________________
સમયસાર સિદ્ધિ-૬
ટીકા :– પ્રથમ, જ્ઞાની તો આસવભાવની ભાવનાના અભિપ્રાયના અભાવને લીધે...’ આ, આ સિદ્ધાંત ! અજ્ઞાનીને મિથ્યાશ્રદ્ધા અને રાગ-દ્વેષની ભાવના છે. કારણ કે વસ્તુ શુદ્ધ ચિદાનંદ આત્મા અનુભવમાં આવ્યો નથી, દૃષ્ટિમાં આવ્યો નથી. તેથી અજ્ઞાનીને તો એકલા મિથ્યાત્વ અને અનંતાનુબંધીના પિરણામ, ભાવ હોય છે. જ્ઞાનીને તો આસ્રવભાવની ભાવનાનો અભાવ છે. જોયું ? અભિપ્રાય.
અજ્ઞાનીને તો અભિપ્રાયમાં મિથ્યાત્વ અને રાગ-દ્વેષની ભાવના છે. કારણ કે વસ્તુ ચિદાનંદ અખંડ આનંદ, એની તો શ્રદ્ધા ને જ્ઞાન થયા નથી. એથી અજ્ઞાનીને ભાવના મિથ્યાશ્રદ્ધા અને રાગ-દ્વેષની ભાવના છે, જ્ઞાનીને એ ભાવના નથી. એ રીતે લીધું.
જ્ઞાની તો આસવભાવની ભાવનાના અભિપ્રાયના અભાવને લીધે...' જોયું ? અભિપ્રાય નથી એનો. આહા..હા...! સમકિતી ધર્મી જીવને આસ્રવ ભાવની ભાવનાના અભિપ્રાયના અભાવને લીધે. અભિપ્રાયમાં રાગ ને મિથ્યાત્વની ભાવના નથી. અભિપ્રાય તો સમ્યગ્દર્શન ને શાંતિનો અભિપ્રાય છે. આહા..હા...! પૂર્ણ આનંદનો જે અભિપ્રાય છે તે આનંદની ભાવનાવાળો છે. એ આસવની ભાવનાવાળો નથી. આહા..હા...! આવી વાતું હવે. જ્ઞાની તો આસવભાવની ભાવના, એનો જે અભિપ્રાય એના અભાવને લીધે ‘નિરાસવ જ છે;...’ આ અપેક્ષા લેવી. અભિપ્રાયમાં એની ભાવના નથી માટે નિરાસ્રવ છે. આવું તો ચોખ્ખું કર્યું. તદ્દન નિરાસ્રવ જ છે એમ નથી. અભિપ્રાયની વાત (છે). આહા..હા...! અને એમાં સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન, એનું માહાત્મ્ય વર્ણવ્યું છે. એ મિથ્યાત્વ ને રાગ-દ્વેષની ભાવના ત્યાં કાં છે ? અરે..! દયા, દાનના પરિણામની ભાવના એને નથી કે, આ હોય તો ઠીક. આહા..હા....! દયા, દાન, વ્રત(ના) પરિણામ આવે પણ અભિપ્રાયમાં એને રાખવાને લાયક છે) ને કરવા લાયક છે એવી ભાવના નથી. આહા..હા...! કેટલું સ્પષ્ટ કર્યું છે !
પરંતુ જે તેને પણ દ્રવ્યપ્રત્યયો...' એને પણ જે દ્રવ્યાસવો સમય સમય પ્રતિ અનેક પ્રકારનું પુદ્ગલકર્મ બાંધે છે...' એ જૂના કર્મ છે એ ઉદય આવે અને નવા કર્મ બાંધે છે. ત્યાં જ્ઞાનગુણનું પરિણમન જ કારણ છે.' કહે છે કે, એ તો પરનું કારણ (છે). આ જ્ઞાનગુણનું પરિણમન તો ભિન્ન છે. જ્ઞાનગુણનું પરિણમન બંધનું કારણ નથી. આહા..હા...! જ્ઞાન અને સમિકતનો ભાવ તે બંધનું કારણ નથી. તેને પૂર્વનું કર્મ બંધાયેલું ઉદય આવીને બંધ કરે પણ એ જ્ઞાન ને શ્રદ્ધાનો ભાવ એ નથી. એ અસ્થિરતાનો ભાવ છે એથી જ્ઞાનનું પિરણમન તે બંધનું કારણ નથી. પણ જે ઉદય આવીને નવા રાગ-દ્વેષ થયા અને બંધાય એ ૫૨માં જાય છે. શેયમાં (જાય છે). આહા..હા...!
૩૦૨
“પુદ્ગલકર્મ બાંધે છે, ત્યાં જ્ઞાનગુણનું પરિણમન જ કારણ છે.’ એટલે ? હિણી દશા છે, હિણી દશા છે એ કારણે ત્યાં રાગ-દ્વેષ થાય અને (કર્મ) બંધાય છે. એમ ઈ કહેશે. એ કહે છે હવે, જુઓ !