________________
૩૦૦
સમયસાર સિદ્ધિ-૬. અનંતાનુબંધીનો ભાવ હતો. એ પરિણામ જ્ઞાનીને નથી તેથી ભાવાસવનો અભાવ છે. દ્રવ્યાસવ તો જડ છે. આહા...હા...!
“સદા એક જ્ઞાનમય ભાવવાળો છે તે નિરાસવ જ છે...” જ છે, જોયું ? નિરાસવ જ છે. “વ જ્ઞાય વ’ આહા...હા...! “માત્ર એક જ્ઞાયક જ છે.” જાણનાર-દેખનાર જ આત્મા તો છે. બસ ! એ જ્ઞાયક પરિણમે એનો અર્થ છે. જ્ઞાયક છે એવું જે જાણ્યું એના પરિણામ જ્ઞાતા-દષ્ટાના થયા. ત્રિકાળી જ્ઞાયક છે જે પ્રમત્ત-અપ્રમત્ત નથી ને જ્ઞાયક કીધો ને ! છઠ્ઠી ગાથા. એ જ્ઞાયક છે એવું તો પરિણામમાં ભાન થાય છે. સમ્યગ્દર્શન, જ્ઞાનમાં એ પરિણામમાં જ્ઞાયક છે એવું જ્ઞાયક થયું, એને જ્ઞાયકના જ પરિણામ રહે છે. જાણનારદેખનારના પરિણામ રહે છે. ભાવાત્સવ ને દ્રવ્યાસવ બેય નથી. આહા...હા...!
“ જ્ઞાય પવ' એમ શબ્દ છે, જોયું ? “માત્ર એક જ્ઞાયક જ જ્ઞાયક જ. જ્ઞાયક શબ્દ ત્રિકાળી જ્ઞાયક દૃષ્ટિમાં છે પણ પરિણામમાં જાણવા-દેખવાનો ભાવ થાય છે. ઈ જ્ઞાયક જ છે – જાણનાર જ છે. આહાહા....! રાગાદિ થાય છે તેનો એ પોતે પોતાના જ્ઞાનપર્યાયમાં સ્વપર પ્રકાશકના પોતાના સામર્થ્યથી જાણે-ખે છે. આહાહા..! આવું ઝીણું.
ભાવાર્થ – રાગદ્વેષમોહસ્વરૂપ ભાવાસવનો...” મિથ્યાત્વ સંબંધી ‘જ્ઞાનીને અભાવ થયો છે.” આમાંથી કાઢે કે, જ્ઞાનીને કાંઈ છે જ નહિ. આસ્રવ નથી, દુઃખ નથી. “દીપચંદજી કાઢતા ને ! જ્ઞાનીને દુઃખ ન હોય એટલે આસ્રવ હોય નહિ. આહાહા! અહીં તો મિથ્યાત્વ સંબંધીના રાગ-દ્વેષની વાત છે. આહાહા..! ઈ તો કહેશે, હમણા જ કહેશે. એકાંત સમજે એમ ચાલે ? જેવું સ્વરૂપ છે એવું સમજવું જોઈએ). આહા..હા...!
જ્ઞાયકનું ભાન થયું એટલા સંબંધીના એના ભાવાસવ નથી. બાકી બીજા ભાવાસવ છે તે જ્ઞાતાનું શેય છે. જાણનાર (છે) એમ અહીં અત્યારે સિદ્ધ કરવું છે. પછી પાછું સિદ્ધ કરશે કે, જ્ઞાનીને યથાખ્યાત ચારિત્ર નથી ત્યાં સુધી આસવ છે. આહાહા...! આસ્રવ છે એટલું દુઃખ છે. આસ્રવ પોતે દુઃખ છે. આહાહા...!
“જ્ઞાની ચૈતન્યસ્વરૂપ છે. આહા..હા...! દ્રવ્યાસવ પૂગલપરિણામસ્વરૂપ છે. ધર્મી ચૈતન્યસ્વરૂપ છે. આહા...હા..! “આ રીતે જ્ઞાનીને ભાવાસવ તેમ જ દ્વવ્યાસવનો અભાવ હોવાથી તે નિરાસવ જ છે. અહીં તો નિરાસ્રવ જ છે એમ કહ્યું. કથંચિત નિરાસવ છે ને કથંચિત સાસવ (છે), એમ ન નાખ્યું. મિથ્યાત્વ અને અનંતાનુબંધી સંબંધી નિરાસવ જ છે. આહા...હા...!
એ છ ખંડના રાજમાં હોય છ— હજાર સ્ત્રીના વૃંદમાં હોય છતાં મિથ્યાત્વ અને અનંતાનુબંધીનો આસ્રવ નથી. તેથી તે ચૈતન્યસ્વરૂપી ભગવાન એ અપેક્ષાએ નિરાસવ છે. બાકી બીજા પરિણામ છે એ આસ્રવ છે, ઈ પછી કહેશે. અહીંથી નીકળી જાય છે એ પરિણામ એને નથી જ, એમ નહિ. આહા..હા...!