________________
૩૦૪
સમયસાર સિદ્ધિ-૬ રાગભાવનો સદ્ભાવ હોય છે અને રાગ હોવાથી બંધ પણ થાય છે. માટે જ્ઞાનગુણના જઘન્ય ભાવને બંધનો હેતુ કહેવામાં આવ્યો છે.
ગાથા ૧૭૧ ઉપર પ્રવચન
હવે પૂછે છે કે જ્ઞાનગુણનું પરિણમન બંધનું કારણ કઈ રીતે છે?” જ્ઞાનગુણનું પરિણમન બંધનું કારણ ? એક કોર તમે કહો કે, જ્ઞાન ને શ્રદ્ધાનો અભિપ્રાય નથી માટે બંધ નથી. વળી કહો કે બંધનું કારણ જ્ઞાનનું પરિણમન છે. આહા...હા...! એ “જ્ઞાનગુણનું પરિણમન બંધનું કારણ કઈ રીતે છે ? તેના ઉત્તરની ગાથા કહે છે :- ૧૭૧ (ગાથા).
जम्हा दु जहण्णादो णाणगुणादो पुणो वि परिणमदि। अण्णत्तं णाणगुणो तेण दु सो बंधगो भणिदो।।१७१।।
જે જ્ઞાનગુણની જઘન્યતામાં વર્તતો ગુણ જ્ઞાનનો,
ફરીફરી પ્રણમતો અન્યરૂપમાં, તેથી તે બંધક કહ્યો. ૧૭૧. ટીકા :- “જ્ઞાનગુણનો જ્યાં સુધી જઘન્ય ભાવ છે.” જોયું ? જ્યાં સુધી યથાખ્યાત ચારિત્ર નથી અને જ્યાં સુધી પૂર્ણ સ્થિરતાના પરિણામ નથી ત્યાં સુધી જ્ઞાનગુણનો વર્તમાન જઘન્ય ભાવ પરિણમન છે. થોડો ભાવ પરિણમ્યો છે, એમ. (–ક્ષયોપથમિક ભાવ છે) ત્યાં સુધી તે (જ્ઞાનગુણ) અંતર્મુહૂર્તમાં વિપરિણામ (વિપરીત પરિણામ) પામતો હોવાથી.” આહા...હા...! “ફરીફરીને તેનું અન્યપણે પરિણમન થાય છે.” જ્ઞાન અંતર્મુહૂર્ત જ સ્થિર રહી શકે છે. પછી ફરીને એને રાગ થાય વિના રહેતો જ નથી. આહા..હા..! પહેલા ના પાડી. ઈ અભિપ્રાયની અપેક્ષાએ ના પાડી હતી. ચારિત્રના દોષની અપેક્ષાએ છે. એને નથી જ એમ કરી નાખે. સમ્યકુદૃષ્ટિ થયો એટલે કાંઈ જરીયે આસવ નથી, જરીયે દુઃખ નથી... આ.હા....! તો પૂર્ણ સુખ અને પૂર્ણ (શાંતિ) હોવી જોઈએ. આહા..હા...! અટકવાના સાધન ઘણા, છૂટવાનું એક. આહા...! ભગવાન પરિપૂર્ણ સ્વરૂપ એક જ એનો આશ્રય છૂટવાનું કારણ. બાકી અટકવાના સાધન અનંતમાંથી કંઈક કંઈક કંઈક અટકીને અનાદિકાળથી મિથ્યાત્વમાં પડીને બંધન કરે છે.
શું કીધું અહીંયાં ? “જ્ઞાનગુણનો જ્યાં સુધી જઘન્ય.... નામ ક્ષયોપશમ ભાવ છે, ક્ષાયિક ભાવ નથી ત્યાં સુધી તે (જ્ઞાનગુણ) અંતર્મુહૂર્તમાં વિપરિણામ” પામે છે. વિકારનું પરિણમના થઈ જાય છે. ધર્મીને પણ અંતરમાં સ્થિરતા નિર્વિકલ્પ હોય છે ત્યાં સુધી ભલે એને બુદ્ધિપૂર્વક (વિકલ્પ) નથી પણ જ્યાં બહાર આવ્યો એટલે એના પરિણામ વિકલ્પ ને રાગમાં આવે છે. ધર્મીને પણ રાગ થાય છે. આહાહા...! ચોથે, પાંચમે અશુભ રાત્રેય થાય છે. છછું પછી