________________
ગાથા- ૧૭૦
ગાથા-૧૦૦
कथं ज्ञानी निरास्रव इति चेत्
-
चउविह अणेयभेयं बंधते णाणदंसणगुणेहिं ।
૩૦૧
समए समए जम्हा तेण अबंधो ति णाणी दु । ।१७० ।। चतुर्विधा अनेकभेदं बध्नन्ति ज्ञानदर्शनगुणाभ्याम् ।
समये समये यस्मात् तेनाबन्ध इति ज्ञानी तु ।।१७० ।।
ज्ञानी हि तावदात्रवभावनाभिप्रायाभावान्निरास्रव एव । यत्तु तस्यापि द्रव्यप्रत्ययाः प्रतिसमय-मनेकप्रकारं पुद्गलकर्म बध्नन्ति तत्र ज्ञानगुणपरिणाम एव हेतुः ।
હવે પૂછે છે કે જ્ઞાની નિરાસ્રવ કઈ રીતે છે ? તેની ઉત્તરની ગાથા કહે છે :ચઉવિધ પ્રત્યય સમયસમયે જ્ઞાનદર્શનગુણથી
બહુભેદ બાંધે કર્મ, તેથી જ્ઞાની તો બંધક નથી. ૧૭૦.
ગાથાર્થ :– [ચસ્મા] કારણ કે ચિતુર્વિધાઃ] ચાર પ્રકારના દ્રવ્યાસવો [જ્ઞાનવર્શનમુળામ્યાનું જ્ઞાનદર્શનગુણો વડે [સમયે સમયે સમયે સમયે [અનેમેવ] અનેક પ્રકારનું કર્મ વિઘ્નત્તિ] બાંધે છે [તેના તેથી [જ્ઞાની નુ શાની તો [અવન્ધ: રૂ]િ અબંધ છે.
ટીકા :– પ્રથમ, જ્ઞાની તો આસવભાવની ભાવનાના અભિપ્રાયના અભાવને લીધે નિરાસવ જ છે; પરંતુ જે તેને પણ દ્રવ્યપ્રત્યયો સમય સમય પ્રતિ અનેક પ્રકારનું પુદ્ગલકર્મ બાંધે છે, ત્યાં જ્ઞાનગુણનું પરિણમન જ કારણ છે.
ગાથા ૧૭૦ ઉપર પ્રવચન
હવે પૂછે છે કે જ્ઞાની નિરાસ્રવ કઈ રીતે છે ?” ૧૭૦ (ગાથા). चउविह अणेयभेयं बंधते णाणदंसणगुणेहिं ।
समए समए जम्हा तेण अबंधो ति णाणी दु ।।१७० ।। ચઉવિધ પ્રત્યય સમયસમયે જ્ઞાનદર્શનગુણથી બહુભેદ બાંધે કર્મ, તેથી જ્ઞાની તો બંધક નથી. ૧૭૦.