________________
ગાથા૧૭૧
૩૦૫
શુભ (રાગ હોય છે).
અંતર્મુહૂર્તમાં વિપરિણામ પામતો...” જે સ્વરૂપ જ્ઞાતા-દષ્ટા છે તે અંતર્મુહૂર્તમાં અંદરમાં સ્થિર રહી શકે. પછી ગુલાંટ ખાઈને અંદર રાગ-દ્વેષના પરિણામ થાય છે. એક કોર જ્ઞાનીને નિરાસવ કહ્યો અને એક કોર જ્ઞાનીને હજી રાગ-દ્વેષ થાય છે એમ કહ્યું. કઈ અપેક્ષા છે જાણવું જોઈએ. “અંતર્મુહૂર્તમાં વિપરિણામ પામતો હોવાથી ફરીફરીને તેનું અન્યપણે....” એટલે વિકારપણે “પરિણમન થાય છે. જ્ઞાનીને પણ સ્વરૂપ પૂર્ણ જ્યાં સુધી નથી પામ્યો ત્યાં સુધી નીચલી દશામાં અન્યપણે એટલે વિકારપણે પરિણમન થાય છે. આહા..હા...! ચોથે ગુણસ્થાને, પાંચમે ગુણસ્થાને આર્તધ્યાન અને રૌદ્રધ્યાન પણ છે. છઠું રૌદ્રધ્યાન નથી. રૌદ્રધ્યાન છે એ આમ ધ્યાન છૂટી, લબ્ધરૂપે ઉપયોગ રહે, પણ ઉપયોગ જ્યાં આર્ત અને રૌદ્રધ્યાનમાં જાય છે ત્યારે અન્ય પરિણામ – વિકાર થઈ જાય છે. એની જાતના પરિણામ જે જ્ઞાતાદૃષ્ટાના છૂટીને એનાથી વિપરીત વિકાર પરિણામ જ્ઞાનીને પણ આર્ત અને રૌદ્રધ્યાન થાય છે.
મુમુક્ષુ - હેમબુદ્ધિએ થાય છે.
ઉત્તર :- હેમબુદ્ધિએ થાય છે. છે તો હેયબુદ્ધિ, પણ છે. અહીં તો છે એમ સિદ્ધ કરવું છે. પહેલા ના પાડી હતી કે એને નથી એ તો મિથ્યાત્વ અને અનંતાનુબંધીની અપેક્ષાએ (કહ્યું હતું). પણ એની અસ્થિરતાના પરિણામ થાય છે તેથી તેને એટલો આસવ છે. આહા..હા..!
‘તે (જ્ઞાનગુણનું જઘન્ય ભાવે પરિણમન),” એટલે જ્ઞાન એટલે આત્મા. એનો સ્વભાવ જઘન્ય એટલે નીચલા દરજ્જાનું પરિણમન છે. ઊંચે યથાખ્યાત જોઈએ તેવું પરિણમન નથી. અથવા ક્ષાયિકભાવનું પરિણમન નથી. ભલે સમકિત ક્ષાયિક હોય પણ ક્ષાયિક ભાવ જે ચારિત્રનો છે તે પરિણમન નથી. આહાહા.! ક્ષાયિક સમકિતી પણ અસ્થિરતાના પરિણામને પામે છે. આહા..હા...!
ચોથે ગુણસ્થાને ક્ષાયિક સમકિત છે. “શ્રેણિક રાજા વગેરે. છતાં અસ્થિરતાના પરિણામમાં ઈ આવી જાય છે. આહા...હા..! મરતા ઝેર ચૂસ્યું. “શ્રેણિક રાજા ! ક્ષાયિક સમકિત ! સમયે સમયે તીર્થકર ગોત્ર બાંધે છે. છતાં ઓલો કોણિક મારવા આવ્યો. એ આવ્યો હતો બચાવવા, પણ એ જાણે મને મારવા આવ્યો એમ લાગ્યું એટલે) હીરો ચૂસી લીધો, ઝેર ખાધું. આપઘાત કર્યો ! એ પરિણામ વિપરીત છે ખરા પણ) સમકિતથી વિપરીત નથી પણ અસ્થિરતામાં વિપરીત છે. આહા...હા...! કહો ! “શ્રેણિક રાજા આવતી ચોવીસીમાં તીર્થકર થવાના. હજારો રાણીઓ ! કેદમાં પૂર્યા. એને છોડાવવા જતો હતો ત્યાં) પોતે ઝેર ખાઈને આપઘાત કર્યો. એ મિથ્યા પરિણામથી) સમકિતને દોષ નથી. એ પરિણામથી સમકિતને દોષ નથી, ક્ષાયિક સમકિત છે પણ ચારિત્રના દોષનું પરિણમન એને થાય છે. એટલો તો એને આસ્રવ પણ છે.