________________
ગાથા– ૧૭૨
૩૧૯
થયા પછી પણ ચારિત્રનો દોષ છે, તો આસ્રવ અને બંધ પણ છે એમ કહ્યું અને પૂર્ણ જ્ઞાન જ્યારે થાય ત્યારે નિરાસવ છે. પહેલા સમ્યક્દષ્ટિને નિરાન્સવ કહ્યો, પછી કેવળજ્ઞાન થાય તો સર્વથા નિરાસવ કહ્યું. વિવેક્ષા છે, અપેક્ષાથી કથન છે એમ કહે છે. કઈ અપેક્ષાએ છે તે સમજવું જોઈએ. એકાંત ન તાણવું જોઈએ કે, સમ્યગ્દર્શન થયું એટલે બસ નિરાસવ જ થઈ ગયો. સમ્યગ્દર્શન થયું તો મિથ્યાત્વ અને અનંતાનુબંધી પૂરતો નિરાસવ છે પણ હજી ચારિત્રમોહનો દોષ છે. સ્વરૂપમાં રમવું (એવું) ચારિત્ર જ્યાં સુધી નથી (ત્યાં સુધી દોષ છે). ચારિત્રનો અર્થ એ નથી કે આ નગ્નપણું લઈ લેવું અને પંચ મહાવ્રત પાળવા એ ચારિત્ર નથી. આહાહા....!
ચારિત્ર તો ચરવું, રમવું, જામવું. અતીન્દ્રિય આનંદનું અંદર ભોજન કરવું. આહા..હા...! અતીન્દ્રિય આનંદની ભૂમિમાંથી અતીન્દ્રિય આનંદનો ઉગ્ર સ્વાદ લેવો એનું નામ ચારિત્ર છે. અરે.રે..! વ્યાખ્યાય બહુ આકરી.
“અને અબુદ્ધિપૂર્વક રાગનો અભાવ થતાં અને કેવળજ્ઞાન પ્રગટતાં સર્વથા નિરાસવપણું કહ્યું. આ, વિવક્ષાનું વિચિત્રપણું છે. શું કહ્યું ? કથનની અપેક્ષાની વિચિત્રતા (છે). ખુલાસો કરવો પડ્યો. આહાહા...! કઈ અપેક્ષાએ કહ્યું છે એ કથનની વિચિત્રતા છે. જે જે પ્રકારે
જ્યાં (કહ્યું હોય તે પ્રકારે સમજવું જોઈએ). “જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તહાં સમજવું તેહ, ત્યાં ત્યાં તે તે આચરે આત્માર્થીજન એહ' એકાંતે (લઈ લે કે, સમ્યગ્દર્શન થયું એટલે આસ્રવ રહિત થયો એમ માની લ્ય એ પણ નહિ અને સમ્યગ્દર્શન વિના રાગ મંદ હોય અને એને આસ્રવ નથી એમ માનવું એ પણ મિથ્યાત્વ છે અને સમ્યગ્દર્શનમાં પૂર્ણ આચરણ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી આસ્રવ છે અને બંધ પણ છે. એ વિવક્ષાની કથનની વિચિત્રતા છે. આહા...હા...!
આબાળ-ગોપાળ સૌ ખરેખર જાણનારને જ જાણે છે, પણ એને જાણનારનું જોર દેખાતું નથી તેથી આ રાગ છે, આ પુસ્તક છે, આ વાણી છે માટે જ્ઞાન થાય છે એમ એનું જોર પરમાં જ જાય છે. એની શ્રદ્ધામાં પોતાના સામર્થ્યનો વિશ્વાસ જ આવતો નથી. તેથી જાણનારને જ જાણે છે એ બેસતું નથી.
-પૂજ્ય ગુરુદેવશ્રી, આત્મધર્મ મે-૨૦૦ર