________________
ગાથા- ૧૭૨
દેખવાનો અર્થ કે શ્રદ્ધા કરતો નથી, એવો ૧૪૪માં પાઠ છે.
આ..હા...! પોતાનું સ્વરૂપ શુદ્ધ ચૈતન્ય દ્રવ્ય સ્વભાવ, જ્યાં સુધી દેખતો નથી અર્થાત્ શ્રદ્ધતો નથી. પાઠ તો દેખતો નથી, એમ છે. પછી અર્થકારે શ્રદ્ધા (કર્યો છે). કોઈ વા૨ દેખવાના અર્થમાં શ્રદ્ધા પણ આવે છે અને શ્રદ્ધાના અર્થમાં કોઈ વખતે દેખવું પણ આવે છે.
ત્યાં એટલું વિશેષ છે કે તે શાની...' ધર્મી જીવ. આત્મજ્ઞાન થયું, સમ્યગ્દર્શન થયું, મિથ્યાત્વ ને અનંતાનુબંધી વિકારનો નાશ થયો એટલો આસ્રવ તો એને આવતો નથી. પણ જ્યાં સુધી શામ નામ આત્માને... આહા...હા...! જ્ઞાનસ્વરૂપ ભગવાનઆત્મા, એમાં પુણ્ય અને પાપના વિકલ્પ, રાગ પણ છે નહિ. એવી ચીજને આત્માને સર્વોત્કૃષ્ટ ભાવે દેખવાને.... ઉત્કૃષ્ટ ભાવે દેખવાને એટલે કેવળજ્ઞાન જ્યાં સુધી થતું નથી ત્યાં સુધી ઉત્કૃષ્ટ ભાવે દેખતો નથી.
–
૩૧૩
સર્વોત્કૃષ્ટ ભાવે દેખવાને, જાણવાને અને આચરવાને અશક્ત વર્તતો થો... ધર્મી જીવ સમ્યગ્દર્શન થયું તોપણ ભગવાન પૂર્ણ સ્વરૂપ છે તેને પૂર્ણ રૂપે દેખવું, જાણવું, આચરવું એ અશક્ય છે. સમિકતી જઘન્ય દશામાં છે, નીચલી દશામાં છે એ કારણે પૂર્ણ રૂપે આત્માને શ્રદ્ધવો, દેખવો, જાણવો અને આચરણ કરવાને અશક્ત છે. આ..હા...! આવી વાત છે.
જઘન્ય ભાવે જ જ્ઞાનને’ એટલે આત્માને. નીચલા દરજ્જામાં ચોથે, પાંચમે આદિ ગુણસ્થાનમાં જઘન્ય ભાવે જ જ્ઞાનને...' એટલે આત્માને દેખે છે, જાણે છે અને આચરે છે...' આહા..હા...! ધર્મની ત્યારે શરૂઆત થાય છે કે, આત્મા નિર્વિકલ્પ વસ્તુ છે, જેમાં શુભરાગનો પણ અભાવ છે અને જેમાં વર્તમાન એક સમયની પર્યાય છે, તેનો પણ તેમાં – વસ્તુમાં અભાવ છે. એવી વસ્તુની અનુભવદૃષ્ટિ અને જ્ઞાન, આચરણ – સ્વરૂપાચરણ આનંદ આવ્યો તો એટલા પ્રકારના મિથ્યાત્વ અને અનંતાનુબંધીના આસ્રવ નથી. એ અપેક્ષાએ એને નિરાસ્રવ કહીએ. એ અપેક્ષાએ નિરાસ્રવ કહીએ. પણ જ્યાં સુધી પૂર્ણ દેખવું, જાણવું, આચરવું નથી ત્યાં સુધી પૂર્ણ નિરાસવી નથી. આહા..હા...! છે ?
જઘન્ય ભાવે જ શાનને દેખે છે, જાણે છે અને આચરે છે ત્યાં સુધી તેને પણ, જઘન્ય ભાવની અન્યથા અનુપપત્તિ...’ જો જઘન્ય ભાવ ન હોય તો આસવભાવ ન હોય તો જઘન્ય ભાવ છે. જઘન્ય ભાવ છે તો રાગ-દ્વેષનો આસ્રવ પણ છે. જઘન્ય ભાવ ન હોય, ઉત્કૃષ્ટ ભાવ હોય તો રાગ-દ્વેષ ભાવ જ ન હોય. અસ્થિરતાના રાગ-દ્વેષ છે એ પણ ન હોય. આહા..હા...!
જઘન્ય ભાવની અન્યથા અનુપપત્તિ...' (અર્થાત્) આસ્રવ ન હોય તો જઘન્ય ભાવની અન્યથા ઉત્પત્તિ, જઘન્ય ભાવની ઉત્પત્તિ જ ન દેખવામાં આવે. જો આસવ બિલકુલ ન હોય તો જઘન્ય ભાવની ઉત્પત્તિ ન હોય, તો ઉત્કૃષ્ટ ભાવની ઉત્પત્તિ હોય. આહા..હા...! જઘન્ય ભાવની અન્યથા અનુપપત્તિ વડે (અર્થાત્ જઘન્ય ભાવ અન્ય રીતે નહિ બનતો