________________
શ્લોક–૧૧૬
૩૨૭
આહાહા..!
દસમા ગુણસ્થાન સુધી રાગ – લોભરાગ છે. છ કર્મ બંધાય છે. અને અહીં ચોથા ગુણસ્થાને આસ્રવ અને બંધ છે જ નહિ (એમ કહ્યું તો એ કઈ અપેક્ષાએ કહ્યું)? એ તો દૃષ્ટિના જોરમાં અને જ્ઞાનમાં રાગાદિ આવે છે જ્ઞાન અને દૃષ્ટિમાં પોતાના માનતો નથી, એને દુઃખરૂપ અને હેય જાણે છે. શું આવી ગયું ને માથે ? “જ્ઞાનીએ સમસ્ત રાગને હેય જાણ્યો છે. ભાવાર્થ. “સમસ્ત રાગને હેય જાણ્યો છે. ચાહે તો ભગવાનની ભક્તિનો, વિનયનો (રાગ) હો, વાંચનનો હો પણ એ રાગને હેય જાણ્યો છે. આ..હા...હા....! ભગવાન આત્મા પરમાત્મ ચિદાનંદ સ્વરૂપ (છે) એ એક જ જ્ઞાનીને ઉપાદેય, આદરણીય છે. રાગમાત્ર તહેય છે). રાગનો કણ પણ રહી ગયો હોય, એક લોભ, ઈચ્છા (રહી ગયો), દસમે દ્વેષ ગયો, દસમે ગુણસ્થાને દ્વેષ નથી. રાગનો અંશ લોભ રહ્યો હોય છે કર્મ બાંધે છે. સમજાણું કાંઈ? અને અહીં એમ કહેવું કે, સમકિત થયું એટલે રાગેય નથી, આસ્રવેય નથી, બંધય નથી. ઈ તો એક પૂર્ણ દૃષ્ટિ અને એના જ્ઞાનના જોરને જણાવવા એ વાત કરી. અસ્થિરતાનો રાગ આવે એ અલ્પ આવે છે અને એને કર્મબંધન પણ સ્થિતિ અને રસ અલ્પ પડે છે. એમ એની ગણતરી ન ગણતા, ગૌણ કરીને એને બંધન અને આસ્રવ નથી એમ કહ્યું છે. પણ જ્યારે મુખ્યપણે બેય વાત જણાવવી હોય તો) નિર્મળધારા છે તેટલો એને આસવ અને બંધ નથી. એ ગાથા આવી ગઈ છે. અને જ્યાં સુધી રાગની પૂર્ણ નિવૃત્તિ નથી ત્યાં સુધી રાગધારા અને જ્ઞાનધારા બેય હોય છે. આહા..હા..!
રાગથી ભિન્ન પડેલું જ્ઞાન એ ભેદજ્ઞાન (થયું. એ પછી ભેદજ્ઞાન કરવું પડતું નથી. એ રાગથી ભિન્ન પડ્યું જ્ઞાન અને જ્ઞાન ને શ્રદ્ધાની ધારા નિરંતર હોય છે. આહાહા...! અને જેટલો કમજોરીને લઈને રાગાદિ થાય એ રાગધારા – કર્મધારા પણ સાથે હોય છે. જેટલે અંશે રાગધારા તેટલે અંશે બંધ છે, જેટલે અંશે જ્ઞાનધારા તેટલે અંશે અબંધ છે. આહા..હા...!
અહીંયાં હવે કહે છે, “રાગાદિપરિણામ ઇચ્છા વિના પરનિમિત્તની બળજોરીથી થાય તે અબુદ્ધિપૂર્વક છે. જ્ઞાનીને જે રાગાદિપરિણામ થાય છે તે બધાય અબુદ્ધિપૂર્વક જ છે.” રુચિપૂર્વક નથી, એમ. કરવાયોગ્ય છે, કર્તવ્ય છે એમ નથી. છતાં વળી એક અપેક્ષાએ જ્ઞાનનયની અપેક્ષાએ એને એમેય કહેવાય કે, રાગનો કર્તા પણ છે, ભોક્તા પણ છે. આહા..હા...! ૪૭ નય, પ્રવચનસાર' ! જ્ઞાનપ્રધાન કથન છે ને ! ત્યાં રાગનો અંશ છે, પરિણમે તે કર્તા એમ કહ્યું). એ કરવાલાયક છે માટે (કર્તા) એમ નહિ. પણ પરિણમે છે એ અપેક્ષાએ કર્તા અને પરિણમે ને એને ભોગવે છે, એને ઈ વેદનમાં છે, જ્ઞાનીને રાગનું, દુઃખનું વેદન છે, ન હોય તો પૂર્ણ આનંદનું વદન હોવું જોઈએ અને પૂર્ણ આનંદનું વેદન નથી ત્યાં થોડો આનંદ ને થોડું દુઃખ, બેયનું વેદન સાથે છે. અરે.. અરે..! આટલી બધી