________________
૩૧૨
સમયસાર સિદ્ધિ-૬
પ્રવચન નં. ૨૪૯ ગાથા-૧૭૨, શ્લોક-૧૧૬ રવિવાર, જેઠ સુદ ૧૪,
તા. ૧૦-૦૬-૧૯૭૯
આ ‘સમયસાર’ ૧૭૨ ગાથા. ટીકા. શું ચાલે છે ? આસ્રવ અધિકાર’. મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય અને યોગ એ પાંચ આસ્રવ છે. અહીંયાં
આસવ
જ્ઞાનીને શેનો આસ્રવ છે ? અને કર્યો આસ્રવ નથી તેનો ખુલાસો કરે છે. ટીકા.
ખરેખર જ્ઞાની છે...’ જ્ઞાનીનો અર્થ, આત્મા પરદ્રવ્યથી તો ભિન્ન છે અને શુભ-અશુભ ભાવ, એનાથી ભિન્ન છે અને વર્તમાન જે એક સમયની પર્યાય છે તેની દૃષ્ટિ જ્યારે અભેદ ઉપ૨ જાય છે, જ્યાં ગુણ-ગુણીના ભેદ પણ નથી. અખંડ, અભેદ ચૈતન્ય વસ્તુ ૫રમાત્મ સ્વરૂપ જ આત્મા છે. એ ઉ૫૨ દૃષ્ટિ જઈને આત્માનું જ્ઞાન અને આત્માનું સમકિત દર્શન થાય છે તો તેની સાથે આત્માનો અતીન્દ્રિય સ્વાદ અનુભવમાં પણ આવે છે ત્યારે જ્ઞાની, સમિકતી કહેવામાં આવે છે. જ્ઞાની કહો કે સમ્યક્દષ્ટ કહો, તેને ખરેખર જ્ઞાની છે તે(ને), બુદ્ધિપૂર્વક (ઇચ્છાપૂર્વક) રાગદ્વેષમોહરૂપી આસવભાવોનો તેને અભાવ...' છે. એને પુણ્ય-પાપના ભાવને કરવાની ઇચ્છા નથી, રુચિ નથી, રુચિ છે નહિ.
—
સમ્યષ્ટિ થયો તો તેની રુચિ તો આત્મા અતીન્દ્રિય આનંદની રુચિ છે. એ આનંદને વૃદ્ધિ કરવી એવી રુચિ છે. ધર્મ આત્મજ્ઞાન થયું, સમ્યગ્દર્શન (થયું) તો પુણ્ય-પાપના ભાવ અને મિથ્યાત્વ ભાવ, તેની ધર્મીને રુચિ નથી. આહા..હા...! ધર્મીને સમ્યગ્દર્શનમાં રુચિ પોતાનું પૂર્ણ પરમાત્મ સ્વરૂપ, એ તરફની દૃષ્ટિ છે અને એની રુચિ છે. એવા વાસ્તવિક જ્ઞાનીને બુદ્ધિપૂર્વક, રુચિપૂર્વક કે ઇચ્છાપૂર્વક રાગ-દ્વેષ-મોહના આસ્રવ ભાવનો અભાવ છે. મિથ્યાત્વ અને મિથ્યાત્વની સાથે અનંતાનુબંધીના રાગ-દ્વેષ, તેનો તો તેને અભાવ છે. ઝીણી વાત છે, ભાઈ !
તેથી ‘નિરાસ્રવ જ છે.’ પોતાનું સ્વરૂપ શુદ્ધ ચૈતન્ય પૂર્ણ આનંદ, પૂર્ણ જ્ઞાન, પૂર્ણ શાંતિ, પૂર્ણ વીતરાગ સ્વરૂપી પ્રભુ, એની દૃષ્ટિ અને અનુભવ થયો તો એ સંબંધી જ્ઞાનીને મિથ્યાત્વ અને મિથ્યાત્વ સંબંધી જે રાગ-દ્વેષ, તેને છે નહિ. એ અપેક્ષાએ (કહ્યું કે તે) નિરાસવ જ છે.’ નિરાસ્રવ એ અપેક્ષાએ કહેવામાં આવે છે. આ..હા...!
પરંતુ ત્યાં એટલું વિશેષ છે કે...' જ્ઞાની - ધર્મી જીવ પણ, પોતાનો આત્મા શુદ્ધ ચૈતન્ય પરિપૂર્ણ વીતરાગમૂર્તિ, તેનો અનુભવ દૃષ્ટિ થઈ તે જ્ઞાની જ્યાં સુધી જ્ઞાનને સર્વોત્કૃષ્ટ ભાવે દેખવાને,...’ આત્માને સર્વોત્કૃષ્ટ ભાવે દેખવાને. જ્યાં સુધી સર્વોત્કૃષ્ટ ભાવથી દેખતો નથી. કાલે પરમઅવગાઢ શ્રદ્ધા લીધી હતી. ૧૪૪માં આવે છે ને ? જ્યાં સુધી પૂર્ણ દેખતો નથી ત્યાં સુધી, ૧૪૪માં પાઠ એવો છે. જ્યાં સુધી આત્મા પૂર્ણ સ્વરૂપ દેખતો નથી અથવા