________________
શ્લોક–૧૧૬
કે ઇચ્છા વિના થાય છે.
(રાજમલ્લજીએ આ કળશની ટીકા કરતાં બુદ્ધિપૂર્વક’ અને ‘અબુદ્ધિપૂર્વક’નો આ પ્રમાણે અર્થ લીધો છે :– જે રાગાદિપરિણામ મન દ્વારા, બાહ્ય વિષયોને અવલંબીને, પ્રવર્તે છે અને જેઓ પ્રવર્તતા થકા જીવને પોતાને જણાય છે તેમ જ બીજાને પણ અનુમાનથી જણાય છે તે પરિણામો બુદ્ધિપૂર્વક છે; અને જે રાગાદિપરિણામ ઇંદ્રિયમનના વ્યાપાર સિવાય કેવળ મોહના ઉદયના નિમિત્તે થાય છે અને જીવને જણાતા નથી તે અબુદ્ધિપૂર્વક છે. આ અબુદ્ધિપૂર્વક પરિણામને પ્રત્યક્ષ જ્ઞાની જાણે છે અને તેમના અવિનાભાવી ચિહ્ન વડે તેઓ અનુમાનથી પણ જણાય છે). ૧૧૬.
શ્લોક ૧૧૬ ઉ૫૨ પ્રવચન
૩૨૧
હવે આ જ અર્થનું કળશરૂપ કાવ્ય છે :-' ૧૧૬ ? ‘અમૃતચંદ્રાચાર્યદેવ’(નો) શ્લોક છે, કળશ છે.
संन्यस्यन्निजबुद्धिपूर्वमनिशं रागं समग्रं स्वयं वारंवारमबुद्धिपूर्वमपि तं जेतुं स्वशक्तिं स्पृशन् । उच्छिन्दन्परवृत्तिमेव सकलां ज्ञानस्य पूर्णो भव
नात्मा नित्यनिरास्स्रवो भवति हि ज्ञानी यदा स्यात्तदा । ।११६ ।। (આત્મા યવા જ્ઞાન ચાત્ તવ) ‘આત્મા જ્યારે જ્ઞાની થાય... આહા..હા...! દયા, દાન, વ્રતાદિનો વિકલ્પ જે છે એનાથી ભિન્ન થઈને આત્માની દૃષ્ટિ અને અનુભવ થાય છે ત્યારે જ્ઞાની થાય છે. કોઈ શાસ્ત્રનું ભણતર ઘણું કરી લીધું અને લાખો માણસને રંજન કરાવ્યું માટે જ્ઞાન છે એમ નથી. આહા..હા...! હજારો શાસ્ત્ર બનાવ્યા, વ્યાખ્યાનમાં લાખો માણસ ભેગા કર્યા એ કોઈ જ્ઞાની નથી. જ્ઞાન તો રાગથી રહિત આત્મા ચિદાનંદ પ્રભુ, એનું જ્ઞાન થાય એ જ્ઞાન કહેવામાં આવે છે. આહા..હા...!
તિર્યંચ છે, તિર્યંચ. અઢી દ્વિપ બહાર અસંખ્ય તિર્યંચ છે. સમિકતી છે. પંચમ ગુણસ્થાનવાળા અસંખ્ય તિર્યંચ) બહાર પડ્યા છે. અઢી દ્વિપ બહાર સ્વયંભૂરમણ સમુદ્રમાં મચ્છ ને કચ્છ અને દ્વિપમાં સિંહ અને વાઘ સમિકતી છે એવો શાસ્ત્રમાં પાઠ છે. આહા..હા...! ચારિત્ર નથી. અંદર સ્વરૂપનું આચરણ નથી પણ સમ્યગ્દર્શન અને પંચમ ગુણસ્થાન(વર્તી) સિંહ અને વાઘ, નાગ, મચ્છ ને કચ્છ કાચબા... આહા..હા...! જેણે ભગવાનઆત્માને પૂર્ણાનંદ સ્વરૂપ જ્યાં અંતર દૃષ્ટિમાં અનુભવમાં લીધું, ભલે શરી૨ તિર્યંચનું હો, અરે..!
=