________________
ગાથા- ૧૭૨
૩૧૭
સ્વરૂપ આનંદસ્વરૂપમાં આચરણ કરવું, લીન થવું). ભગવાન આનંદ, અતીન્દ્રિય આનંદની મૂર્તિ પ્રભુ ! એની પ્રતીતિ, એનું જ્ઞાન અને એમાં આચરણ – રમવું. અતીન્દ્રિય આનંદમાં રમવું એ આચરણ કહેવામાં આવે છે. બાકી વ્રત ને તપ ને ભક્તિ આદિના ભાવ થાય) એ આચરણ નહિ. એ તો અસદાચરણ છે. એ સઆચરણ નહિ. આહાહા...!
“માટે તેને એમ ઉપદેશ છે કે-જ્યાં સુધી કેવળજ્ઞાન ન ઊપજે ત્યાં સુધી આત્માનું) જ્ઞાનનું જ નિરંતર ધ્યાન કરવું...” જ્ઞાન એટલે આત્મા. શુભ અને અશુભ ભાવનું ધ્યાન છોડી... આહા...હા...! ધર્મીને પણ આર્તધ્યાન, રૌદ્રધ્યાન ચોથ, પાંચમે હોય છે. છઠે આર્તધ્યાન હોય છે. ચોથા, પાંચમા ગુણસ્થાન સુધી રૌદ્રધ્યાન હોય છે. તો કહે છે કે, જ્યાં સુધી પૂર્ણ સ્વરૂ૫) દેખવામાં ન આવે ત્યાં સુધી સ્વરૂપનું ધ્યાન કરવું, એ રાગનું ધ્યાન છોડી દેવું. આહા...હા...!
જ્યાં સુધી પૂર્ણ દશા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી પુરુષાર્થ સ્વભાવ તરફનો કરવો અને કેવળજ્ઞાન પ્રાપ્ત કરવું એમ કહે છે. સમકિતીને એ ઉપદેશ આપે છે. સમકિતીને તો બધી ખબર છે. એ ૧૭-૧૮ ગાથામાં આવ્યું કે, આત્મજ્ઞાન થયું, શુદ્ધ ચૈતન્યનો અનુભવ (થયો) તો શ્રદ્ધામાં એમ આવ્યું કે, આ આત્મા પવિત્ર પૂર્ણ છે અને એમાં જેટલો હું લીન થઈશ એટલો કર્મનો નાશ થશે. વ્રતાદિ ને તપાદિની ક્રિયાથી કર્મનો નાશ થશે, એ નહિ. એ બાહ્યતા નહિ. નિશ્ચયતપ આ (છે). અંદર આનંદસ્વરૂપ ભગવાન ! “તપતિ ઇતિ તપ'. જેમ સોનામાં ગેરુ લગાવવાથી સોનું શોભે છે, ઓપે છે એમ ભગવાન આત્મામાં સમ્યગ્દર્શન થયું એ ઉપરાંત સ્વરૂપમાં લીનતાનો, આનંદમાં રમવાનું ચારિત્ર અને એમાં ઉગ્ર – વિશેષ રમવું એનું નામ તપ (છે). આત્માના આનંદમાં વિશેષ રમવું એ તપ (છે). એ તપ. એ વિના આ બહારના તપ છે એ બધું લાંઘણ છે. આહા..હા..! આવો માર્ગ છે.
પહેલા નિરાસવ કહ્યું પછી વળી ફરી આસવ કહ્યું અને પૂર્ણ થાય ત્યારે નિરાસવ થશે એમ કહ્યું). આ..હા..! જેને ખ્યાલમાં એ વાત નથી કે, શું ચીજ છે અને સમ્યગ્દર્શન કેમ થાય છે ? આ તો વ્રત કરો ને અપવાસ કરો ને પડિમા લઈ લ્યો ને ભગવાનની ભક્તિ કરો, મંદિર બનાવો પરની ક્રિયા કોણ કરી શકે છે? ભાવ થાય છે તો એ શુભરાગ છે, પુણ્ય છે. એ કોઈ ધર્મ નથી. આહા..હા..! | મુમુક્ષુ :- ધર્મ માને તો વાંધો શું છે ?
ઉત્તર :- ધર્મ માને તો મિથ્યાત્વ છે. ધર્મીને શુભભાવ આવે છે પણ ધર્મ માનતા નથી. આ.હા..! સમ્યફદૃષ્ટિને પણ ભગવાનની ભક્તિ, પૂજાનો ભાવ આવે છે પણ તે એને હેય માને છે, તેને દુઃખરૂપ માને છે, મારી કમજોરીથી મારામાં એ આવે છે, મને એ આદરણીય નથી. આહા...હા..!
માટે તેને એમ ઉપદેશ છે કે – જ્યાં સુધી કેવળજ્ઞાન ન ઊપજે.” આ.હા..હા...!