________________
૩૧૮
સમયસાર સિદ્ધિ-૬ ‘ત્યાં સુધી જ્ઞાનનું જ નિરંતર...” નિરંતર ! આત્મા આનંદ અતીન્દ્રિય વીતરાગમૂર્તિ, તેનું નિરંતર જ્ઞાન એટલે આત્માનું ધ્યાન કરે. આહા..હા..! ભગવાન જ્ઞાનસ્વરૂપ છે, જ્ઞાયકભાવ
છે, અલ્પજ્ઞપણું છે નહિ, રાગ-દ્વેષ તો એમાં છે જ નહિ, એવા જ્ઞાયકભાવનું ધ્યાન કરવું (કે) જ્યાં સુધી કેવળજ્ઞાન ન થાય ત્યાં સુધી. આહા..હા...!
જ્ઞાનને જ દેખવું, જ્ઞાનને જ જાણવું.” આત્માને જ જાણવો અને આત્માને જ ‘આચરવું.” આહા..હા...! “આ જ માર્ગ દર્શન-જ્ઞાન-ચારિત્રનું પરિણમન વધતું જાય છે? જુઓ ! શું કહે છે ? શુભ-અશુભ ભાવથી ભિન્ન ભગવાન તેને દેખવું, જાણવું અને આચરણ કરતા કરતા શુદ્ધિની વૃદ્ધિ થાય છે. છે ? ત્યારે “દર્શન-જ્ઞાન-ચારિત્રનું પરિણમન વધતું જાય છે.” કોઈ વ્રત ને પાંચ મહાવ્રત ને પડિમા લઈને ધર્મની વૃદ્ધિ થઈ જાય છે એમ છે નહિ. આહાહા...! એવો ભાવ આવે છે પણ એ જાણે છે કે આ હેય છે.
આ જ માર્ગે.” આત્મા પૂર્ણાનંદ પ્રભુ, એને દેખવો, જાણવો અને તેનું આચરણ કરવું. તેનાથી પરિણમન વધતું જાય છે.” શુદ્ધતા વધતી જાય છે. આહાહા.! અને એમ કરતાં કરતાં કેવળજ્ઞાન પ્રગટે છે. આમ કરતાં કરતાં કહ્યું). વ્યવહાર કરતા કરતા કેવળજ્ઞાન પ્રગટ થાય છે એમ નહિ. આહાહા....! બહુ આકરું કામ છે. અંદર આનંદસ્વરૂપ પ્રભુ, તેની પ્રતીતિ, જ્ઞાન થયું તોપણ અંદરમાં પૂર્ણ આત્માને દેખવું, જાણવું અને આચરણ કરવું. ત્યારે શુદ્ધિ વધતી જાય છે. અંતરમાં આચરણ કરવાથી શુદ્ધિ વધતી જાય છે. આહા...હા...!
“અને એમ કરતાં કરતાં કેવળજ્ઞાન પ્રગટે છે. આહા..હા...! જ્યારે કેવળજ્ઞાન પ્રગટે ત્યારથી આત્મા સાક્ષાત્ જ્ઞાની છે” ધર્મી છે) અને સર્વ પ્રકારે નિરાસવ છે. તેને કોઈ પ્રકારનો આસ્રવ છે નહિ. ભગવાન પરમાત્મા આત્મા સર્વજ્ઞાની થયા, કેવળજ્ઞાની (થયા) એ બિલકુલ નિરાસવ છે. જ્યારે કેવળજ્ઞાન પ્રગટે ત્યારથી આત્મા સાક્ષાત્ જ્ઞાની છે અને સર્વ પ્રકારે નિરાસવ છે. આ..હા..!
જ્યાં સુધી ક્ષાયોપથમિક જ્ઞાન છે.” અપૂર્ણ જ્ઞાન છે ત્યાં સુધી અબુદ્ધિપૂર્વક (અર્થાત્ ચારિત્રમોહનો) રાગ હોવા છતાં,... આહાહા...! “બુદ્ધિપૂર્વક રાગના અભાવની અપેક્ષાએ જ્ઞાનીને નિરાસવપણું કહ્યું. જોયું? આ.હા...! ખુલાસો કર્યો છે. પહેલું કહ્યું એનો ખુલાસો કર્યો. જ્યાં સુધી જ્ઞાન અલ્પ છે, સમ્યક્ છે ત્યાં સુધી અબુદ્ધિપૂર્વક (અર્થાત્ ચારિત્રમોહનો) રાગ હોવા છતાં,...... ત્યાં ચારિત્રમોહનો રાગ છે. બુદ્ધિપૂર્વક રાગના અભાવની અપેક્ષાએ...” રુચિપૂર્વક – દૃષ્ટિપૂર્વક રાગ કરવાની અપેક્ષાએ “જ્ઞાનીને નિરાસવપણું કહ્યું....” છે. આહાહા..! અને અબુદ્ધિપૂર્વક રાગનો અભાવ થતાં અને કેવળજ્ઞાન પ્રગટતાં સર્વથા નિરાસવપણું કહ્યું.” ત્યારે સર્વથા નિરાસવ છે. આહાહા...!
‘આ, વિવક્ષાનું વિચિત્રપણું છે.' એમ કે, આમ કેમ કહ્યું કે, કથનની અપેક્ષા અનેક પ્રકારે છે. સમ્યગ્દર્શન થયું તો બંધ નથી અને આસ્રવ નથી એમ પણ કહ્યું અને સમ્યગ્દર્શન