ભોગમાં તો રાગ છે. રાગ તો બંધનનું કારણ જ્ઞાનીનેય થાય. પણ દૃષ્ટિના જોરમાં રાગની રુચિ નથી, રાગમાં સુખબુદ્ધિ નથી, રાગમાં સુખબુદ્ધિ નથી. એથી એને ભોગ ખરી જાય છે, હિતબુદ્ધિ નથી એ અપેક્ષાએ કથન કર્યું. આ...હા..! બાકી તો અંગેઅંશ રાગ જ્યાં સુધી છે ત્યાં સુધી અસ્થિરતાનો દોષ છે, એ આસ્રવ છે અને એ પ્રમાણે બંધન પણ છે. આહાહા..!
જ્ઞાનીને જે રાગાદિપરિણામ થાય છે તે બધાય અબુદ્ધિપૂર્વક જ છે; સવિકલ્પ દશામાં થતા રાગાદિપરિણામો જ્ઞાનીની જાણમાં છે.” એટલે શું ? કે, રાગથી ભિન્ન એવું ભેદજ્ઞાન તો છે પણ વિકલ્પ દશા આવી, રાગદશામાં આવ્યો. ચાહે તો દયા, દાનાદિ કે હિંસા, જૂઠું, વિષયાદિ, એ “સવિકલ્પ દશામાં થતા રાગાદિપરિણામો....” રાગ-દ્વેષાદિ પરિણામ જ્ઞાનીની જાણમાં છે, ધર્મીને જાણવામાં આવે છે. મારી નબળાઈ છે, પર્યાયમાં ભાવકર્મનું જોર છે.
પેલામાં તો એમ આવ્યું છે ને ! “કમો બળિયો, કબ્બા જીવો બળિયો'. ઈ કર્મ તો જડ છે, એની વાત નથી. કદાચિત્ ભાવકર્મનું બળ વિશેષ વધી ગયું હોય કાં આત્માના જ્ઞાનના આનંદનું બળ વધી ગયું હોય, એમ. “કમ્મો બળિયો' (કહ્યું) એમાં કર્મબળ થઈને આત્માનો કોઈ પર્યાય કરે તો તો પછી એમ તો ઘણીવાર કહેવાયું કે, પોતપોતાની વિકારી કે અવિકારી પર્યાયને તે દ્રવ્ય પામે છે, પહોંચે છે, પ્રાપ્ત કરે છે. આહાહા...! એમાં બીજું દ્રવ્ય એને પમાડે છે એમ છે નહિ. ગોટા ઘણા, ગોટા અત્યારે તો ચાલે છે). એક વાત જ્યાં કરે ત્યાં બીજામાં ભૂલે અને બીજી કરે ત્યાં (ત્રીજામાં ભૂલે). આહા..હા..!
રાગ ધર્મીને આવે છે માટે તે હિતબુદ્ધિથી આવે છે એમ નથી. હેયબુદ્ધિએ આવે. આહા..હા...! અંદરમાં સ્થિરતા નથી (થતી).. આ..હા..હા...એથી એને રાગ અને દ્વેષ એવા પરિણામ આવે પણ તેમાં હિતબુદ્ધિ અને રુચિ, બુદ્ધિ નથી. “જ્ઞાનીની જાણમાં છે તોપણ અબુદ્ધિપૂર્વક છે કારણ કે ઇચ્છા વિના...” ઇચ્છા વિના એટલે ? કે, રુચિની ઇચ્છા નથી. કરવાલાયક છે, દૃષ્ટિમાં એને કરવાલાયક છે એમ ભાવ નથી. આ.હા...! બાકી તો ઇચ્છા થઈ છે તે ઇચ્છા થઈ છે. આહા..! પણ આ મને કર્તવ્ય છે અને મને કરવાલાયક છે એમ નથી. પોતાનો આનંદસ્વરૂપ ભગવાન આત્મા.. આહાહા..! પરમાત્મા આત્મા પ્રભુ ! એનું જ્યાં અંદર જ્ઞાન ને આનંદ ને શ્રદ્ધાનું પરિણમન થયું, એમાં પછી એને રાગનો ભાવ આવે પણ સુખબુદ્ધિ નથી, હિતબુદ્ધિ નથી. એ મને ઠીક આવ્યો એમ નથી. આહા..! ‘તોપણ અબુદ્ધિપૂર્વક છે... એટલે રુચિપૂર્વક નથી, એમ. ઇચ્છા વિના થાય છે.”