________________
૩૩૦
સમયસાર સિદ્ધિ-૬
છે; અને જે રાગાદિપરિણામ ઇંદ્રિયમનના વ્યાપાર સિવાય...' અપેક્ષાથી લીધું છે. નહિતર રાગ થાય એ મનના અવલંબન વિના હોય જ નહિ. પણ બુદ્ધિપૂર્વક મનનું અવલંબન નથી એમ (કહેવું છે). બુદ્ધિપૂર્વક મનનું અવલંબન નથી એ અપેક્ષાએ કહ્યું છે. નહિતર રાગ થાય એ કોઈ રીતે મનના અવલંબન વિના હોય શકે જ નહિ. પરદ્રવ્યના અવલંબન વિના રાગ થાય જ નહિ. મોહનો ઉદય આવીને એકલો રાગ થાય એમ નહિ. પણ અહીં બીજી રીતે સિદ્ધ કરવું છે.
એ પરિણામ ઇન્દ્રિય અને મનના વ્યાપાર સિવાય. પોતાનો વ્યાપાર હું કરું એવું નથી. મનમાં જોડાયને રાગ કરું એવો વિશેષ નથી. એથી એને કેવળ મોહના ઉદયના નિમિત્તે થાય છે...' સમજાણું આમાં કાંઈ ? આ રીતે લીધું. મન દ્વારા થાય, મન દ્વારા ન થાય. ફક્ત મોહના ઉદયથી થાય એવી એક-બે શૈલી લીધી. બાકી તો રાગ જે થાય એ પદ્રવ્યના સંબંધ વિના, નિમિત્તના સંબંધ વિના થાય જ નહિ. મોહનો ઉદય આવ્યો પણ મન સંબંધમાં જોડાય ત્યારે જ તેને રાગ થાય. આહા..હા...! પણ અપેક્ષાથી અહીં કથન છે. આવું બધું જાણવું. આ..હા...!
ઇંદ્રિયમનના વ્યાપાર સિવાય...' આ તો જ્યારે પહેલું વાંચ્યું ત્યારે ખ્યાલ હતો કે, ટીકા આટલી બધી કેમ કરે છે. કળશમાં મન દ્વારા એકલા મોહથી (થાય છે) એ તો એક અપેક્ષાએ ખ્યાલમાં નથી એથી એને મોહ દ્વારા થયું એમ કહેવામાં આવે. જણાય નહિ, એમ આવ્યું હતું ને ? ઓલામાં આવ્યું હતું ને ? કે, જીવ જણાય, બાહ્ય વિષયોનું અવલંબન (છે), મન દ્વારા (થાય તે) બીજાને અનુમાનથી જણાય. એવું આમાં નથી એટલે મોહ દ્વારા (થાય છે એમ) કહ્યું. શું કહ્યું ? એને ખ્યાલમાં આવે નહિ પણ છે તો મનનો સંબંધ. ખ્યાલમાં આવે નહિ એ અપેક્ષાએ મોહના ઉદયથી રાગ ને દ્વેષ થયો એમ કહેવામાં આવ્યું. મન દ્વારા બાહ્ય વિષયોને અવલંબીને પોતાને જાણવામાં આવે અને બીજાને અનુમાનથી પણ જાણે કે આ મને અત્યારે રાગ થાય) છે. આ..હા...!
સમકિતી દુકાને વેપાર કરવા બેઠો હોય ત્યારે બધો રાગ જણાય છે કે નહિ ? પોતાને જણાય છે કે નહિ ? મન દ્વારા થયો છે કે નહિ ? પરનું અવલંબન છે કે નહિ ? પોતાને જણાય છે કે નહિ ? બીજા પણ અનુમાન કરે કે, અહીં બેઠો (છે એટલો) રાગ છે. સમજાણું કાંઈ ? આહા..હા...! અને તેના ખ્યાલમાં ન આવે અને ૫૨નો, ઇન્દ્રિયોના વિષયોનો સંબંધ નથી અને બીજા પણ અનુમાન કરી શકે નહિ એ અપેક્ષાએ એને મન વિના, મોહના ઉદયથી થયો એમ કહેવામાં આવ્યું છે. આહા..હા...!
મોહના ઉદયની મુખ્યતાથી.
મુમુક્ષુ :
ઉત્તર :- મુખ્યતા આપી એટલું. બાકી છે તો અંદર મન દ્વારા ખરું. પણ અંદર ઝીણો, સૂક્ષ્મપણે જણાતો નથી અને બીજાઓ પણ એને અનુમાન કરી શકે કે આ રાગમાં છે.