________________
ગાથા– ૧૭૨
૩૧૧
ગાથા ૧૭૨ ઉપર પ્રવચન
હવે વળી ફરી પૂછે છે કે-જો આમ છે (અર્થાત્ જ્ઞાનગુણનો જઘન્ય ભાવ બંધનું કારણ છે, તો પછી જ્ઞાની નિરાસવ કઈ રીતે છે ?' એક કોર તમે નિરાસવ કહો અને એક કોર જ્ઞાનની સ્થિરતાની જઘન્યતામાં આસવ કહો (એ કઈ રીતે ?) તેનો ઉત્તર
दंसणणाणचरित्तं जं परिणमदे जहण्णभावेण । णाणी तेण दु बज्झदि पोग्गलकम्मेण विविहेण ।।१७२।। ચારિત્ર, દર્શન, જ્ઞાન જેથી જઘન્ય ભાવે પરિણમે,
તેથી જ જ્ઞાની વિવિધ પુગલકર્મથી બંધાય છે. ૧૭૨. આહાહા...! ત્રણેને લીધા. ટીકા :- જે ખરેખર જ્ઞાની છે તે, બુદ્ધિપૂર્વક ઇચ્છાપૂર્વક) રાગદ્વેષમોહરૂપી આસવભાવોનો તેને અભાવ હોવાથી બુદ્ધિ એટલે રુચિ. આહાહા...! ઇચ્છાપૂર્વક, રુચિપૂર્વક એને રાગ-દ્વેષ નથી. રાગ-દ્વેષની રુચિ એને નથી. ધર્મીને રાગ-દ્વેષની રુચિનો અભાવ છે. બુદ્ધિપૂર્વક અને ઇચ્છાપૂર્વક રાગદ્વેષમોહરૂપી આસવભાવોનો તેને અભાવ હોવાથી, નિરાસવ જ છે. પરંતુ ત્યાં એટલું વિશેષ છે કે તે જ્ઞાની જ્યાં સુધી જ્ઞાનને સર્વોત્કૃષ્ટ ભાવે.” આ..હા...હા...! જ્ઞાનને સર્વોત્કૃષ્ટ ભાવે દેખે, સર્વોત્કૃષ્ટ ભાવે જાણે અને સર્વોત્કૃષ્ટ ભાવે ‘આચરવાને અશક્ત વર્તતો થકો...... આહા...હા...!
મુમુક્ષુ – અહીં શુદ્ધનયની વાત છે. શુભાશુભ વગર જાણવાની વાત છે, દર્શન ઉપયોગની વાત છે ?
ઉત્તર :- ઉપયોગ નહિ. દર્શન, જ્ઞાન અને ચારિત્ર ત્રણે. સમકિત છે પણ હજી નીચે છે ને ! ઓલી મૂળ જે પરમઅવગાઢ (દશા જોઈએ) એ નથી. આમ સમકિત બંધનું કારણ તો છે જ નહિ. પણ અહીં તો એનું જ્ઞાન અને સ્થિરતા ઓછી છે એ અપેક્ષાએ ત્રણે ઓછું છે એમ કહ્યું છે.
મુમુક્ષુ - ત્યાં સુધી એને પરમઅવગાઢ કહેવાતું નથી.
ઉત્તર :- છે ને, પરમઅવગાઢ નથી. સમકિત છે, પણ પરમઅવગાઢ પૂર્ણ જે કેવળીને યોગ્ય) જોઈએ તે નથી. આહા..હા...! વિશેષ કહેવાશે..
(શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ !)