________________
શ્લોક–૧૧૬
નથી. છે ?
ભાવાર્થ :– જ્ઞાનીએ સમસ્ત રાગને હેય જાણ્યો છે.' જુઓ ! ધર્મી તો કોઈપણ રાગ હોય એને હેય માને છે. ભગવાનની ભક્તિનો ભાવ આવે છે પણ માને છે હેય. આહા..હા...! જ્ઞાનીએ સમસ્ત રાગને હેય જાણ્યો છે. તે રાગને મટાડવાને ઉદ્યમ કર્યા કરે છે; તેને આસવભાવની ભાવનાનો અભિપ્રાય નથી;...' આસ્રવભાવના અભિપ્રાયની ભાવના નથી. આ ઠીક છે અને ક૨વા લાયક છે એમ નથી. તેથી તે સદા નિરાસ્રવ જ કહેવાય છે.' લ્યો ! વિશેષ કહેશે... (શ્રોતા :– પ્રમાણ વચન ગુરુદેવ !)
પ્રવચન નં. ૨૫૦ ગાથા-૧૭૩થી૧૭૬, શ્લોક-૧૧૬, ૧૧૭
૩૨૫
સોમવાર, જેઠ વદ ૧, તા. ૧૧-૦૬-૧૯૭૯
‘સમયસાર’ ‘આસ્રવ અધિકાર’ ૧૭૨ના ભાવાર્થની નીચે છે. વિવક્ષાનું વિચિત્રતાનું લખ્યું છે ને ? ઈ કળશટીકાકારે લખ્યું નથી. આ હેમરાજી’એ લખ્યું છે.
પરવૃત્તિ (૫૨પરિણતિ) બે પ્રકારની છે...’ આત્મામાં પરિણતિ, પર્યાય થાય એ બે પ્રકારની છે. એક ‘અશ્રદ્ધારૂપ...’ અને એક “અસ્થિરતારૂપ.’ એક મિથ્યાત્વરૂપ અને એક અસ્થિરતારૂપ. આત્મામાં દ્રવ્ય-ગુણ તો ત્રિકાળ છે, હવે પરિણતિ, એની જે પર્યાય છે ઈ પર્યાયમાં બે પ્રકાર (છે) અનાદિથી અશ્રદ્ધારૂપ, મિથ્યાત્વરૂપ અને અસ્થિરતારૂપ.
જ્ઞાનીએ અશ્રદ્ધારૂપ પરવૃત્તિ છોડી છે...’ ધર્મીએ અશ્રદ્ધારૂપ નામ મિથ્યાત્વરૂપ (અર્થાત્) રાગ એ મારો છે અને રાગથી મને હિત છે, એ બુદ્ધિ જ્ઞાનીએ છોડી છે. આહા..હા...! અજ્ઞાનીને રાગ તે હિતક૨ છે અને રાગ તે મારી ચીજ – સ્વરૂપ છે, એનું એ અશ્રદ્ધાનું – મિથ્યાત્વનું પરિણમન છે અને અસ્થિરતાનું પણ છે. જ્ઞાની – ધર્મીને અશ્રદ્ધા એટલે મિથ્યાત્વ રૂપ પરવૃત્તિ છોડી છે. પ૨નું કરી શકું છું એ વાત ધર્મીએ છોડી દીધી છે. (૫૨નું કરી શકું છું) એ શ્રદ્ધા મિથ્યાત્વ છે. ૫૨નું કાંઈક કરી શકું કાં દયા, દાન, વ્રત પરિણામ ધર્મ (છે) કાં ધર્મનું કારણ (છે), એવી જે મિથ્યા શ્રદ્ધા એ ધર્મીએ છોડી દીધી છે. આહા..હા....!
“અસ્થિરતારૂપ પરવૃત્તિ જીતવા માટે...’ હવે ધર્મને અસ્થિરતા છે. રાગ-દ્વેષની વાસના એવી ઉત્પન્ન થાય છે. આ..હા...! એને જીતવા માટે તે નિજ શક્તિને વારંવાર સ્પર્શે છે...’ એને રાગ-દ્વેષ ને અસ્થિરતા હોય છે પણ એને જીતવા માટે આત્માના અનુભવને વારંવા૨ સ્પર્શે છે. નિર્વિકલ્પ આનંદની દશાને વારંવાર સ્પર્શે છે. આહા..હા...! અર્થાત્ પરિણિતને સ્વરૂપ પ્રતિ વારંવાર વાળ્યા કરે છે.' પોતાની જે પરિણતિ – પર્યાય છે એ અસ્થિરતામાં જાય છે. હિંસા, જૂઠું, ચોરી, વિષય-વાસનામાં જાય છે છતાં અંતરમાં વાળવાનો પ્રયત્ન કરે છે. સ્વરૂપ તરફ વાળવાનો પ્રયત્ન કરે છે.