________________
૩૨૪
સમયસાર સિદ્ધિ-૬ સ્વશવિત્ત સ્થૂશન સ્વગુણ – સ્વભાવ આનંદ, એનો અનુભવ. એ “સ્વશક્તિને સ્પર્શતો થકો..” કહે છે ? કે, પ્રથમ સમ્યગ્દર્શન થયું, શુદ્ધ ચૈતન્યની – સ્વરૂપની સન્મુખ થઈને (સમ્યગ્દર્શન થયું. એ પછી એને બુદ્ધિપૂર્વક – રુચિપૂર્વક રાગનું કરવું છૂટી ગયું, એનો સન્યાસ થઈ ગયો. પણ અબુદ્ધિપૂર્વક હજી અસ્થિરતાનો રાગ છે એને પણ છોડવા માટે આત્માના અનુભવનો સ્પર્શ કર. આહાહા...! વીતરાગી સ્વરૂપ ભગવાન આત્માને સ્પર્શ, એને
સ્પર્શ, એને જગાડ, સ્થિરતા કર, એ સ્પર્શન છે. આહાહા...! આવી બધી વાત. આ જાણે નિશ્ચયની વાત, વ્યવહાર ક્યાં ગયો ? વ્યવહાર ગયો વ્યવહારમાં, રાગમાં, આત્મામાં છે નહિ. આહા..હા..!
“અબુદ્ધિપૂર્વક રાગ છે તેને પણ જીતવાને.” (અર્થાત) નાશ કરવા માટે વારંવાર.” સ્વશક્તિ એટલે આત્માનો અનુભવ. સ્વ આત્માની શક્તિ એટલે આનંદ, એનું સ્પર્શન. સ્વ એટલે જ્ઞાન, પોતાની શક્તિ જ્ઞાન, તેનું સ્પર્શન. સ્વ એટલે આત્મા, એની શક્તિ એટલે વીતરાગ ભાવ, એનું સ્પર્શન. આહાહા...!
સ્વશક્તિને સ્પર્શતો થકો અને એ રીતે).” સવનાં પરવૃત્તિમ્ થવ છિન્દ્ર“સમસ્ત પરવૃત્તિને–પરપરિણતિને-ઉખેડતો...” ઉપદેશ તો એમ જ આવે ને ! અંદરમાં જાય છે એટલે રાગ ઉત્પન્ન થતો નથી એને ઉખેડતો થકો એમ કહેવામાં આવે છે. ભાષા તો એમ જ હોય). રાગને ઉખેડતો થકો. રાગ, શુભ વિકલ્પ આવે છે એને પણ નાશ કરતો થકો. સ્વરૂપની દષ્ટિ તો રાગરહિત થઈ છે એમાં સ્થિર થઈને.. આહા..હા..! આત્માનો સ્પર્શ કરી, અનુભવ કરી રાગને છોડતો – ઉખેડતો થકો.
“જ્ઞાનરચ પૂર્ણઃ ભવ' આત્માના પૂર્ણભાવરૂપ થતો થકો,...” આત્મા પૂર્ણભાવ એટલે કેવળજ્ઞાન. યથાખ્યાત ચારિત્ર ને કેવળજ્ઞાન ને અનંત આનંદ અને અનંત વીર્ય, એવું પૂર્ણ ભવન. પૂર્ણ ભાવરૂપ થતો થકો. આહા..હા..! દ્રવ્ય સ્વભાવમાં – ગુણસ્વભાવમાં તો પૂર્ણતા છે જ, પણ એને સ્પર્શ કરતાં કરતાં, અનુભવ કરતા કરતા), પર્યાયમાં પૂર્ણ થઈ જાય. આહા...હા..! કેવળજ્ઞાન, કેવળદર્શન, પૂર્ણ અનંત આનંદ, અનંત વીર્યાદિ. “જ્ઞાનના એટલે. આત્માના “પૂર્ણભાવરૂપ થતો થકો, ખરેખર....” “નિત્યનિરત્રવ: મવતિ ખરેખર “ છે ને “હિ. “દિ એટલે નિશ્ચય, ખરેખર. ત્યાં ઓલામાંય “હિં હતું. પણ આ “દિ જુદી જાતનું. આહા..હા...!
ખરેખર સદા નિરાસવ છે. પછી સદા નિરાસવ છે. પહેલા નિરાસવ કહ્યું હતું ત્યારે તો સમ્યગ્દર્શનની અપેક્ષાએ, અનંતાનુબંધી, મિથ્યાત્વની અપેક્ષાએ કહ્યું હતું. વિવક્ષાની વિચિત્રતાની કથનની અપેક્ષાએ (કહ્યું હતું). અહીંયાં કહ્યું કે જ્યારે પૂર્ણ વીતરાગતા અંદર થાય, સમ્યગ્દર્શન થયા પછી પણ સ્વરૂપનો અનુભવ કરતા કરતા રાગ છૂટી જાય છે અને વીતરાગ પૂર્ણ થઈ જાય છે ત્યારે નિરાસ્ત્રવ થાય છે. ત્યારે તેને બિલકુલ આસ્રવ હોતો