________________
૩૦૬
સમયસાર સિદ્ધિ-૬ યથાખ્યાતચારિત્ર-અવસ્થાની નીચે...” જોયું ? સ્થિરતાની અપેક્ષાએ અહીં વાત છે ને ! સમકિત ને દર્શન ને જ્ઞાનની અપેક્ષાએ તો વાત થઈ ગઈ. અહીં તો હવે સ્થિરતાની અપેક્ષાએ જ્ઞાનીને જઘન્ય સ્થિરતા છે. છે ? જ્ઞાનગુણનું જઘન્ય ભાવે પરિણમનની સ્થિરતા છે. “યથાખ્યાતચારિત્ર-અવસ્થાની નીચે....” પૂર્ણ યથાખ્યાત ચારિત્ર. આહાહા...! એની નીચે અવયંભાવી...” જરૂર. રાગનો સદ્ભાવ હોવાથી લ્યો ! “બંધનું કારણ જ છે.” ત્યાંય જ” મૂક્યો. આ...હા...! અસ્થિરતાની અપેક્ષાએ બંધ જ છે. દષ્ટિ અને જ્ઞાનની અપેક્ષાએ એને બંધ નથી. એ જાતના વિપરીત પરિણામ નથી એમ કહે છે. આહા..! કઈ અપેક્ષાએ ત્યાં કહ્યું એની ખબર હોવી જોઈએ).
યથાખ્યાતચારિત્ર-અવસ્થાની નીચે....” એકદમ વીતરાગ અવસ્થા ! યથાખ્યાત એટલે જેવી એની શાંતિ અને ચારિત્રની સ્થિરતાનો સ્વભાવ છે એવો જ સ્થિરતાનો સ્વભાવ પૂર્ણ પ્રગટે નહિ ત્યાં સુધી જરૂર “રાગનો સદ્દભાવ હોવાથી, બંધનું કારણ જ છે.' દસમા ગુણસ્થાન સુધી બંધનું કારણ છે. યથાખ્યાતચારિત્ર પહેલા કીધું ને ! અગિયાર અને બાર ગુણસ્થાન પહેલા પણ બંધનું કારણ છે. એક કોર ચોથે ગુણસ્થાને (આસ્રવ નથી એમ કહ્યું). કઈ અપેક્ષાએ કહ્યું ? મિથ્યાત્વ અને અનંતાનુબંધી સમ્યક્ અને સ્થિરતા – સ્વરૂપાચરણ થઈ એને લઈને મિથ્યાત્વ અને અનંતાનુબંધીનો જે બંધ હતો, આસ્રવ હતો) એ નથી. જરૂર નથી, એમ પાછું. એ એને જરૂર નથી. નિરાસવી છે એ અપેક્ષાએ. પણ સ્થિરતાની અપેક્ષાએ પૂર્ણ સ્થિરતા નથી, સ્થિરતા જઘન્ય છે એ કારણે એને રાગ-દ્વેષના પરિણામ થાય છે. આહા..હા...! (રાગનો) સદ્ભાવ “બંધનું કારણ જ છે. આહાહા...!
ભાવાર્થ - ‘ક્ષાયોપથમિક જ્ઞાન એક શેય પર અંતર્મુહૂર્ત જ થંભે છે...” એટલે શું કહે છે ? અંતર ધ્યાનમાં અંદર જ્ઞાયક સ્વરૂપને પકડીને સ્થિર રહે છે એ અંતર્મુહૂર્ત જ રહી શકે. ચિદાનંદ અખંડ જ્ઞાયકભાવ, એના ધ્યાનમાં રહે તો એ અંતર્મુહૂર્ત રહી શકે, વધારે રહી શકે નહિ. એ “જ્ઞાન એક શેય પર અંતર્મુહૂર્ત જ થંભે છે........ પછી જરૂર ‘અન્ય શેયને અવલંબે છે...” સ્વર્શયને છોડી પરણેયને અવલંબે છે. આહાહા...!
‘સ્વરૂપમાં પણ તે અંતર્મુહૂર્ત જ ટકી શકે છે. સ્વરૂપમાં વધારે રહી શકતો નથી. આહા...હા...! અંતરમાં ધ્યાનમાં સમકિત, જ્ઞાન થાય છે એ ધ્યાનમાં થાય છે. પણ એ ધ્યાન અંતર્મુહૂર્ત જ રહે છે. પછી પણ ધ્યાન થાય એ પણ અંતર્મુહૂર્ત જ રહે. અંતર્મુહૂર્તના તો ઘણા અસંખ્ય પ્રકાર છે. પછી વિપરિણામ પામે છે. સમકિતી પણ, જ્ઞાની પણ અંતર્મુહૂર્ત
સ્વરૂપમાં સ્વર્લ્સયમાં રમે પછી એને પરણેયનું અવલંબન થાય (ત્યારે) જરૂર તે રાગને પામે. આહાહા...! “કુંદકુંદાચાર્યદેવે કહ્યું ને ! “પરવાવો ટુચારૂં સ્વદ્રવ્યનું અવલંબન છૂટીને જેટલું પારદ્રવ્યનું અવલંબન જાય પછી તીર્થકર અને ત્રણલોકના નાથનું અવલંબન રાગ અને બંધનું કારણ છે. આહા...હા...!