________________
૩૧૦
સમયસાર સિદ્ધિ-૬ હવે વળી ફરી પૂછે છે કે – જો આમ છે (અર્થાત્ જ્ઞાનગુણનો જઘન્ય ભાવ બંધનું કારણ છે, તો પછી જ્ઞાની નિરાસવ કઈ રીતે છે ? તેના ઉત્તરની ગાથા કહે છે :
ચારિત્ર, દર્શન, જ્ઞાન જેથી જઘન્ય ભાવે પરિણમે,
તેથી જ જ્ઞાની વિવિધ પુદ્ગલકર્મથી બંધાય છે. ૧૭૨. ગાથાર્થઃ- [] કારણ કે [વર્ગનજ્ઞાનવારિત્ર] દર્શન-જ્ઞાન-ચારિત્ર નિપજમાવેના જઘન્ય ભાવે પરિણમતે પરિણમે છે તેન તુ તેથી જ્ઞાની જ્ઞાની વિવિઘેન અનેક પ્રકારનાં પુનિવર્ષU પુદ્ગલકર્મથી વિધ્યતે બંધાય છે.
ટીકા – જે ખરેખર જ્ઞાની છે તે, બુદ્ધિપૂર્વક ઇચ્છાપૂર્વક) રાગદ્વેષમોહરૂપી આસવભાવોનો તેને અભાવ હોવાથી, નિરાસવ જ છે. પરંતુ ત્યાં એટલું વિશેષ છે કે – તે જ્ઞાની જ્યાં સુધી જ્ઞાનને સર્વોત્કૃષ્ટ ભાવે દેખવાને, જાણવાને અને આચરવાને અશક્ત વર્તતો થકો જઘન્ય ભાવે જ જ્ઞાનને દેખે છે, જાણે છે અને આચરે છે ત્યાં સુધી તેને પણ, જઘન્ય ભાવની અન્યથા અનુપપત્તિ વડે (અર્થાત્ જઘન્ય ભાવ અન્ય રીતે નહિ બનતો હોવાને લીધે) જેનું અનુમાન થઈ શકે છે એવા બુદ્ધિપૂર્વક કર્મકલંકના વિપાકનો સદ્ભાવ હોવાથી, પુદ્ગલકર્મનો બંધ થાય છે. માટે ત્યાં સુધી જ્ઞાનને દેખવું, જાણવું અને આચરવું કે જ્યાં સુધીમાં જ્ઞાનનો જેવડો પૂર્ણ ભાવ છે તેવડો દેખવામાં, જાણવામાં અને આચરવામાં બરાબર આવી જાય. ત્યારથી સાક્ષાત્ જ્ઞાની થયો થકો (આત્મા) સર્વથા નિરાસવ જ હોય છે.
ભાવાર્થ – જ્ઞાનીને બુદ્ધિપૂર્વક (અજ્ઞાનમય) રાગદ્વેષમોહનો અભાવ હોવાથી જ્ઞાની નિરાસવ જ છે. પરંતુ જ્યાં સુધી ક્ષાયોપથમિક જ્ઞાન છે ત્યાં સુધી તે જ્ઞાની જ્ઞાનને સર્વોત્કૃષ્ટ ભાવ દેખી, જાણી અને આચરી શકતો નથી – જઘન્ય ભાવે દેખી, જાણી અને આચરી શકે છે, તેથી એમ જણાય છે કે તે જ્ઞાનીને હજુ અબુદ્ધિપૂર્વક કર્મકલંકનો વિપાક (અર્થાત્ ચારિત્રમોહસંબંધી રાગદ્વેષ) વિદ્યમાન છે અને તેથી તેને બંધ પણ થાય છે. માટે તેને એમ ઉપદેશ છે કે – જ્યાં સુધી કેવળજ્ઞાન ન ઊપજે ત્યાં સુધી જ્ઞાનનું જ નિરંતર ધ્યાન કરવું, જ્ઞાનને જ દેખવું, જ્ઞાનને જ જાણવું અને જ્ઞાનને જ આચરવું. આ જ માર્ગ દર્શન-જ્ઞાનચારિત્રનું પરિણમન વધતું જાય છે અને એમ કરતાં કરતાં કેવળજ્ઞાન પ્રગટે છે. કેવળજ્ઞાન પ્રગટે ત્યારથી આત્મા સાક્ષાતુ જ્ઞાની છે અને સર્વ પ્રકારે નિરાસવ છે.
જ્યાં સુધી ક્ષાયોપથમિક જ્ઞાન છે ત્યાં સુધી અબુદ્ધિપૂર્વક (અર્થાત્ ચારિત્રમોહનો) રાગ હોવા છતાં, બુદ્ધિપૂર્વક રાગના અભાવની અપેક્ષાએ જ્ઞાનીને નિરાસવપણું કહ્યું અને અબુદ્ધિપૂર્વક રાગનો અભાવ થતાં અને કેવળજ્ઞાન પ્રગટતાં સર્વથા નિરાસવપણું કહ્યું. આ, વિવક્ષાનું વિચિત્રપણું છે. અપેક્ષાથી સમજતાં એ સર્વ કથન યથાર્થ છે.