________________
૩૦૮
સમયસાર સિદ્ધિ-૬. ઓછી છે. સ્થિરતા ઓછી છે એટલે કે એટલો સંવર અને નિર્જરાનો ભાવ હજી નથી. ઉગ્ર સંવર જે જોઈએ તે ભાવ નથી. આહા...હા...!
અહીં તો સમકિતી નિર્વિકલ્પ ધ્યાનમાં હોય ત્યારે પણ એને કર્મબંધન તો છે. કેમકે સ્થિરતા પૂર્ણ ક્યાં છે ? સ્વરૂપનું આચરણ આદિ સ્થિરતા ભલે ત્યાં આવી. પણ સ્થિરતા પૂર્ણ નથી માટે તેને બંધન છે. ધ્યાનમાં બેઠેલા જીવને પણ, ચોથા-પાંચમાવાળાને બંધન છે, અસ્થિરતાનું બંધન છે. આહાહા...!
જુઓ ! શું કીધું ? “સમ્યગ્દષ્ટિ આત્મા સવિકલ્પ દશામાં હો.” ચાહે તો રાગના બાહ્ય ઉપયોગમાં હો કે “નિર્વિકલ્પ.” દશામાં હો. આત્માની અંદર ધ્યાનમાં હો. આહાહા...! “યથાખ્યાતચારિત્ર-અવસ્થા થયા પહેલાં તેને જરૂર રાગભાવનો સભાવ હોય છે.” નિર્વિકલ્પ ધ્યાન ચોથે-પાંચમે હોય છે. બાકી સાતમે હોય છે. પછી છઠ્ઠ રાગ આવ્યો કે ચોથે-પાંચમે પણ રાગ આવ્યો એ નિશ્ચય જરૂર બંધનું કારણ છે). એ આસ્રવ છે. આહાહા....! દર્શન, જ્ઞાન થયું છતાં હજી જ્ઞાન પણ પૂર્ણ ક્યાં છે? કેવળજ્ઞાન (કયાં છે)? ભલે ક્ષાયિક સમકિત થયું પણ જ્ઞાન પૂર્ણ નથી. દર્શન પૂર્ણ થઈ ગયું છે અને સ્થિરતા પૂર્ણ નથી, સ્થિરતા ઓછી છે. એટલી અસ્થિરતા નિર્વિકલ્પ ધ્યાનકાળમાં પણ... આહા..હા...! ચોથે ગુણસ્થાને નિર્વિકલ્પ ધ્યાનમાં પણ હજી ત્રણ કષાયના ભાવનો રાગ છે. નિર્વિકલ્પ ધ્યાન વખતે પણ ! આ..હા...! આવુ બધું લાંબુ. જ્યાં આત્મા જ્ઞાતા-ય ને જ્ઞાન એવા ભેદ ભૂલીને ચોથે-પાંચમે ધ્યાનમાં છે એને પણ સ્થિરતા ઓછી છે માટે એને આસ્રવ ને બંધ છે. આહા...હા...! છે ?
નિર્વિકલ્પ અને સવિકલ્પ દશામાં પણ યથાખ્યાતચારિત્ર-અવસ્થા થયા પહેલાં તેને અવશ્ય (જરૂર) રાગભાવનો સદ્ભાવ હોય છે.” ચોથે ગુણસ્થાને, પાંચમે ગુણસ્થાને નિર્વિકલ્પ ધ્યાન છે. આવે છે. એ વખતે તો ધ્યાન-ધ્યાતા-ધ્યેયના ત્રણ ભેદ પણ ભૂલી જાય છે. છતાં નીચલા દરજ્જામાં તે કાળે પણ ત્રણ કષાયનો રાગ છે. આહા..હા...! બે વાત લીધી. નિર્વિકલ્પ. સવિકલ્પ બે વાત લીધી. એકલા સવિકલ્પમાં રાગાદિ છે એમ નહિ. આહા..હા... ચોથેપાંચમે કે છછું, નિર્વિકલ્પ છઠું નથી, સાતમે થઈ જાય છે, અહીં ચોથે-પાંચમે નિર્વિકલ્પતા આવી જાય છે છતાં તે કાળમાં પણ ચોથે ત્રણ કષાયનો ભાવ છે, પાંચમે બે કષાયનો ભાવ છે. આહા...હા..! અરે...! સાતમે પણ ધ્યાનમાં આવી જાય તોય એક કષાયનો ભાવ હજી છે. છે ને ? અસ્થિરતા, યથાખ્યાત સ્થિરતા પહેલાની વાત લીધી છે ને? પૂર્ણ યથાખ્યાત નથી ત્યાં સુધી સાતમે પણ નિર્વિકલ્પ ધ્યાનમાં હોય તેને પણ રાગ છે. બંધન પણ છે. આહા...હા..!
એક બાજુ સમકિતીને આસવ ને બંધ નથી, એક બાજુ સાતમે ગુણસ્થાને નિર્વિકલ્પ ધ્યાનમાં પણ રાગ અને બંધન છે. કઈ અપેક્ષા કીધી ? આ..હા...હા...! આઠમે પણ નિર્વિકલ્પ ધ્યાનમાં હજી રાગ છે. ભલે નિર્વિકલ્પ છે, પણ રાગ છે એટલું બંધન છે. નવમે પણ એટલું