________________
ગાથા– ૧૭૨
૩૧૫
મુમુક્ષુ :- તેરમા ગુણસ્થાનમાં સાક્ષાત થાય છે. ઉત્તર :ઈ આ તેરમે કેવળજ્ઞાન પૂર્ણ દશા થઈ ગઈ, ખલાસ ! આહા..હા...!
એટલે જઘન્ય દશામાં મિથ્યાત્વ અને અનંતાનુબંધીનો આસ્રવ નથી એ અપેક્ષાએ નિરાસવ કહ્યો. પણ પૂર્ણ દશા જ્યાં સુધી પ્રગટ ન થાય ત્યાં સુધી ધર્મીને પણ રાગ-દ્વેષના ચારિત્રદોષના પરિણામ કલંક છે તો એટલો પુદ્ગલનો બંધ પણ છે. આહાહા..! તો જ્યાં સુધી પૂર્ણ સ્વરૂપ દેખવામાં, જાણવામાં, આચરવામાં ન આવે ત્યાં સુધી પૂર્ણ આસ્રવ રહિત નથી. જ્યારે પૂર્ણ થઈ ગયો તો પૂર્ણ આસ્રવ રહિત છે. અપેક્ષાથી વાત કરી છે. પહેલા નિરાસ્રવ કહ્યું હતું વળી કહે છે કે, પૂર્ણ હોય ત્યારે નિરાસ્ત્રવ થાય. સમજાય છે ?
જેને હજી મિથ્યાત્વ, રાગ, દયા, દાન, ભક્તિ, વ્રત, તપ એ પુણ્ય ભાવ છે, એ ધર્મ છે અને ધર્મનું કારણ છે એમ જ્યાં સુધી માને છે ત્યાં સુધી તો મિથ્યાદૃષ્ટિ છે. આહા..હા....! કારણ કે રાગ એ સમ્યગ્દર્શનનું કારણ નથી. સમ્યગ્દર્શનનું કારણ તો પૂર્ણ પરમાત્મ સ્વરૂપ પોતાનો પૂર્ણ દ્રવ્ય સ્વભાવ (છે) એ જ સમ્યગ્દર્શનનું કારણ છે. આહા...હા...! અને એ સમ્યગ્દર્શનની પ્રથમ દશા, એમ કે આપણે આ દયા, દાન, વ્રત, તપ, ભક્તિ, પૂજા કરીએ તો એ સમ્યગ્દર્શન થશે એમ માને છે, ત્યાં સુધી તો મિથ્યાદૃષ્ટિ છે. આહા..હા..! આવો માર્ગ છે. અને જ્યાં સુધી પૂર્ણ જ્ઞાન, દર્શન, આનંદનું આચરણ ન હોય ત્યાં સુધી પણ તેને કર્મકલંકનો સદૂભાવ છે અને બંધ પણ છે. આહા...હા...! છે કે નહિ ? બેય અપેક્ષા લીધી.
આ.હા..! ‘ત્યારથી સાક્ષાત્ જ્ઞાની.” સાક્ષાત્ નામ કેવળજ્ઞાની. થયો થકો (આત્મા) સર્વથા નિરાલ્સવ જ હોય છે. તેને બિલકુલ આસ્રવ છે નહિ. આહાહા....!
ભાવાર્થ – “જ્ઞાનીને બુદ્ધિપૂર્વક (અજ્ઞાનમય) રાગદ્વેષમોહનો અભાવ હોવાથી...” ધર્મી એને કહીએ કે, જેને આત્મા પૂર્ણાનંદ અને શુદ્ધ ચૈતન્યઘન, એનો અનુભવ અને દૃષ્ટિ અને સ્વરૂપમાં આચરણ થોડું થયું છે, ચોથે ગુણસ્થાને સ્વરૂપાચરણ પણ થયું છે... આહાહા...! એ “જ્ઞાનીને (અજ્ઞાનમય) રાગદ્વેષમોહનો અભાવ હોવાથી.” અને બુદ્ધિપૂર્વક અજ્ઞાનમય રાગ કરવા લાયક છે અને રાગ ધર્મનું કારણ છે એવી મિથ્યબુદ્ધિનો તો નાશ થયો છે. સમજાણું ? એવા “(અજ્ઞાનમય) રાગદ્વેષમોહનો અભાવ હોવાથી જ્ઞાની નિરાસવ જ છે. અહીંયાં પણ જ કહ્યું. “નિરાસવ જ છે. કહો, ઠીક ! આ અપેક્ષાએ. આહા...હા..!
ભરત ચક્રવર્તી સમકિતી હતા, ‘શ્રેણિક રાજા ક્ષાયિક સમકિતી હતા. ભરત” પણ ક્ષાયિક સમકિત. તો સમકિત છે ત્યાં આત્માનો અનુભવ થાય છે અને એમાં અતીન્દ્રિય આનંદનું આચરણ હોવાથી અતીન્દ્રિય આનંદનું વ્યક્ત અંશે વેદન થાય છે. આહાહા...! એ અપેક્ષાએ અજ્ઞાનમય રાગ-દ્વેષ-મોહ તો એને છે જ નહિ. સમજાણું ? એ અપેક્ષાએ તો નિરાસવ જ છે. આહા...હા...!