________________
૩૨૨
સમયસાર સિદ્ધિ-૬ નારકીનું શરી૨ હો. સાતમી નરકમાં મિથ્યાત્વ લઈને જાય છે અને ત્યાં સમકિત પામે છે. આહા..હા...! અને નીકળે ત્યારે મિથ્યાત્વ થઈ જાય. સાતમી નરક ! આહા..હા...! એટલી શીત વેદનાની પીડા (છે), જન્મથી સોળ રોગ... આહા..હા...! તેંત્રીસ સાગરમાં પાણીનું બિંદુ નહિ, આહા૨નો કણ નહિ, એ દશામાં પણ જીવ સમકિત પામે છે ! આ.હા..હા....! કોઈ એમ કહે કે, અમને કંઈક ખાવા, પીવાની, સૂવાની અનુકૂળતા હોય, દીકરા-બીકરા વેપાર અનુકૂળ ચાલે, નિવૃત્તિ હોય તો નિવૃત્તિ ઠીક પડે. આહા..હા...! એ બધી કલ્પનાઓ છે. સાતમી નરકમાં એટલી પ્રતિકૂળતા (છે) છતાં દૃષ્ટિ ગુલાંટ ખાઈને, પલટો મારી સ્વભાવ તરફની દૃષ્ટિ કરીને અનુભવ કરે છે. એટલી પ્રતિકૂળતામાં સમકિત થાય છે. પ્રતિકૂળતા એ તો શાનનું શેય છે. આહા..હા...!
કોઈ જ્ઞેય પ્રતિકૂળ અને અનુકૂળ છે જ નહિ. શેય તો જ્ઞાનમાં જાણવા લાયક શેય છે. એ શેયમાં છાપ મારી નથી કે આ પ્રતિકૂળ ને આ અનુકૂળ છે. એ તો અજ્ઞાની પ્રતિકૂળ, અનુકૂળ એવી કલ્પના કરે છે. આહા..હા...! અનુકૂળ ચીજ આ છે એ તો શેય છે. પ્રતિકૂળ એ પણ શેય છે. તેને અનુકૂળ-પ્રતિકૂળ કલ્પના કરવી એ મિથ્યાત્વ ભાવ છે. આહા..હા...!
–
એવી સાતમી નરક અને તિર્યંચના ભવ, સ્વયંભૂરમણ સમુદ્ર(માં) એક હજાર જોજનના મચ્છ સમકિતી છે. આહા..હા...! ત્રણ જ્ઞાન - મતિ, શ્રુત, અવિધ છે). આહા..હા...! અહીંયાં મનુષ્ય હોય રાજા મોટા અબજોપતિ (હોય), કાંઈ ભાન ન મળે, ભિખારાની જેમ પૈસા લાવો, આ લાવ, આ લાવ... અંતરમાં અનંત લક્ષ્મી પડી છે, પ્રભુ ! અનંત આનંદ, અનંત જ્ઞાન, અનંત શાંતિ, અનંત સ્વચ્છતા, અનંત વીતરાગતા એવી અનંત શક્તિનો ભંડા૨ પ્રભુ ! એનો તો પ્રેમ નથી, એની તો રુચિ નથી અને ધૂળમાં રુચિ (છે). આ પૈસા પાંચ-પચીસ લાખ, કોડ-બે કરોડ મળ્યા ત્યાં (રાજી રાજી થઈ જાય). આહા...હા....!
આહા..હા...! અંતરમાં લક્ષ્મી પડી છે, અંતર આનંદ, અતીન્દ્રિય આનંદ અને અતીન્દ્રય જ્ઞાનનો સાગર પ્રભુ બિરાજે છે). અંતર અનંત અતીન્દ્રિય ગુણનો છલોછલ ભરેલો ભગવાન છે. આહા..હા..! એની તો દૃષ્ટિ કરતો નથી અને બહારની આ ધૂળ મળી ને પૈસા મળ્યા ને કાં પૈસા પાંચ-દસ લાખ ગજરથમાં ખર્ચા (તો માની લીધું કે), ધર્મ થઈ ગયો. ધૂળેય ધર્મ નથી. આહા..હા...! એ અહીં કહે છે.
આત્મા જ્યારે શાની થાય ત્યારે, પોતે પોતાના સમસ્ત બુદ્ધિપૂર્વક રાગને નિરંતર છોડતો થકો...’ ‘સંન્યસ્યન” જુઓ ! ‘સંન્યસ્યન’ (કહ્યું છે), લ્યો, આ ત્યાગ ! બહારના ત્યાગ તો અનંતવા૨ કર્યાં, એ કંઈ આત્મામાં છે નહિ. બહારના ત્યાગ-ગ્રહણ તો આત્મામાં છે જ નહિ. આત્મામાં એક શક્તિ એવી છે. સમયસાર’(માં) પાછળ ૪૭ શક્તિ (છે એમાં) ત્યાગઉપાદાન શક્તિ (છે). પરદ્રવ્યનું ગ્રહણ અને ત્યાગથી તો પ્રભુ રહિત છે, ૫૨નું ગ્રહણ પણ કર્યું નથી અને ૫૨નો ત્યાગ પણ (કર્યો નથી). ત્યાગ છે જ અનાદિથી. આ તો બહારથી